Labh Pancham – Gujjulogy.com https://gujjulogy.com Fri, 13 Nov 2020 07:37:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Labh Pancham – Gujjulogy.com https://gujjulogy.com 32 32 લાભ પાંચમ Labh Pancham નું આ કાર્ય જોબ અને બિઝનેસમાં ગજબ તરક્કી કરાવશે https://gujjulogy.com/labh-pancham-gujarati/ https://gujjulogy.com/labh-pancham-gujarati/#respond Fri, 13 Nov 2020 07:37:11 +0000 https://gujjulogy.com/?p=666 કારતક મહિનાની સુદ પાંચમનો દિવસ એટલે લાભ પાંચમ Labh Pancham . દિવાળીની રજાઓ બાદ આ દિવસે સૌ લોકો પુનઃ પોતાનો નોકરી – ધંધો શરૂ કરતા હોય છે અથવા તો નવા ધંધા-રોજગારનો પ્રારંભ પણ કરતાં હોય છે. હિન્દુ શાસ્ત્રો ( Hindu Shastra ) માં લાભ પાંચમનું મહત્વ ખૂબ જ છે. નોકરી, ધંધા અને કારોબાર માટે લાભ પાંચમને ઉત્તમ દિવસ માનવામાં આવે છે. લાભ પાંચમ માત્ર નવા ધંધા કે જુના ધંધાના શુભ મૂહુર્તનો દિવસ જ નથી પણ જ્ઞાનનો દિવસ પણ છે. તેથી જ લાભ પાંચમને જ્ઞાન પંચમી, લેખની પંચમી, સૌભાગ્ય પંચમી વગેરે નામે પણ ઓળખવામાં આવે છે.

ધંધા અને સંબંધો બધામાં નુકસાન થતું હોય તો

જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે માનવી ગમે તેટલાં પ્રયત્નો કરે તો પણ એને કોઈ પ્રકારના લાભ થતાં જ હોતા નથી. એ ધંધો કરે તો પણ નુકસાન અને સંબંધો બાંધે તો પણ નુકસાન. જો તમારી સાથે પણ આવું થતું હોય તો લાભ પાંચમ ખૂબ ઉત્તમ છે. લાભ પાંચમ કોઈ પણ કાર્યમાં લાભ કરાવતો દિવસ છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરીને સુર્ય દેવને જળ ચડાવો. શૂભ મૂહુર્ત જોઈને ઘરમાં શિવ-પાર્વતીની પ્રતિમા અથવા છબીને સ્થાપિત કરો. ત્યારબાદ એક આખી સોપારી લઈને તેના પર નાડાછડી બાંધો. એને બાજોઠ પર મુકીને એની બાજુમાં શ્રી ગણેશ ભગવાનની છબી કે પ્રતિમા મુકો. પછી અક્ષત, કંકુ, સિંદૂર, ફુલ, ચંદનથી ગણેશજીની પૂજા કરો તથા ભસ્મ, બિલીપત્ર, ધતુરો ચડાવીને શિવ-પાર્વતીની પૂજા કરો. આ કાર્ય કરવાથી લાભ પંચમી તમારા માટે ખરા અર્થમાં આખુ વર્ષ લાભ આપનારી બની રહેશે.

શ્રીફળનું પાણી છાંટો

જો તમને ધંધામાં ધારી સફળતા ના મળતી હોય કે નોકરીમાં પણ ધાર્યા પરિણામો પ્રાપ્ત ના થતા હોય, પ્રમોશન ના થતું હોય તો હવે તમે જ્યારે કાર્ય શરૂ કરો ત્યારે ખાસ રૂપે લાભ પાંચમના દિવસે સવારે સારા મૂહુર્તમાં કામ શરૂ કરજો. નોકરી કે ધંધાનુ કામ શરૂ કર્યા પહેલાં એક શ્રીફળ વધેરો. એનું પાણી તમારા કાર્ય સ્થાન પર ચારે તરફ છાંટી દો. તમારા કામના સાધનો – ટેબલ, કોમ્પ્યૂટર કે અન્ય કોઈ સાધનો – હથિયારો વગેરેને પાંચ ચાંદલા કરો. એ પછી તમારા કુળદેવતા કે કુળદેવી અને ભગવાન ગણેશ તથા શિવજીનું સ્મરણ કરો તેને વંદન કરીને કાર્યનો પ્રારંભ કરો. લાભ અચૂક થશે.

ખરીદી માટે ઉત્તમ ખરુ પણ સર્વોત્તમ બનાવો

તમે ધંધા માટે કોઈ વસ્તુ ખરીદવા માંગતા હો કે કોઈ વાહન ખરીદવા માંગતા હો તો લાભ પાંચમ એ સારામાં સારુ મૂહુર્ત છે. પણ એનો વિશેષ લાભ મેળવવા માટે આ દિવસે તમે જે પણ ખરીદો વસ્તુ કે વાહનને પૂર્વ દિશામાં મુકીને એના પર ગંગાજળનો છંટકાવ કરો. તથા એ પછી ગુગળનો ધૂપ કરીને એનો ધૂમાડો એ વસ્તે કે વાહનને અડાડો. આમ કરવાથી તમને લાભ પાંચમના શુભત્વનો સર્વોત્તમ લાભ થાય છે. તમારા માટે મૂહુર્ત સર્વોત્તમ બની જાય છે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો લેખકો માટેનો પ્રયોગ

લાભ પાંચમ લક્ષ્મીજી સાથે સાથે સરસ્વતી દેવીનો પણ દિવસ છે. એટલે જ આ દિવસને જ્ઞાન પંચમી પણ કહેવાય છે. આ દિવસે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરો, લેખકો જે લેખન એટલે કે જ્ઞાનના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એવા લોકોએ માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવી જોઈએ. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ લાભ પાંચમના દિવસે સવારે સૂર્યોદય વખતે ઠંડા જળથી સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કરવી. તેમને સફેદ ફુલની માળા ચડાવવી. તેમના ચરણોને મોરપિચ્છથી સાફ કરવા. તેમની સામે ચંદનની અગરબતી પ્રગટાવવી અને ગાયના ઘીનો દીવો કરવો. આમ કર્યા પછી નીચે આપેલા મંત્રોની એકસોને આઠ મણકાની ઓછામાં ઓછી પાંચ માળા કરવી.

‘ઓમ ઐં વાગ્યાદિન્યૈ ઐં ઓમ.’

આ પ્રયોગ કરનારા જ્ઞાન સાથે સંકળાયેલ વ્યક્તિની એવી પ્રગતિ થશે કે એણે પોતે પણ ધાર્યુ નહીં હોય.

આ પૂજાથી કદી નહીં આવે ધનની કમી

માત્ર ધન કે જ્ઞાનની જ વાત નથી. જો તમે કોઈ કષ્ટથી પીડાતા હો તો પણ લાભ પંચમીના દિવસે કરેલી પૂજા તમને અધિક લાભ કરાવે છે. તમામ પ્રકારના દુઃખો અને નુકસાનોથી બચવા માટેનો અને લાભ પ્રાપ્ત કરવા માટેનો આ એક સિદ્ધ પ્રયોગ છે જે તમારે લાભ પંચમીના દિવસે કરવાનો છે. સૌ પ્રથમ લાભ પાંચમના દિવસે તમે જે કરતાં હોય તે રેગ્યુલર પૂજા કરી દો. એ પછી ઘરમાં જાે તુલસીનો છોડ હોય તો ત્યાં પણ દીપ પ્રગટાવો. ત્યારબાદ એક એક પીળા રુંગનું કાપડ લઈને અભિમંત્રિત ગોમતી ચક્ર અને કાળી હળદર લઈને તેને એ કાપડમાં બાંધી દો. એ પોટલીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો. એ પછી એક મોટુ માટલું લો જે લાલ રંગના રંગે રંગાયેલું હોય. એ માટલાના મુખ પર એક મોટું જટાયુક્ત શ્રીફળ મુકીને એને ઢાંકી દો અને તેને નાડાછડીની બાંધી દો. સંધ્યા ઢળી જાય પછી ઘરના દરવાજે બાંધેલુ પોટલું અને આ શ્રીફળ વહેતી નદીમાં પધરાવી દો. બસ સમજો કે તમારા બધા જ દુઃખો અને ગેરલાભ કરાવતા નિમિત્તો પાણીમાં વહી ગયા. હવે તમને માત્ર લાભ અને લાભ જ હશે.

મિત્રો, લાભ પંચમીના આ સિદ્ધ કાર્યોથી તમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ રચી શકો છો. એક વાત નક્કી છે કે આ કાર્યો કરવાથી તમે જોબ અને બિઝનેસમાં ગજબ તરક્કી કરી શકશો.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/labh-pancham-gujarati/feed/ 0