Jyotish Shastra – Gujjulogy.com https://gujjulogy.com Sun, 13 Aug 2023 10:33:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Jyotish Shastra – Gujjulogy.com https://gujjulogy.com 32 32 આ અઠવાડિયાનું ભવિષ્યફળ | Bhavishyafal in Gujarati https://gujjulogy.com/bhavishyafal-in-gujarati/ https://gujjulogy.com/bhavishyafal-in-gujarati/#respond Sun, 13 Aug 2023 10:33:30 +0000 https://gujjulogy.com/?p=1551

આ અઠવાડિયાનું ભવિષ્યફળ | Bhavishyafal in Gujarati

મેષ
આ સપ્તાહમાં તમને સહકારની જરૂર પડશે. પૈસાની લેવદ-દેવડમાં ખૂબ ધ્યાન રાખવું. આત્મવિશ્વાસ વધે. પ્રવાસનું આયોજન કરવું હોય પણ મુશ્કેલ લાગે. પરિવાર માટે ખર્ચ થાય અને પ્રશંસા પણ મળશે.

વૃષભ
પરિવાર સાથે જોડાયેલા રહેશો, આ આનંદનો સમય છે. ખૂબ પ્રેમ મળશે. નિરાશા દૂર થશે, આનંદના કારણે સ્વસ્થ પર સારુ થશે. ખરાબ અનુભવમાંથી બહાર આવશો. આત્મવિશ્વાસ વધશે. તમારો સારો સમય છે. થોડા ગંભીર બનો

મિથુન
સંબંધો સાચવજો, ધ્યાન રાખીને બોલવાનું રાખજો, સંબંધો બગડી શકે છે. ઉર્જા જળવાઈ રહેશે. નિર્ણય શાંતિથી લેજો તો સારા નિર્ણય લેવાશે. ઉત્સાહ ખૂબ વધશે. ભાવાત્મક બનશોમ લાગણીશીલ બનશો.

કર્ક
તમારી ચિંતાઓ ઘટી શકે છે. તમે આગળ વધવા કપટરહિત પ્રયાસ કરશો. આ પ્રયાસના કારણે તમારમાં ક્રિએટીવીટી વધશે. મન પ્રફૂલ્લીત રહેશે. સંબંધ સુધરશે જેની સાથે સારા સંબંધ છે તે વધુ સારા થશે. વિવાદ અને મતભેદ દૂર થશે.

સિંહ
કાર્ય કરીને તમારી કાર્યક્ષમતા બતાવવાનો આ સમય છે. વાતચીત કરવાથી સંબંધો વધુ સુધરે તેમ છે. આ સમય પસિદ્ધ થવાનો છે. ઓળખાણ વધી શકે છે. વધુ ખર્ચ ન થઈ જાય તેનું ધ્યાન રાખો. બચત કરવી પડશે.

કન્યા
જીતનો અવસર છે. તમામ ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. બસ જે મેળવું છે તેની મનથી ઇચ્છા કરો અને તે દિશામાં કામ કરો. નવા ટાર્ગેટ બનાવો, તેના પર કામ કરો, આગાળ વધશો. બધાને માન આપજો, તમારું કામ અટકવાનું નથી

તુલા
આ સમયમાં તમારામાં એક ગજબનો ઉત્સાહ હશે. આ ઉત્સાહને લાભમાં ફેરવાનો પ્રયત્ન કરજો. ગુસ્સો બિલકુલ ન કરતા. શાંતિથી બધુ કામ કરજો. રોકાયેલા કામ પૂર્ણ થઈ શકે તેમ છે. મિત્રો સાથે પણ સારુ બનશે.

વૃશ્ચિક
આપના માટે થોડો ચિંતાનો સમય છે. સ્વાસ્થ ખૂબ જાળવજો. ઉપવાસ કરવાથી ફાયદો થાય એમ છે. તમારી ક્ષમતામાં તો વધારો જ થશે. ક્ષમતા દેખાડવાનો આ સમય છે. શાંતિ માટે સજાગ બનો. શરીર પર પણ ધ્યાન આપો

ધન
આ સમયમાં તમારો ખર્ચ વધી શકે છે. કોઇની મદદ કરવામાં તમારો ખર્ચ વધી શકે છે. મદદ કરવાથી આનંદ અને સંતોષમાં વધારો થશે. લાગણીઓને કાબૂમાં રાખજો. સંવેદનશીલ હોવાના કારણે મન થોડું વ્યાકૂળ રહી શકે છે.

મકર
વ્યવસાયમાં સફળતા મળવાનો સંજોગ છે. થોડું ધ્યાન આપો. બસ મનથી કામ કરતા રહો આ સમય તમારો છે. તમારા પ્રયત્નોનું ફળ તમને મળવાનું છે. બસ શ્રેષ્ઠ બનીને શ્રેષ્ઠ કામ કરતા રહો. આ સમય પ્રગતિશીલ છે.

કુંભ
આનંદમાં રહેવાનો આ સમય છે. સમસ્યાઓ આવશે છતા તમે ચિંતા વગર આનંદમાં રહી શકશો. આત્મવિશ્વાસ વધશે. પરિવારનો સારો સાથ મળશે. પરિપક્વતા વધશે જેની અસર સંબંધો પર પરશે. સંબંધ હૂંફાળા બનશે.

મીન
તમારી જીવનશૈલી સુધારવાનો આ સમય છે. જીવનશૈલી સુધરશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય પર સુધરશે. આત્મવિશ્વાસ વધશે. ટીકાથી દૂર રહેજો. લોકોનું બહુ ના વિચારતા. બોલવા વાળાને બોલવા દો. તમે કામમાં ધ્યાન આપો. ઘણો સુધાર તમે લાવી શકશો.

 

 

]]>
https://gujjulogy.com/bhavishyafal-in-gujarati/feed/ 0
Most honest rashi આ પાંચ રાશિવાળા લોકો ખૂબ ઇમાનાદાર હોય છે, કોઇને દગો આપતા નથી https://gujjulogy.com/most-honest-rashi/ https://gujjulogy.com/most-honest-rashi/#respond Wed, 29 Sep 2021 06:09:46 +0000 https://gujjulogy.com/?p=1348  

Most honest rashi  | રાશિફળમાં કે જ્યોતિષીમાં માનતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જ્યોતિષશાસ્ત્ર સાથે પણ વિજ્ઞાન જોડાયેલું છે. આનું એક અલગ ગણિત છે. આ ગણિતના આધારે કહી શકાય કે આ પાંચ રાશિઓના લોકો ઇમાનદાર હોય છે. ઝડપથી કોઇને દગો દેતા નથી. આવો જાણીએ તે રાશિઓ કઈ છે.

 

મેષ (Aries)

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રાશિના લોકો ઇમાનદાર હોય છે. સંબંધોને તેઓ ઇમાનદારીની નિભાવે છે અને સાચવે છે. ઇમાનદાર લોકોના સંબંધ બધા સાથે સારા હોય છે અને લોકો પણ આવા ઇમાનદાર વ્યક્તિ સાથે સંબંધ સારા રહે તેની સાવચેતી રાખતા હોય છે. આ રાશિના લોકોનું માનવું હોય છે કે સત્ય ગમે એટલું કડવું હોય પોતાના સાથીને તે બધુ જ સત્ય જણાવે છે. ખોટું બોલવું એના કરતા કડવું સત્ય જણાવવું તેમને વધારે પસંદ પડે છે. બને એટલા સંબંધો સાચવતા તેમને આવડે છે.

સિંહ (Leo)

આ રાશિના લોકો સિંહ જેવા હોય છે પણ શક્ય હોય ત્યાં સુધી તેઓ બીજાની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડતા. તેમની ભાવનાઓની કદર કરે છે. આ લોકોની એક ખાસિયત હોય છે કે આ રાશિના લોકો કોઇના ખોટા વખાણ કરી શકતા નથી. સિંહ રાશિના લોકોનું માનવું હોય છે કે વખાણ કરવા તો તે સાચા હોવા જોઇએ નહીંતર ન કરવા જોઇએ.

કન્યા (Virgo)

કન્યારાશિના લોકો ખૂબ જ આદર્શવાદી હોય છે. આદર્શ તેમના માટે પ્રથમ હોય છે. આ રાશિના લોકો દરેક સાથે ન્યાય કરવામાં માનતા હોય છે. હંમેશાં સત્ય બોલવું તેમને ગમે છે. શબ્દોની ફૂલગુંથણી કરી સારી-સારી વાતો કરવી તેમને ગમતી નથી. સ્પષ્ટ વાત કરવી તેમને ગમે છે. આ રાશિના લોકો જે અનુભવે છે તેને સ્પષ્ટ રીતે રજૂ પણ કરી દે છે.

ધન (Sagittarius)

આ રાશિના લોકો પણ ખૂબ ઇમાનદાર ગણાય છે. જો કે તે બોલવામાં બહુ વિચારતા નથી. તેમની તાસિર જ એવી હોય છે કે તે ગમે ત્યારે ગમે તે બોલી દે છે. તેઓ ભોળા હોય છે. કોઇને નુકસાન પહોંચાડવાની તેમની ભાવના ક્યારેય હોતી નથી. વિશ્વાસ સાથે બોલવાની તેમની હિંમત હોય છે.

મકર ( Capricorn )

મકર રાશિના લોકોને ઇમાનદારી સૌથી વધારે પ્રિય હોય છે. આવા લોકો હંમેશાં સત્ય બોલે છે. તેઓ ક્યારેય કોઇને ઠેસ પહોંચાડવામાં માનતા નથી. આ રાશિના લોકો સામેની વ્યક્તિ માટે જે અનુભવે તે સ્પષ્ટ રીતે તેમને જણાવી દે છે. આ રાશિના લોકોને લાગે છે કે ખોટું બોલવાથી સંબંધ બગડે છે માટે ખોટું ક્યારેય ન બોલવું જોઇએ….

 

નોંધ – આગળ જણાવ્યું તેમ આ એક ગણિત છે, વિજ્ઞાન છે. સમય અને સંજોગો પ્રમાણે માણસની પ્રકૃતિ બદલાતી હોય છે. અહીં આ રાશિના જ્યોતિષશાસ્ત્રના વિજ્ઞાન પ્રમાણે જે સરેરાશ ગુણ હોય છે તેની અહીં ચર્ચા કરવામાં આવી છે.

]]>
https://gujjulogy.com/most-honest-rashi/feed/ 0
Jyotish Shastra | તમામ પ્રકારના સંકટોથી બચવાના ૬ ચમત્કારિક રસ્તાઓ https://gujjulogy.com/jyotish-shastra-in-gujarati/ https://gujjulogy.com/jyotish-shastra-in-gujarati/#respond Wed, 21 Apr 2021 14:13:57 +0000 https://gujjulogy.com/?p=985  

Jyotish Shastra in Gujarati | રોજે રોજ કંઈકને કંઈક મુશ્કેલી આવે છે? સારા કામમાં સો વિઘ્નો ઉભા થાય છે? કંઈ જ સારુ નથી થતું તો આ રહ્યાં ઉપાયો.

Jyotish Shastra | ગણેશજી અને હનુમાનજી એટલે વિઘ્નહર્તા અને સંકટ મોચન

ભગવાન શ્રી ગણેશને આપણે વિઘ્નહર્તા તરીકે પૂજીએ છીએ અને હનુમાનજીને સંકટ મોચન તરીકે ભજીએ છીએ. જીવનમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો કે સંકટ આવે એટલે સૌથી પહેલાં મંંગળવારે ગણેશજી અને શનીવારે હનુમાનજીની પૂજા અર્ચના શરૂ કરી દો. નિયમિત રીતે આ પ્રકારે સેવાપૂજા કરવાથી ગણેશજી અને હનુમાનજી તમારા જીવનમાં સંકટનો છાંટો પણ નહીં રહેવા દે.

 

Jyotish Shastra | નારિયેળનો ઉતારો કરો અને સંકટ ભગાડો

એક પાણીદાર લીલું નારિયેલ લો. મંગળવારે કે રવિવારે સૂરજ ઢળી જાય પછી ઘરના કર્તાહર્તા અને મુખ્ય સભ્યને મુખ્ય દરવાજામાં ઉભા રાખા. માથેથી એ પાણીદાર નારિયેળને એકવીસવાર ઉતારો. પછી એના ડાબા પગે અડાડો. આ વિધિ કર્યા પછી જેના પરથી નારિયેળ ઉતાર્યુ હોય એણે તરત જ પગ ખંખેરીને, સાફ કરીને સ્નાન કરી લેવું અને જે વ્યક્તિએ આ કાર્ય કર્યું હોય એણે ચૂપચાપ નજીકના ચાર રસ્તે જઈને એ નારિયેળ મુકી આવવું. આવું કરવાથી અચાનક આવેલા કષ્ટોથી તાત્કાલિક મુક્તિ મળશે.

 

 

Jyotish Shastra | પશું-પંખીને ભોજન કરાવો

સંકટ એ એક આગ છે અને જ્યારે કોઈની આંતરડી ઠરે ત્યારે એ આગ બુઝાઈ પણ શકતી હોય છે. માટે કીડી, ગાય, કુતરો, કાગડો, માછલી વગેરે પશુ-પંખી, જીવ-જંતુંઓને હંમેશાં કંઈકનું કંઈક ભોજન કરાવો. કીડી માટે કિડિયારું પુરો, કુતરા અને ગાયને રોટલી આપો અને માછલીને લોટ આપો. વગેરે સૌને અનુકુળ ભોજન સૌને કરાવો. આનાથી પિતૃઋણ, દેવું, બિમારી, માનસિક તાણ, બાળકોની ચિંતા, લગ્ન સંબંધિત પ્રશ્નો વગેરેનું તાત્કાલિક નિરાકરણ આવે છે.

 

Jyotish Shastra | માથા પર તાંબાના લોટાનો પ્રયોગ

એક તાંબાના લોટામાં ચોખ્ખુ જળ ભરીને એમાં થોડું લાલ ચંદન નાંખીને સમગ્ર જળને હલાવી નાંખો. તમે જ્યાં સુતા હોય ત્યાં માથા પાછળ કોઈ ટેબલ વગેરે મુકીને માથાની લગોલગ આ લોટો ઢાંકીને મુકી દો. આવું કરવાથી તમારા માથા પર આવેલો ભાર ધીમે ધીમે એ જળમાં ચાલ્યો જાય છે. સવારે પ્રાતઃકાળે ઉઠીને એ જળને તુલસી ક્યારામાં રેડી દો. આવું અવિરત ૧૧ દિવસ સુધી કરવાથી તમારા તમામ સંકટો દૂર થઈ જશે.

 

Jyotish Shastra | કાંસાની કટોરી અને સરસોનુ તેલ

કોઈ પણ શનીવારના દિવસે કાંસાની કટોરીમાં સરસોનું તેલ ભરો અને એમાં કોઈ પણ પાંચ સિક્કા નાંખો. એ પછી એ ભરેલા પાત્રમાં તમારો પોતાનો પડછાયો જુઓ. પછી એ કટોરી, તેલ અને સિક્કા સહિત શનીદેવના મંદીરે મુકી આવો. આવું પાંચ શનીવાર સુધી કરો અને તમારું ભાગ્ય ચમકાવો. આ પ્રયોગ અત્યંત કારગત છે. જીવનમાં રોજબરોજ સંકટ આવતા હશે તો બીજા જ દિવસથી એ દૂર થઈ જશે.

 

Jyotish Shastra | ગોળ, ઘી અને ભાતનો ધૂપ

હિન્દુ ધર્મમાં ધૂપ દેવાનું અને દીપ પ્રગટાવવાનું ખુબ મોટું મહત્વ છે. તમારા જીવનમાં આવનારા અણધાર્યા સંકટો અને પરેશાનીઓને દૂર કરવા માટે તમારે ધૂપનો પ્રયોગ કરવાનો છે. કોઈ પણ અગિયારસ, તેરસ, ચૌદસ, અમાસ અને પૂનમના દિવસો સિવાય તમારા ઘરના મંદીર પાસે બેસીને એક ધૂપ સળગાવોે. જેમાં કોલસા અથવા લાકડાના અંગારા હોય એ જરૂરી છે. આ દિવસે રાંધેલા ભાત, ગોળ અને ઘીનો ધૂપ એ અંગારામાં હવન કરો અને બધા જ દેવતાઓને અર્પણ કરો. યાદ રહે આ તમારા પિતૃઓને અર્પણ નથી કરવાનું. માત્ર એક જ વાર આ પ્રયોગ કરવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના અણધાર્યા સંકટો નહીં આવે.

 

મિત્રો, બસ આટલા ઉપાયો કરશો તો અચાનક અને રોજબરોજ આવતા તમારા સંકટો હંમેશાં માટે દૂર થઈ જશે.

***

ગુજ્જુલોજી (Gujjulogy) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી (Gujjulogy) સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/jyotish-shastra-in-gujarati/feed/ 0