jyotishi – Gujjulogy.com https://gujjulogy.com Wed, 29 Sep 2021 06:21:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png jyotishi – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Most honest rashi આ પાંચ રાશિવાળા લોકો ખૂબ ઇમાનાદાર હોય છે, કોઇને દગો આપતા નથી https://gujjulogy.com/most-honest-rashi/ https://gujjulogy.com/most-honest-rashi/#respond Wed, 29 Sep 2021 06:09:46 +0000 https://gujjulogy.com/?p=1348  

Most honest rashi  | રાશિફળમાં કે જ્યોતિષીમાં માનતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જ્યોતિષશાસ્ત્ર સાથે પણ વિજ્ઞાન જોડાયેલું છે. આનું એક અલગ ગણિત છે. આ ગણિતના આધારે કહી શકાય કે આ પાંચ રાશિઓના લોકો ઇમાનદાર હોય છે. ઝડપથી કોઇને દગો દેતા નથી. આવો જાણીએ તે રાશિઓ કઈ છે.

 

મેષ (Aries)

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રાશિના લોકો ઇમાનદાર હોય છે. સંબંધોને તેઓ ઇમાનદારીની નિભાવે છે અને સાચવે છે. ઇમાનદાર લોકોના સંબંધ બધા સાથે સારા હોય છે અને લોકો પણ આવા ઇમાનદાર વ્યક્તિ સાથે સંબંધ સારા રહે તેની સાવચેતી રાખતા હોય છે. આ રાશિના લોકોનું માનવું હોય છે કે સત્ય ગમે એટલું કડવું હોય પોતાના સાથીને તે બધુ જ સત્ય જણાવે છે. ખોટું બોલવું એના કરતા કડવું સત્ય જણાવવું તેમને વધારે પસંદ પડે છે. બને એટલા સંબંધો સાચવતા તેમને આવડે છે.

સિંહ (Leo)

આ રાશિના લોકો સિંહ જેવા હોય છે પણ શક્ય હોય ત્યાં સુધી તેઓ બીજાની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડતા. તેમની ભાવનાઓની કદર કરે છે. આ લોકોની એક ખાસિયત હોય છે કે આ રાશિના લોકો કોઇના ખોટા વખાણ કરી શકતા નથી. સિંહ રાશિના લોકોનું માનવું હોય છે કે વખાણ કરવા તો તે સાચા હોવા જોઇએ નહીંતર ન કરવા જોઇએ.

કન્યા (Virgo)

કન્યારાશિના લોકો ખૂબ જ આદર્શવાદી હોય છે. આદર્શ તેમના માટે પ્રથમ હોય છે. આ રાશિના લોકો દરેક સાથે ન્યાય કરવામાં માનતા હોય છે. હંમેશાં સત્ય બોલવું તેમને ગમે છે. શબ્દોની ફૂલગુંથણી કરી સારી-સારી વાતો કરવી તેમને ગમતી નથી. સ્પષ્ટ વાત કરવી તેમને ગમે છે. આ રાશિના લોકો જે અનુભવે છે તેને સ્પષ્ટ રીતે રજૂ પણ કરી દે છે.

ધન (Sagittarius)

આ રાશિના લોકો પણ ખૂબ ઇમાનદાર ગણાય છે. જો કે તે બોલવામાં બહુ વિચારતા નથી. તેમની તાસિર જ એવી હોય છે કે તે ગમે ત્યારે ગમે તે બોલી દે છે. તેઓ ભોળા હોય છે. કોઇને નુકસાન પહોંચાડવાની તેમની ભાવના ક્યારેય હોતી નથી. વિશ્વાસ સાથે બોલવાની તેમની હિંમત હોય છે.

મકર ( Capricorn )

મકર રાશિના લોકોને ઇમાનદારી સૌથી વધારે પ્રિય હોય છે. આવા લોકો હંમેશાં સત્ય બોલે છે. તેઓ ક્યારેય કોઇને ઠેસ પહોંચાડવામાં માનતા નથી. આ રાશિના લોકો સામેની વ્યક્તિ માટે જે અનુભવે તે સ્પષ્ટ રીતે તેમને જણાવી દે છે. આ રાશિના લોકોને લાગે છે કે ખોટું બોલવાથી સંબંધ બગડે છે માટે ખોટું ક્યારેય ન બોલવું જોઇએ….

 

નોંધ – આગળ જણાવ્યું તેમ આ એક ગણિત છે, વિજ્ઞાન છે. સમય અને સંજોગો પ્રમાણે માણસની પ્રકૃતિ બદલાતી હોય છે. અહીં આ રાશિના જ્યોતિષશાસ્ત્રના વિજ્ઞાન પ્રમાણે જે સરેરાશ ગુણ હોય છે તેની અહીં ચર્ચા કરવામાં આવી છે.

]]>
https://gujjulogy.com/most-honest-rashi/feed/ 0
Monday Prayer સોમવારના દિવસે કરેલા આ કાર્યો તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે… https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/ https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/#respond Mon, 02 Nov 2020 12:33:45 +0000 https://gujjulogy.com/?p=635

Monday Prayer સંતાન નથી થતાં? બાળકો ભણવામાં ધ્યાન નથી આપતા? મહેનતનું યોગ્ય ફળ નથી મળતું? તો આ ઉપાયો જરૂર કરો.

 

Monday Prayer સોમવાર એટલે ભગવાન શંકરનો વાર. શિવજીને અત્યંત પ્રિય આ દિવસ છે એટલે જ આ દિવસે લોકો શિવ આરાધના અને ઉપવાસ કરતાં હોય છે. સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રો અનુસાર સોમવાર ચંદ્ર ગ્રહનો પણ દિવસ છે. આ દિવસે શિવજી સાથે સાથે ચંદ્રને પણ પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપવાસ અને પૂજા અર્ચના કરવાનું શાસ્ત્રોમાં દર્શાવામાં આવ્યું છે. અહીં એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે કરવાથી આપને ભગવાન શિવ અને ચંદ્રમાના આશિર્વાદ પ્રાપ્ત થશે અને આપની બધી જ સમસ્યાઓ દૂર થશે અને મનોકામનાઓ પૂર્ણ થશે.

શિવલીંગ પર દૂધ અને મધનો અભિષેક

સોમવારના દિવસે સવારે વહેલાં ઉઠીને સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરીને શિવજીની આરાધના કરો. મંદીરે અથવા આપના ઘરમાં હોય તે શિવલિંગ પર પ્રથમ જળનો અભિષેક કરો. ત્યારબાદ તાંબાના એક કળશમાં દૂધ અને મધને મિશ્રિત કરીને તેનો અભિષેક કરો. આ ઉપરાંત ૧૧ બિલિપત્રો શિવલીંગ પર ચડાવો અને શિવજીની મૂર્તિ સામે લવિંગ અને કપૂરની ગોટી મુકી ઘીનો દીવો કરીને શિવલીંગની અને શિવજીની પૂજા કરો.

લવીંગ અને કપૂરની ગોટીનો ઉપાય

શિવલીંગ પર અભિષેક થઈ ગયા બાદ શિવજીની મૂર્તિ સમક્ષ મુકેલા લવીંગ અને કપુરીની ગોટીઓ લઈને તમારી જમણા હાથની હથેળીમાં મુકીને મુઠ્ઠી બંદ કરી દો. મુઠ્ઠી બંદ કર્યા બાદ તમારી આંખો પણ બંદ કરી દો અને ભગવાન શિવ સમક્ષ તમારી બધી જ સમસ્યાઓ મનોમન રજુ કરી દો અને તેમાંથી ઉગારવા માટે તેમને પ્રાર્થના કરો.

સમસ્યાઓ પણ સળગી જશે..

લવીંગ અને કપુરની ગોટીઓ મુઠ્ઠીમાં બંદ રાખીને પ્રાર્થના કરી લીધા બાદ જાે તમે ઘરે જ પૂજા કરતાં હોય તો કોઈ પણ શિવ મંદિરે તમારે જવાનું છે. ત્યાં શિવલીંગ પર જે અભિષેક થતો હોય તેમાં એ લવીંગ અને કપુરની ગોટીને ભીંજવો અને થોડીવાર પછી બંનેને આગ સળગાવીને પ્રગટાવી દો. આમ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ સળગીને રાખ થઈ જશે.

માત્ર સફેદ પદાર્થોનું જ સેવન

સોમવારનો દિવસ ચંદ્રમાનો દિવસ પણ છે તેથી ચંદ્રમાની પૂજા પણ કરવી જરૂરી છે. ચંદ્રમાની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારના દિવસે ભોજનમાં માત્ર અને માત્ર સફેદ પદાર્થો જ ગ્રહણ કરો. દાખલા તરીકે દૂધ, ભાત, સફેદ તલ, અખરોટ જેવી ચીજાે કે તેની બનાવટની વાનગીઓ જ ખાવ. યાદ રહે કે જે વાનગીઓ બનાવો તે પણ સફેદ જ હોવી જાેઈએ. તેમાં કોઈ મરી, મસાલા, તેલ નાંખીને તેને બદલો નહીં. આમ આખો દિવસ સફેદ વસ્તુઓનું સેવન કરવાથી ચંદ્રમા ખૂબ જ પ્રસન્ન થાય છે.

દાન અને ભોજન

જે રીતે સોમવારના દિવસે સફેદ વસ્તુઓનું ભોજન કરવાનો મહિમા છે એ જ રીતે સોમવારના દિવસે ખીરનો પ્રસાદ ચડાવીને પછી તેનું દાન કરવાનો પણ મહિમા છે. બને તો દર સોમવારે ખીર બનાવીને પાંચ કે વધારે સાધુ, સંતો, કુંવારીકાઓ અથવા અન્ય બાળકો કે ગરીબ અને ભુખ્યાને જમાડો. શિવજી અને ચંદ્રમાં બંને તમારા પર પ્રસન્ન થશે.

ગાય માતાની પૂજા

હિન્દુ સંસ્કૃતિ અનુસાર ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. ગાય માતા જ્યાં હોય ત્યાં સદા સર્વદા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે સફેદ ગાયને રોટલી અને ગોળ ખવરાવવો. ગાય માતાના માથે ચાંદલો કરો અને તેના મસ્તકને હાથ લગાડીને તેને પંપાળો. તેની પૂજા કરો. આવું કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે.

માછલીઓને લોટ ખવરવો

જે વ્યક્તિઓને ધનની અતિશય કમી રહેતી હોય. ખૂબ મહેનત છતાં પણ પૈસા બચતા ના હોય અથવા તો ઘર ચાલી શકે તેટલું કમાઈ જ ના શકાતું હોય તેમના માટે સોમવારે એક અફર કાર્ય કરવા જેવું છે. સોમવારના દિવસે સવારે કે સાંજે જળશયમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવરાવો. બસ આટલું જ કરવાથી તમારા ઘરમાં રહેલી ધનની કમી દૂર થઈ જશે.

સંતાન પ્રાપ્તી અચૂક થશે

જે લોકોને સંતાન નથી થતા તેમના માટે તો શિવજીની પૂજા અક્સિર ઈલાજ છે. શિવજીની પૂજા કરવાથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. જો તમે સંતાન સુખથી વંચિત હો તો દર સોમવારે શિવજીના મંદીરે જઈને શિવલીંગ પર દૂધ અને ખાંડના મિશ્રણનો અભિષેક કરો. આપની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂર્ણ થશે.

બાળકો ભણતા નથી એનો ઉપાય

જો તમારા બાળકોનું મન અભ્યાસમાં ના લાગતું હોય, તે ભણવામાં ધ્યાન ના આપતા હોય તો સોમવારના દિવસે દર સોમવારે શિવજીના મંદીરે જઈને જવ ચડાવો. આ રીતે નિયમિત કરવાથી થોડા જ સમયમાં તમારા બાળકની બુદ્ધિશક્તિમાં વધારો થશે. તેની સ્મરણશક્તિ ખીલશે. તે આપો આપ ભણવા માંડશે અને સારા ગુણો પ્રાપ્ત કરશે.

મિત્રો, આ કાર્યો કરવાથી તમારા પર ચંદ્ર દેવ અને શિવ બંનેની અપાર કૃપા વરસે છે. અને તમને ધન, વૈભવ, યશ અને કીર્તિ મળે છે.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/astrology-tips-for-shiv-puja-on-monday-prayer/feed/ 0