injury – Gujjulogy.com https://gujjulogy.com Sat, 24 Oct 2020 17:16:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png injury – Gujjulogy.com https://gujjulogy.com 32 32 કેટલી સુરક્ષિત છે ક્રિકેટની રમત? ક્રિકેટના મેદાન પર ન ગમે તેવી દુર્ઘટનાઓ ઘટી છે…! https://gujjulogy.com/critical-injuries-on-the-cricket-field/ https://gujjulogy.com/critical-injuries-on-the-cricket-field/#respond Sat, 24 Oct 2020 17:16:31 +0000 https://gujjulogy.com/?p=471 ભારત ક્રિકેટ  – Cricket – પ્રેમી દેશ છે. હાલ આઈપીએલનો માહોલ છે. કરોડો ભારતીય ક્રિકેટપ્રેમી ઘરમાં રહીને આઈપીએલ – ટી૨૦ ક્રિકેટ જોવાનો આનંદ માણી રહી છે ત્યારે આવો સમજીએ કે રોચક લાગતી ક્રિકેટની આ રમત ખતરનાક પણ છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો મોટી દૂર્ઘટાના શકે છે. ભૂતકાળમાં અનેક ખેલાડીઓને નાનકડી ભૂલ બદલ મોટુ નુકસાન થયું છે. આવો સમજીએ…

‘ક્રિકેટ ખૂબ જ ખતરનાક રમત છે. તેમાં હંમેશાં જીવનું જોખમ રહેલું છે. બેટ્સમેનોને હંમેશાં આવી ખતરનાક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે…’ આ વાક્યો છે વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાઇન લારાના… લારાના આ શબ્દો સાથે લગભગ આખું ક્રિકેટજગત સહમત હશે. મેચ દરમિયાન ફિલ હ્યુજીસનો ગયેલો જીવ ફરી એ વાતનો સંકેત આપે છે કે સુરક્ષાની બાબતે ક્રિકેટને ગંભીરતાથી લેવાની જરૂર છે.

હેલ્મેટ, ગ્લબ્સ, થાઇપેડ… પગથી લઈને માથા સુધી આખા શરીરનું રક્ષણ કરતાં અનેક ઉપકરણો છે. ક્રિકેટરો તેનો ઉપયોગ પણ કરતા હોય છે. પણ તેમ છતાં કેટલીક નાનકડી ભૂલોના કારણે ક્રિકેટના મેદાન પર મોટી-મોટી ઘટનાઓ બનતી હોય છે.

આજના T20 કે ઝડપી ક્રિકેટમાં આવા બોલ છોડવા પોસાય નહિ. ઉપરાંત તે સમય કરતાં હાલ સુરક્ષાનાં અનેક ઉપકરણોની પણ શોધ થઈ છે, એટલે ખેલાડીઓ વધુ આક્રમક બન્યા છે. નાનું મોટું જોખમ લેતા થયા છે, આ જોખમનો ઉપાય શોધવો પડશે. સચિન તેંડુલકરથી લઈને બ્રાયન લારા સુધીના ટોચના બેટ્સમેનો પણ અનેક વાર બોલ વાગવાથી ઘાયલ થયા છે માટે અનિશ્ર્ચિતતાના આ ખતરનાક ખેલમાં ખેલાડીઓએ જાતે જ તૈયાર થવું પડશે. જાતે જ કાળજી રાખવી પડશે. બાકી રમણ લાંબાથી લઈને ફિલ હ્યુજીસ સુધી ખેલાડીઓની જાન ગઈ છે. બોલ વાગવાથી તેમની કેરિયર સમાપ્ત થયું છે.

ક્રિકેટનું મેદાન અને કેટલીક ઘટનાઓ – ભારતીય ક્રિકેટ જગતની દુઃખદ ઘટના

23 ફેબ્રુઆરી, 1998. ઉત્તરપ્રદેશનો ક્રિકેટર રમણ લાંબા શોર્ટ લેગ પર ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. બેટ્સમેનનો ફાસ્ટ શોટ, રમણ લાંબાના માથામાં વાગ્યો અને તેને હાસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. 3 દિવસ દાખલ થયા બાદ હાસ્પિટલમાં જ તેનું મૃત્યુ થયું. ભારતીય ક્રિકેટજગત માટે આ દુ:ખદ ઘટના હતી.

રમણ લાંબા

જેમના માંથામામ મેટલની પ્લેટ નાખવી પડી નરી કોન્ટ્રાક્ટર

વર્ષ 1962. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન નરી કોન્ટ્રાક્ટર હતા. બેટિંગ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર ચાર્લી ગ્રિફિથનો બોલ નરીના માથા પર વાગ્યો. તેઓ છ દિવસ સુધી બેહોશ રહ્યા હતા. નરીને આપરેશન કરવું પડ્યું. માથામાં મેટલની પ્લેટ નાખવી પડી. તે બચી તો ગયા પણ ફરી વાર ક્યારેય ક્રિકેટ ન રમી શક્યા.

એક બોલ વાગ્યો અને બર્ટ ઓલ્ડફિલ્ડનું કેરિયર સમાપ્ત

1932-33માં ઇંગ્લન્ડના ફાસ્ટ બોલર હેરાલ્ડ લોખુડનો એક ફાસ્ટ બોલ વિકેટકીપર બર્ટ ઓલ્ડફિલ્ડના માથા પર વાગવાથી તેના માથાનું હાડકું ભાંગી ગયું હતું. તેની ક્રિકેટ કરિયર અહીં સમાપ્ત થઈ ગઈ.

ઈવેન ચેટફિલ્ડ જેમની જાન ફિજિઓએ બચાવી

1975માં ઇંગ્લન્ડના ફાસ્ટ બોલર પીટર લેવરનો એક બોલ માથા પર વાગવાથી ન્યુઝીલેન્ડના બેટ્સમેન ઇવેન ચેટફિલ્ડની જીભ બહાર નીકળી ગઈ હતી અને તેમનું હૃદય થોડી વાર માટે બંધ થઈ ગયું હતું. આવા સમયે ઇંગ્લન્ડની ટીમના ફિજિયો બર્નાડ થોમસે મેદાન પર સમયસર પહોંચી ઈવેનની જાન બચાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

માર્ક બાઉચર

માર્ક બાઉચર વાગ્યા પછી નિવૃત થયા

9 જુલાઈ, 2012ના રોજ ઇંગ્લન્ડના પ્રવાસ દરમિયાન એક પ્રેક્ટિસ મેચમાં દ. આફ્રિકાના વિકેટકીપર માર્ક બાઉચરની આંખ પર સ્ટમ્પ પર મૂકવાની ‘ગિલ્લી’ વાગી. ગિલ્લી વાગવાથી આંખનું આપરેશન કરવું પડ્યું, પરંતુ આપરેશન પછી ‘બાઉચર આંતર્રાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરી શક્યો નહિ. તેને નિવૃત્તિ જાહેર કરવી પડી.
સબા કરીમને આંખમાં બોલ વાગ્યો

વર્ષ 2000. એશિયા કપ દરમિયાન ભારતીય સ્પ્નિર અનિલ કુંબલેનો બોલ ભારતીય વિકેટકીપર સબા કરીમની આંખમાં વાગ્યો હતો. બોલ વાગવાથી સબા કરીમની આંખના રેટિના પર અસર થઈ. સબા કરીમને એક આંખે દેખાતું બંધ થઈ ગયું. પરિણામે તેને ક્રિકેટને હંમેશાં માટે અલવિદા કરવું પડ્યું હતું.

]]>
https://gujjulogy.com/critical-injuries-on-the-cricket-field/feed/ 0