james bond – Gujjulogy.com https://gujjulogy.com Sat, 31 Oct 2020 15:30:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png james bond – Gujjulogy.com https://gujjulogy.com 32 32 જેમ્સ બોન્ડ (James Bond) સીન કૉનરી (Sean Connery) નું ૯૦ વર્ષની ઉમરે અવસાન https://gujjulogy.com/james-bond-sean-connery-is-no-more/ https://gujjulogy.com/james-bond-sean-connery-is-no-more/#respond Sat, 31 Oct 2020 15:30:55 +0000 https://gujjulogy.com/?p=620  

જેમ્સ બોન્ડ (James Bond) એક્ટાર સીન કૉનરી(Sean Connery) નું અવસાન થયું છે. મીડિયાના અહેવાલ મુજબ પ્રસિદ્ધ બ્રિટિશ અભિનેતા સીન કૉનરી હવે આપણી વચ્ચે રહ્યા નથી

જેમ્સ બોન્ડ (James Bond) એક્ટાર સીન કૉનરી(Sean Connery) નું શનિવારે અવસાન થયું છે. બીબીસીના એક રીપોર્ટ પ્રમાણે જેમ્સ બોન્ડ શ્રેણીની ૭ ફિલ્મમાં જેમ્સ બોન્ડનું મુખ્ય કિરદાર નિભાવનાર પ્રસિદ્ધ અભિનેતા સીન કૉનરીનું ૯૦ વર્ષની ઉમરે અવસાન થયું છે.
આ મહાન કલાકારને તેની એક્ટિંગ માટે અનેક મોટા ગજાના એવોર્ડ મળ્યા છે. ઓસ્કાર, ત્રણ ગોલ્ડન ગ્લોબ અને બે બાફ્ટા એવોર્ડ આમાં સામિલ છે.

સીન કૉનરી સ્કૉટિશ મૂળના હતા પરંતું તેમણે હોલીવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી. જેમ્સ બોન્ડ શ્રેણીમાં જે લોકોએ જેમ્સ બોન્ડ તરીકેની મુખ્ય ભુમિકા નિભાવી છે તેમાં લોકોએ સીન કોનરીને વધારે પસંદ કર્યા હતા. “ધી હંટ ફોર રેડ ઓક્ટોબર”, “ઇન્ડિયાના જોન્સ ઍન્ડ ધી લાસ્ટ ક્રુસેડ” અને “ધી રોક” તેમની અન્ય સુપ્રસિદ્ધ ફિલ્મો છે.

સીન કૉનરીને ‘ધી અનટચેબલ્સ’ ફિલ્મ માટે પહેલી વાર ૧૯૮૮માં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે આઈરિશ પોલિસ ઓફિસરની ભુમિકા નિભાવી હતી. આ જ વર્ષે ઓગષ્ટમાં તેમણે ૯૦મો જન્મ દિવસ ઉજવ્યો હતો…

]]>
https://gujjulogy.com/james-bond-sean-connery-is-no-more/feed/ 0