| Learn from Mahabharata – Gujjulogy.com https://gujjulogy.com Wed, 06 Sep 2023 07:23:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png | Learn from Mahabharata – Gujjulogy.com https://gujjulogy.com 32 32 મહાભારતના આ નવ સૂત્રો દરેકે જીવનમાં ઉતારવા જેવા છે! learn from mahabharata https://gujjulogy.com/learn-from-mahabharata/ https://gujjulogy.com/learn-from-mahabharata/#respond Wed, 06 Sep 2023 07:21:46 +0000 https://gujjulogy.com/?p=1600

Learn from Mahabharata | મહાભારતને સમજો માત્ર ૯ વાક્યોમાં…આ નવ સૂત્રો આજે કળયુગમાં ખૂબ ઉપયોગી છે

‘મહાભારત’નાં સારસૂત્રો | Learn from Mahabharata

વિશ્વનો મહાગ્રંથ ‘મહાભારત’ વાંચવા-સમજવા-શીખવા જેવો છે. સમય અને રસ ના હોય તોપણ તેનાં માત્ર ૯ સાર-સૂત્રો જ દરેકના જીવનમાં ઘણાં ઉપયોગી નીવડે તેવાં છે.

Learn from Mahabharata

૧) સંતાનોની ખોટી જીદ અને માગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે
નિઃસહાય થઈજશો. – કૌરવો

૨) તમે ગમે તેટલા બળવાન હો,પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા, વરદાન, બધું જ નકામું થઈ જશે. – કર્ણ

3) સંતાનોને એટલાં મહત્ત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે. – અશ્વત્થામા

૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. -ભીષ્મપિતા

૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે.
-દુર્યોધન

૬) અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાન્ય વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવું જોઈએ, નહીં તો તે સર્વનાશ નોત૨શે. –ધૃતરાષ્ટ્ર

૭) વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો. – અર્જુન

૮) બધા સમયે-બધી બાબતોમાં છળકપટથી તમે બધે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાવ. – શકુનિ

૯) જો તમે નીતિ/ધર્મ, કર્મ, સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. – યુધિષ્ઠિર

 

]]>
https://gujjulogy.com/learn-from-mahabharata/feed/ 0