Inspirational stories – Gujjulogy.com https://gujjulogy.com Wed, 21 Apr 2021 13:51:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Inspirational stories – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Inspirational stories | એક એકલો વ્યક્તિ આખા સમાજને પ્રેરણા આપી શકે છે https://gujjulogy.com/inspirational-stories-in-gujarati/ https://gujjulogy.com/inspirational-stories-in-gujarati/#respond Wed, 21 Apr 2021 13:51:26 +0000 https://gujjulogy.com/?p=981  

Inspirational stories | સફળતા માટે પ્રેરણા જરૂરી છે | આપણે બધા હરતા-ફરતાં પ્રેરણા સ્ત્રોત છીએ | પ્રેરણાના ઝરણા ચોતરફ વહે છે, જરૂર છે બસ એમાં સ્નાન કરવાની

જેમ આપણી પાંચેય આંગળીઓ સરખી નથી એવી જ રીતે પરિવારમાં અને સમાજમાં પણ બધા જ લોકો સરખા નથી હોતા. વ્યક્તિએ વ્યક્તિ ફેર હોય છે. કોઈ સારુ હોય છે તો કોઈ બુરુ. કોઈ બોલકુ હોય છે તો કોઈ મૌન.

પરિવારમાં કોઈ બગડેલું અથવા સ્વભાવનું ખરાબ માણસ હોય તો આપણે મુંઝાઈ જઈએ છીએ. આપણે સતત એવું જ વિચાર્યા કરીએ છીએ કે આને કોઈ પ્રેરણા આપીને સુધારે તો સારુ. આપણે એવા પ્રેરણા પુરુષની રાહ જાેવા માંડીએ છીએ.

પણ એવી કોઈ રાહ જોવાની બિલકુલ જરૂર નથી. ભગવાને આ દુનિયાના એક એક મનુષ્યમાં પ્રેરણા પુરુષનો આત્મા મુકેલો છે.

આપણામાં બીજાને પ્રેરણા આપવાની શક્તિના અપાર ભંડાર ભરેલાં છે. આપણે બસ વિચારીને એના માટે પ્રેરણાનું ઝરણું બનવાની જરૂર છે. આપણે એમને પ્રેરણા આપવા માટે સમક્ષ છીએ જ, એ વાત પહેલાં આપણે આપણા દિમાગમાં ઠસાવી લેવાની જરૂર છે.

એક એકલો વ્યક્તિ એક વ્યક્તિ માટે જ નહીં સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ કોઈ કાર્ય કરી શકે છે. પ્રેરણા આપીને વ્યક્તિને સુધારી શકે છે. આપણે એવા પ્રેરણાના નાના દીપ બનીને અજવાળુ પાથરી તો આખુ જગત ઝળહળતું થઈ જશે.

 

Inspirational Quotes | સફળતા માટે પ્રેરણા જરૂરી છે

 

Inspirational stories | આપણે બધા હરતા-ફરતાં પ્રેરણા સ્ત્રોત છીએ.

 

પ્રેરણા બધે જ છે. પ્રેરણા એક વાક્યમાંથી પણ મળી શકે છે અને પ્રેરણા એક સુવાકયમાંથી પણ મળી શકે છે. પ્રેરણા કોઈની બંધ આંખોમાંથી પણ મળી શકે છે અને પ્રેરણા કોઈના મોહક ઈશારામાંથી પણ મળી શકે છે. પ્રેરણા ઉડતા પંખીમાંથી પણ મળી શકે છે અને પ્રેરણા લહેરાતા ખેતરોમાંથી પણ મળી શકે છે.

આપણું એક નાનકડું વર્તન બીજા માટે પ્રેરણા બની શકે છે તો આજાણતા કે જાણી જોઈને બોલાયેલું આપણું એક એક વાક્ય પણ પ્રેરણા બની શકે છે.

માટે મનુષ્ય તરીકે આપણે આપણા વાણી, વર્તન અને વ્યહારમાં ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. આપણે હરતા ફરતાં પ્રેરણા સ્ત્રોત છીએ. આપણને પણ ખબર ના હોય એમ લોકો આપણામાંથી પ્રેરણા લેતા હોય છે. આપણે જાણતા પણ ના હોઈએ એમ લોકો આપણામાંથી પ્રેરણાનો ઘુંટડો ભરી લેતા હોય છે. માટે આપણે આપણા આત્મામાં રહેલાં પ્રેરણાના પાણીને સ્વચ્છ રાખવા જરૂર છે.

 

Inspirational Quotes | પ્રેરણાના ઝરણા ચોતરફ વહે છે, જરૂર છે બસ એમાં સ્નાન કરવાની

 

]]>
https://gujjulogy.com/inspirational-stories-in-gujarati/feed/ 0