lifestyle – Gujjulogy.com https://gujjulogy.com Sun, 09 Jul 2023 07:10:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png lifestyle – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ઘરની આર્થિક સ્થિતિ બગડવાના ૧૦ મુખ્ય કારણ આ કારણો પર વિચાર કરવા જેવો છે – Economic crisis in family https://gujjulogy.com/10-reasons-to-economic-crisis-in-family/ https://gujjulogy.com/10-reasons-to-economic-crisis-in-family/#respond Sun, 09 Jul 2023 06:55:30 +0000 https://gujjulogy.com/?p=1361

10 reasons to economic crisis in family | આ લેખ મધ્યવર્ગના લોકો માટે છે. દેખા-દેખીમાં જરૂરિયાત વધી રહી છે, ખર્ચ પણ વધી રહ્યો છે પણ આવક ઘટી રહી છે. અને એનું પરિણામ શું આવે છે? પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે.

10 reasons to economic crisis in family |

૧ ઘરના બધા જ સભ્યો પાસે મોંઘા સ્માર્ટ ફોન હોવા

આજે સ્થિતિ કેવી છે? પહેલા આખા વિસ્તારમાં એક ફોન હતો આજે ઘરના સભ્ય હોય એટલા મોબાઇલ હોય છે. જરા વિચાર કરો. આજે સ્માર્ટ ફોન ૧૦ હજાર રૂપિયા કરતા નીચેની કિંમતનો સારો આવતો નથી. ઘરમાં ૬ સભ્યો હોય તો પણ ૬૦,૦૦૦ રૂપિયાના તો માત્ર મોબાઇલ જ આવે. આ મોબાઇલ પણ બે વર્ષે બદલવો પડે એટલે વર્ષે – બે વર્ષે આ ખર્ચો આવતો જ રહે. વળી તેને રીચાર્જ કરાવવાનો પણ ખર્ચો…આમ જરા વિચાર કરો…શું આ ફાલતું ખર્ચ નથી. એક ઘરમાં એક અથવા બે મોબાઇલ પૂરતા છે છતાં આપણે અર્થ વગર કેટલો ખર્ચ કરીએ છીએ…આની મધ્યમવર્ગીય પરિવારોના વાર્ષિક બજેટમાં ઘણી મોટી અસર થવા લાગી છે.

૨ દેખાદેખીમાં ક્ષમતા ન હોવા છતાં બહાર ફરવા જવાનો ટ્રેન્ડ

પહેલા આપણે ફરવા જતા હતા હવે આપણે સોશિયલ મીડિયા માટે ફોટા પાડવા જઈએ છીએ. પૈસા હોય કે ન હોય સ્ટેટસ દેખાડવા ફરવા જવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. દેખાડા કરવા કોઇને બતાવી દેવા આપણે કંઇક વધારે જ ફરવા લાગ્યા છીએ. ફરવું સારીવાત છે પણ તમારામાં બજેટમાં રહીને ફરવું જોઇએ. માત્ર કોઇને દેખાડી દેવા કે સ્ટેટસ દેખાડવા ફરવા જવાનું થાય તો તેના પર વિચાર કરવો જોઇએ. કેમ કે તેનાથી કોઇ ફાયદો થવાનો નથી, ખર્ચરૂપી નુકસાન જ થવાનું છે.

૩ બાઇકથી ચાલતું હોય છતાં સ્ટેટસ માટે કાર લેવાનો ટ્રેન્ડ

પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે છાતા ખૂબ ઓછી એવરેજ આપતી કારનું વેચાણ પણ વધી રહ્યું છે. આજે ખૂબ સરળતાથી હપ્તા કે લોનના આધારે મોંધી કાર કોઇ પણ ખરીદી શકે છે. જેના કારણે જરૂર ન હોવા છતા લોકો કાર ખરીદી લે છે અને પછી પછતાય છે. યાદ રાખવા જેવું છે કે તમારું બજેટ ઓછુ હોય તો કાર ખરીદવાની જરૂર શું છે. આજે ઉબેર કેવી અનેક સેવાઓ છે, મહિને એકવાર કે વર્ષે એક-બે વાર કારની જરૂર પડે તો આ સેવાનો ઉપયોગ આપણે કરીજ શકીએ છીએ. માત્ર અમારી પાસે કાર છે એવું બતાવવા તમે કાર ખરીદતા હોવ તો આ સંદર્ભે વિચાર કરવાની જરૂર છે.

૪ અઠવાડિયામાં એકવાર બહાર જમવા જવાનો ટ્રેન્ડ

વીકએન્ડમાં તો બહાર જ જમાવું…આવી હોસિયારી મારતા અનેક લોકો તમે જોયા હશે. તમારી સ્થિતિ હોય તો કોઇ વાંધો નથી, તમે કમાઓ અને મોજથી જીવન જીવો એક મોટી વાત છે પણ માત્ર દેખા-દેખીમાં તમે વહાર જમવા જાવ એ ખોટું છે. આજે ટ્રેન્ડ જ એવો છે કે શનિવારે કે રવિવારે તમે બહાર નીકળો એટલે દરેક હોટલે તમને ભીડ જોવા મળે. આ ટ્રેન્ડ ચિંતા જનક છે. બહારનું ખાવાની ના નથી પણ નિયમિત ખાવું આરોગ્ય માટે પણ જોખમ કારક છે. પૈસા પણ બગડે છે અને આરોગ્ય પણ બગડે છે. એટલે આ ટ્રેન્ડ પર કાબૂ મેળવવાની જરૂર છે

૫ બ્યુટી પાર્લર, સલૂન, બ્રાન્ડેડ કપડાનું સાથે જીવવાનો ટ્રેન્ડ

અપણે બહુ ફિલ્મી થઈ ગયા છીએ. પૈસા હોય કે ન હોય ફેસન કરવાની જ. જેના કારણે બ્યુટી પાર્લર, સલૂન અને મોંઘા બ્રાન્ડેડ કપડાની માંગ વધી ગઈ છે. આપણે દેખાડી દેવા આવી ખોટી જગ્યાએ જરૂર કરતા વધારે ખર્ચ કરતા થઈ ગયા છીએ. મધ્યમવર્ગના લોકો પણ આ તરફ વળ્યા છે જેના કારણે તેમનું વાર્ષિક બજેટ બગડી જાય છે. જેના પર ધ્યાન રાખવાની જરૂર છે

 

૬ જન્મદિવસ અને લગ્નની તિથિને ઉજવી ખોટો ખર્ચ કરવાનો ટ્રેન્ડ

દર વર્ષે જન્મદિવસ હોય કે લગ્નની કે સગાઈની તિથિ હોય ઉજવાવાની જ…લોકો વાતવાતમાં ઉજવણી કરતા થઈ ગયા છે. ઉજવણી કરવી આનંદમામ રહેવું સારી વાત છે પણ તમારું આર્થિક બજેટ ન ખોરવાઈ તો. તમે કરોડ પતિ છો તો ખર્ચ કરવામાં કોઇ વાંધો નથી. આમ પણ આવી ઉજવણી પૈસાવાળાઓ માટે હોય છે મધ્યમવર્ગ માટે નહી.

૭ સગાઈ અને લગ્નમાં ભભકો દેખાડવા ગજા બહારનો ખર્ચ કરવો ટ્રેન્ડ

આહીં દેખાદેખીનો ટ્રેન્ડ ગજબનો વધ્યો છે. પહેલા જે ખૂબ ઓછા ખર્ચમાં પતી જતું હતું તે માટે આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સગાઈ કે લગનમાં એક કરતા વધારે ખાવાના કાઉન્ટર રાખી આપણે આપણો મોભો દેખાડવાની કોશિશ કરીએ છીએ. આ ઉપરાંત ડીજે થી લઈને ફાર્મ હાઉસની ઉજવણી સુધીનો જે ટ્રેન્ડ આજે આગળ વધ્યો છે તે ચિંતા જનક છે. દેખા-દેખીમાં કે કોઇને બતાવી દેવામાં ગજા બહારનો ખર્ચ થઈ જાય છે અને પછી પછતાવાનો વારો આવે છે. આવા અનેક કિસ્સા સમાજમાં સામે આવ્યા છે. માટે આ દેખાડાની દુનિયામાંથી બહાર આવી આપણે આ સંદર્ભે સાદગી અપનાવવાની જરૂર છે!

 

૮ બાળકોને ખાનગી અને સ્ટેટસવાળી અંગ્રેજી શાળાઓમાં ભણાવાનો ટ્રેન્ડ

બાળાકોને સારી શાળામાં ભણાવવા સારીવાત છે. આ ટ્રેન્ડ યોગ્ય લાગે પણ આપણી આર્થિક કેપેસિટી ન હોય તો એકવાત સમજી લો સારું શિક્ષણ આપનારી અનેક સામાન્ય શાળાઓ પણ છે જ. અને ભણાવાનું બાળકને છે, તેનામાં ભણવાની ઘગસ હશે તો તેને આગળ વધતા કોઇ રોકી શકશે નહી. માટે સ્ટેટસનું ન વિચારો સ્ટેટસવાળી શાળા કરતા બાળક પર ધ્યાન આપો. આર્થિક બજેટ પણ સચવાઈ જશે અને બાળક પણ હોશિયાર જ બનશે.

૯ ક્રેડિટ કાર્ડ, ઇ-કોમર્સ અને મોલના જમાનામાં જરૂર ન હોય તે ખરીદી લેવાનો ટ્રેન્ડ

આ વાત તમને સાચી લાગશે. ક્રેડિટ કાર્ડ, ઇ-કોમર્સ અને મોલના જમાનામાં આપણૅ જરૂર ન હોય તો પણ તે વસ્તુ ખરીદતા થઈ ગયા છીએ. આ લોકોની લોભામણી સ્કિમમાં આપણે ફસાઈ જઈએ છીએ અને સસ્તું લેવાની ગણતરીમાં ન ખરીદવાનું પણ ખરીદી લઈએ છીએ. પછી ભલેને એ વસ્તુ ઘરે આવીને કોઇ ખૂણામાં પડી રહે. આવું આજે બધા સાથે થાય છે. પરિણામે વાર્ષિક ખર્ચ વધી જાય છે અને આર્થિક બજેટ ખોરવાઈ જાય છે. માટે સચેત થઈ જાવ જરૂર ન હોય તે વસ્તું ખરીદવાનું બંધ કરી દો. જરૂર હોય તે જ વસ્તું ખરીદવાનો આગ્રહ રાખો.

૧૦ ખોટી જીવનશૈલીના કારણે મેડિકલ બીલ વધવાના કારણે

એક રીપોર્ટ પ્રમાણે ૨૧મી સદીમાં આપણું મેડિકલ બીલ ખૂબ વધી ગયુ છે. આના માટે આપણી ખરાબ જીવનશૈલી પણ વધારે જવાબદાર છે. માટે થોડું ધ્યાન આપણે આરોગ્યનું રાખીએ તો આ વધેલા મેડિકલ બીલને ઘટાડી શકાય છે. બસ માત્ર જીવનશૈલી થોડી સુધારવાની છે…

 

દેખા-દેખીમાં જરૂરિયાત વધી રહી છે, ખર્ચ પણ વધી રહ્યો છે પણ આવક ઘટી રહી છે. અને એનું પરિણામ શું આવે છે? પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે. માણસની જરૂરિયાત રોટી, કપડા, મકાન છે અને રહેશે. હજી

સમય છે ચેતી જવ અને ખોટા ખર્ચ બંધ કરી દો. જરૂરિયાતને ઘડાડો અને કુદરતના સાંનિધ્યમાં સરળ જીવન જીવવાનો પ્રયાસ કરો…તમારા જીવનમાં અશાંતિનું સ્થાન નહી હોય, બધે જ શાંતિ જ શાંતિ હશે!

 

 

]]>
https://gujjulogy.com/10-reasons-to-economic-crisis-in-family/feed/ 0
જીવનમાં આટલું પચાવતા શીખી જશો તો બેડો પાર થઈ જશે – Most powerful motivational article in gujarati https://gujjulogy.com/most-powerful-motivational-article-in-gujarati/ https://gujjulogy.com/most-powerful-motivational-article-in-gujarati/#respond Sun, 09 Jul 2023 06:53:33 +0000 https://gujjulogy.com/?p=1337  

Most powerful motivational article in gujarati | જીવનમાં જે કંઇ મળે એને પચાવતા શીખો કેમ કે અપચો એ બધા જ રોગોનું મૂળ છે પછી ભલે તે આતંરિક રોગ હોય કે બાહ્ય રોગ હોય. માટે અહીં જણાવેલી ૭ વસ્તુંને પચાવી લો જીવન આનંદથી પસાર થઈ જશે. 

 

lifestyle

#૧ ભોજન

ભોજન ન પચે તો ચરબી વધે છે અને ચરબી માનવ જીવન માટે કોઇ એટલે કોઇ રીતે ફાયદાકારક નથી. શરીરમાં ચરબી વધે તો અનેક રોગોનું કારણ બને અને મનમાં ચરબી વધે તો સંબંધોના મૂળમાં સડો પેદા થાય. માટે બને તો ચરબીથી દૂર રહેવું જ માનવ જીવન માટે સેહતમંદ છે.

#૨ વાત

વાત ન પચે તો પંચાત વધે અને પંચાત વધે તો ઝઘડા વધે અને કોઇ પણ ઝઘડો માનવ જીવન માટે ફાયદાકારક આજ દિન સુધી સાબિત થયો નથી. પંચાત કરવાથી વ્યક્તિની કિંમત ઘટે છે. પંચાત કરનાર વ્યક્તિને પછી કોઈ સિરીયસલી લેતું નથી. તેનું માન પણ જળવાતું નથી. અગત્યની વાતો તેને કોઇ કરતું નથી. એવું બની શકે કે લોકો જે તે વ્યક્તિ સામે હોય ત્યારે તેના વખાણ કરે પણ પાછળથી તેને કોઇ માન આપાતું નથી. સ્વાભાવિક છે કે અહીંની વાત તમે ત્યાં કહો અને ત્યાંની વાત અહીં કહો તો તેનું પરિણામ સંબંધો માટે તો ખરાબ જ આવે પણ આવું કરનારનું માન સમાજમાંથી ઘટી જાય છે. માટે વાતને પચાવતા શીખો. તમારા સંબંધ હર્યાભર્યા રહેશે અને સમાજમાં માન વધશે.

#૩ નિંદા

નિંદા ન પચે તો દુશ્મન વધે અને દુશ્મન વધે તો જીવવું ભારે પડે. જીવનમાં નિંદા કોઇની ન કરવી જોઇએ. નિંદા કરવાથી કોઇનું ભલુ થયું નથી અને થવાનું પણ નથી. ઉલ્ટાનું નિંદા કરવાથી પોતાનો જ જીવ વધારે બળે છે. નિંદા કરનારો વ્યક્તિ ઝડપથી તણાવમાં આવી જાય છે અને તણાવ માનવ જીવન માટે કેટલો નુકસાન કારક છે એ તો બધા જાણે જ છે. માટે જીવનમાં સુખી રહેવું હોય તો નિંદા ક્યારેય ન કરો. અને તમારી કોઇ નિંદા કરે તો તેને પચાવતા શીખી લો. આ જ માનવ જીવન માટે જરૂરી છે.

#૪ પ્રસંશા

પ્રસંશા ન પચે તો અહંકાર વધે અને અહંકાર વધે તો માનવના સંબંધો ઘટે. જીવનમાં સૌથી અમૂલ્ય સંપત્તિ છે સારા સંબંધો. અને અહંકાર કરવાથી આ સંપત્તિમાં ઘટાડો નોંધાય છે. અનેક સંશોધનોથી સાબિત થયું છે લાંબુ જીવનારા લોકોના સંબંધ બધા સાથે ગાઢ રહ્યા હતા. માટે જીવનમાં આનંદમાં અને રોગમુક્ત રહેવું હોય અને લાંબું જીવન જીવવું હોય તો સંબંધિઓ, પરિવાર, મિત્રો સાથે સારા સંબંધ હોવા ખૂબ જરૂરી છે. માટે પસંશા કોઇ કરે તો તેનાથી ફૂલાઈ જવાનું નથી. ફૂલાઈ જશો તો અહંકાર વધશે અને અહંકાર વધશે તો તમારા સંબંધ પર તેની અસર પડશે અને આ અસર તમારા આરોગ્ય પણ દેખાશે.

#૫ પૈસો

પૈસો ન પચે તો દેખાડો વધે અને દેખાડો વધે તો સમજમાં તમારી ખરાબ છાપ પડશે. ભગવાને તમને આપ્યુ હોય તો તેને સારા કામ પાછળ ખર્ચ કરો. દેખાડો કરવથી માનવીની આબરૂ વધતી નથી પણ ઘટે છે. આ વાતને ધ્યાનમાં રાખવા જેવી છે. આજે માણસ પાસે પૈસો આવે એટલે તે નિતનવા ગતકંડાઓ કરે છે અને પછી તેના જ ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે અને પછી નિરાતે પછતાય છે. માટે પૈસા આવે તો તેને પચાવતા શીખો.

#૬ સુખ

સુખ ન પચે તો પાપ વધે અને પાપ વધે તો સમજી લો સુખની એ વિદાયવેળા છે. જ્યાં પાપ હોય છે ત્યાં સુખ વધારે સમય ટકતું નથી. એકવાત સમજી લો પાપ કોઇ પણ પ્રકારનું હોય જેણે આચર્યુ હોય તેને આ જીવનમાં જ અહીં જ ભોગવીને જવું પડે છે. માટે ભગવાને તેમને સુખ આપ્યુ હોય તો તેની કદર કરો અને તેને પચાવવાની સમજ કેળવો.

#૭ દુઃખ

દુઃખ ન પચે તો નિરાશા વધે અને નિરાશા માનવીને શાંતિથી જીવવા ન દે. આ જીવન સુખ અને દુઃખનો સરવાળો છે. તમે દુઃખથી દૂર ન રહી શકો. જીવન છે તો દુઃખ તો પડશે જ. માટે દુઃખને તમે કઈ રીતે પચાવો છો તેના પર બધુ નિર્ભર કરે છે. સુખ હોય કે દુઃખ હોય દરેકનો સમય હોય છે તે જતો જ રહે છે. માટે સુખ મેળવવાની ઇચ્છા હોય તો દુઃખને પચાવવાની આવડત કેળવો. આગે સુખ તો પીછે દુઃખ હે…પીછે દુઃખ તો આગે સુખ હૈ….

Most powerful motivational article in gujarati

ચરબી, પંચાત, દુશ્મન, અહંકાર, દેખાડો, પાપ, નિરાશા માનવ જીવન માટે અતિ નુકસાનકારક છે…માટે ભોજન હોય કે દુઃખ હોય તેને પચાવતા શીખો… જીવનમાં આટલું પચાવતા શીખી જશો તો બેડો પાર થઈ જશે…

 

 

]]>
https://gujjulogy.com/most-powerful-motivational-article-in-gujarati/feed/ 0
10 bad habits to leave | આ ૧૦ કુટેવોને તરત બદલી નાંખો….નક્કી તમારું જીવન બદલાઈ જશે….. https://gujjulogy.com/10-bad-habits-to-leave/ https://gujjulogy.com/10-bad-habits-to-leave/#respond Mon, 03 Jul 2023 06:39:38 +0000 https://gujjulogy.com/?p=1376 10 Bad Habits to Leave

શું તમારે જીવનમાં આગળ વધવું છે?
શું તમારા જીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું?
શું તમને ખબર છે તમારી કુટેવો વિશે?
શું તમારે તમારા જીવનમાં પરિવર્તન લાવવું છે?
શું તમારે તમારે જીવનશૈલી બદલવી છે?
જો જવાબ હા હોય તો આ વીડિઓ તમારા માટે છે

 

આજે વાત કરવી છે કેટલીક સામાન્ય કુટેવો વિશે…આ કુટેવો ખૂબ સામાન્ય છે પણ જો તેના પર કામ કરવામાં આવે તો નક્કી બદલી શકાય છે. અહીં આવી જ ખૂબ સામાન્ય કુટેઓ વિશે વાત કરવાની છે…10 bad habits to leave

નંબર ૧
શું તમે દર પાંચ મિનિટે મોબાઈલ જુવો છો?

વારંવાર થોડા-થોડા સમયે મોબાઇલની સ્ક્રીન જોવી કે સોશિયલ મીડિયા ચેક કરવું એક પ્રકારની ખૂબ મોટી કુટેવ છે. આ કુટેવ તમારી એકાગ્રતાને તોડે છે. તમે એકાગ્રતાથી કામ નહી કરી શકો અને તમારું કામ પણ બગડશે… જો તમે આવું કરતા હોવ તો આ કુટેવ તરત બદલી નાંખો.

નંબર ૨
શું તમે સવારનો નાસ્તો નથી કરતા?

ના કરતા હોવ તો તમે ખૂબ મોટી ભૂલ કરો છો? આખી રાતના આરામ પછી શરીરને શક્તિ માટે આહારની જરૂર પડે છે. શરીરને ચુસ્ત અને મસ્ત રાખવું હોય તો સવારે નાસ્તો ન કરવાની કુટેવને બદલી નાંખો. સારો આહાર તમારા આરોગ્યની સાથે કામ પ્રત્યેનું તમારુ ફોકસ પણ વધારશે…

નંબર ૩
શું તમે ખૂબ જંકફૂડ ખાવ છો?

ખાતા હોવ તો ચેતી જાવ અને તરત જંકફૂડ ખાવાનું ખૂબ ઓછું કે બંધ કરી દો. શરીરને ઉર્જાવાન રાખવા મલ્ટી વિટામિનની જરૂર પડે છે અને જંકફૂડમાંથી શરીરને કશું મળતું નથી. જંકફૂડ શરીરને શક્તિ આપવાને બદલતે શરીરને નબળું પાડે છે. કંકફૂડમાં ખાવાથી શરીરમાં આળસ વધે છે. જીવનમાં આગળવ વધવા માંગતા હોવ અને શરીરને સાચવવા માંગતા હોવ તો જંકફૂડ ખાવાની આદત તરત છોડી દો…

નંબર ૪
શું તમે ખૂબ ઉત્સાહી છો?

ઉત્સાહમાં રહેવું સારી વાત છે પણ ઉત્સાહમાં આવીને નિર્ણય લેવાથી દૂર રહેવું જોઇએ. ચાણક્યએ કહ્યું છે કે તમે જ્યારે ખૂબ ઉત્સાહમાં કે આનંદમાં હોવ ત્યારે કોઇ નિર્ણય ન લેવો જોઇએ કે કોઇ વચન ન આપવું જોઇએ. અતિ ઉત્સાહમાં ભૂલ થવાની સંભાવના વધી જાય છે

નંબર ૫
શું તમને ગમે ત્યારે કોઇ પણ મળી શકે છે?

જો હા હોય તો નક્કી તમારો સમય ખૂબ બગડતો હશે…ઓફિસમાં આવું થવાથી કામ પર તમારું ફોકસ ઓછુ થાય છે અને કામ સમયસર પૂર્ણ થતું નથી. સમયની કિંમત કરો. મળો બધાને પણ મળવાનો સમય નિશ્ચિત રાખો…

નંબર ૬
શું તમને કોઇની ઇર્ષા આવે છે?

આવતી હોય તો આવું કરવાનું તરત બંધ કરી દો…ઇર્શાના કારણે તમે તમારા કામ પર ધ્યાન નહી આપી શકો અને તમારું જ કામ બગડશે. ઇર્શાની જગ્યાએ તમારા કામ પર ધ્યાન આપો આમાં ફાયદો વધારે છે…

નંબર ૭
શું તમે પૂરતી ઊંઘ લો છો?

ન લેતા હોવ તો આ ખૂબ ગંભીર કુટેવ છે. આ કુટેવ તરત બદલી નાંખો. આખો દિવસ સ્ફૂર્તિમાં રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા યોગ્ય આહારની સાથે યોગ્ય ઊંઘ પણ જરૂરી છે. નિયમિત ૭ કલાકની ઊંઘ લો…

નંબર ૮
શું તમે એક સાથે અનેક કામ કરો છો?

આજના જમાના પ્રમાણે મલ્ટિટાસ્કિંગ જરૂરી છે પણ લાંબા ગાળે તે નુકશાન કારક સાબિત થાય છે. એક સાથે અનેક કામ કરવાથી બધી જગ્યાએ પૂરતું ધ્યાન આપી શકવું અશક્ય છે. પરિણામે કામ બગડી શકે છે. મલ્ટીટાસ્ક લો પણ એક સમયે એક જ કામ કરો. એક પૂરુ થાય પછી બીજું કામ હાથમાં લો…

નંબર ૯
શું તમે રોજ મેડિટેશન, પ્રાણાયામ, હળવી કસરત કરો છો?

ન કરતા હોવ તો આ કુટેવને તરત બદલી નાંખો. મેડિટેશન, પ્રાણાયામ, હળવી કસરત રોજ કરો. આવું કરવાથી કામ પર તમારું ફોકસ વધશે, તમે હંમેશાં આનંદમાં રહેશો, માટૅ મેડિટેશન, પ્રાણાયામ, હળવી કસરત કરવની ટૅવ પાડો

નંબર ૧૦
શું તમે ખૂબ વિચારો છો?

તમને ખૂબ વિચારવની ટેવ હોય તો આ ટેવ તરત બદલી નાંખો. ખૂબ વિચારનારા ખૂબ કામ કરી શકતા નથી. તેઓ માત્ર વિચાર્યા જ રાખે છે. ખૂબ વિચાર્યા વગર કામ શરૂ કરી દો. યાદ રાખો વિચારવાથી નથી પણ કામની શરૂઆત કરવાથી જ કામ ઝડપથી પૂર્ણ થાય છે…

10 bad habits to leave in gujarati | માટે જો જીવનમાં આગળ વધવું હોય, શરીરને સ્વસ્થ રાખવું હોય તો આ ૧૦ કુટેવોને તરફ બદલી નાંખો. નક્કી તમારા જીવનમાં ખૂબ સકારાત્મક પરિવર્તન આવશે….

 

]]>
https://gujjulogy.com/10-bad-habits-to-leave/feed/ 0
ટેન્શનમુક્ત જીવન Tension free life જીવનાની ૧૧ પાવરફૂલ ટિપ્સ https://gujjulogy.com/11-simple-ways-to-live-a-tension-free-life/ https://gujjulogy.com/11-simple-ways-to-live-a-tension-free-life/#respond Wed, 28 Oct 2020 10:26:39 +0000 https://gujjulogy.com/?p=572  

ચિંતામુક્ત જીવન Tension free life જીવવું છે? માત્ર બે મીનિટ કાઢી વાંચો આ લેખ…

ચિંતા – તણાવ, મેઇન્ટલી ટ્રેસ આજકાલ આ શબ્દો નાના નાના બાળકોના મોએ પણ સાંભળવા મળી જાય છે. નાની નાની વાતોને લઈ લોકો એવા તો ટેન્શનમાં આવી જાય છે કે, આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય છે. આ ટેન્શન જ્યારે આપણા સૌના જીવનમાં બળજબરીપૂર્વક ઘુસી આવ્યું છે અને તેને આપણા જીવનમાં પ્રવેશતું અટકાવવું એ લગભગ અશક્ય બન્યું છે ત્યારે ચાલો વાત કરીએ એવી કેટલીક ટિપ્સની જેનો અમલ કરી તમે તમારા જીવનને સંપૂર્ણ ટેન્શન મુક્ત (tension free) તો નહીં પરંતુ ટેન્શન-તણાવને થોડો હળવો જરૂર કરી શકશો.

#1 ભૂલતા શીખો – Forget

સૌપ્રથમ તો આપણે ભૂલતા (Forget) શીખવાનું છે. ભગવાને આપણને જીવન જ વર્તમાનમાં જીવવા માટે આપ્યું છે નહીં કે ભુતકાળને વાગોળવા માટે કે ભવિષ્યની ચિંતા કરવા માટે. છતાં કેટલાક લોકો પોતાના ભુતકાળની વાતો વાગોળી દુઃખી થયા કરે છે કે પછી ભવિષ્યની ચિંતા કરી વર્તમાન બગાડે છે. જો તમારે તણાવમુક્ત જીવન જીવવું છે તો તમારે ભુતકાળને ભૂલવો પડશે અને ભવિષ્ય વિશે પણ વિચારવાનું ટાળવું પડશે. વર્તમાનની પરિસ્થિતિ અનુરૂપ જીવતા શીખો. તણાવ ચિંતા અડધો અડધ ઘટી જશે.

#2 અતિ-આંતરિક સંવાદો બંધ કરી દો – Stop Internal dialogue

કોઈ ઘટના હોય કે કામ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે મોટાભાગના લોકો સતત તેના વિચારોમાં જ ખોવાયેલા રહે છે અને જ્યારે એ વિચાર નેગેટિવ ( Negative Thinking ) એટલે કે નકારાત્મકતામાં પરિણામે છે ત્યાંથી જ બધી સમસ્યા શરૂ થાય છે. આપણે કોઈ કામને લઈ પહેલાં જ નેગેટિવ વિચારવાનું શું કામ શરૂ કરી દઈએ છીએ ? કોઈ ઘટના કે કામ અંગે સારુ પોઝેટિવ (Positive Thoughts) ન વિચારીએ. આ મારાથી નહીં જ થાય ? તેમાં સમય ખૂબ જ વધારે લાગશે. જે લોકો સાથે મારે કામ કરવાનું છે તે કેવા હશે ? આમ કામ હજી જ્યાં શરૂ પણ નથી થયું ત્યાં જ નેગેટિવ વિચાર ! મિત્રો આનાથી શું થાય છે ? કોઈપણ કામ કરતા પહેલાં જ આપણે તનાવમાં આવી જઈએ છીએ અને આપણે આપણું અહિત કરી બેસીએ છીએ. મોટાભાગે એવું જ થાય છે કે, કામ કર્યા બાદ આપણને લાગે છે કે ખરેખર આ કામ આટલું સરળ હતું ? હું તો નાહકની ચિંતા કરતો હતો. તો હવેથી જ્યારે પણ નવું કામ શરૂ કરો ત્યારે તેની સાઇડ ઇફેક્ટને સાઇડમાં કરી દો અને કામ કરવાનું જ છે, અને સફળતાપૂર્વક કરવાનું છે એ વાત પર ફોક્સ કરો.

#3 હકારાત્મક અભિગમ જ તમને ચિંતાથી દૂર રાખશે – A positive mindset

ભલે ગમે તે થાય તમારી વિચારસરણી હકારાત્મક (positive) રાખો. જો આમાં તમે આ કળા શીખી ગયો. તો સમજો તમારું ૫૦ ટકા કામ આપો આપ થઈ ગયું. ચાણક્ય કહે છે કે ‘કોઈ કામ કરતા વચ્ચે તમે વિચારવા લાગો છો કે હવે આ કામ મારાથી નહીં થાય તો ય પછી એ કામ તમારાથી નહીં જ થાય.’ એટલે કે કામ ગમે તેવું હોય ખુદ પર ભરોસો રાખો અને ખુદને કહો કે આ કામ હું કરીને જ રહીશ. પછી જુઓ કામમાં સફળતા મળે છે કે નહીં.

#4 એક સમયે એક જ કામ હાથમાં લો અને ચિંતા મુક્ત રહો – Say no to multiple work

મોટાભાગના લોકો વધારે લાભ મેળવવા માટે અને થોડા સમયમાં વધારે કામો કરી લેવા માટે અનેક કામો એક સાથે કરતા હોય છે. પરિણામે બાવાના બેય બગડે એવો ઘાટ થાય છે અને એક પણ કામમાં બરકત આવતી નથી અને ચિંતા હાવી થઈ જાય છે એ વધારવામાં. માટે સલાહ છે કે એક સમયે એકથી વધુ કામો કરવાનું તો ટાળજો જ. જો એક સમયે એક જ કામ પર ફોક્સ કરશો તો તમે તેમાં તમારું ૧૦૦ ટકા આપી શકશો. પરિણામે પરિણામ પણ ૧૦૦ ટકા આવવાની શક્યતાઓ વધી જશે. માટે કામ ભલે અનેક લો. પરંતુ એક સમયે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

#5 લાઇફ સ્ટાઇને સરળ બનાવો – Live Easy Lifestyle

સૌથી જરૂરી તમારી લાઇફ સ્ટાઇલ એટલે કે જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ. તમારી જીવનશૈલી મુજબ તમારી દીનચર્યા ગોઠવો. આમ કરશો તો ચિંતા-તણાવ તમારાથી બે ગજ દૂર રહેશે.

#6 એક સ્થળે તમારો આખો દિવસ બર્બાદ ન કરો

જો તમે એક જ સ્થળે આખો દિવસ એક જ વાતાવરણમાં બેસી રહો છો. તો તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. કારણ કે માનવની માનસિકતા જ એવી હોય છે કે જો તે એક જ જગ્યાએ જરૂર કરતાં વધુ સમય બેસી રહે છે, તો તેનું મસ્તિક અવળી વિચારે ચડી જાય છે. પરિણામ એ આવે છે કે તે વ્યક્તિ ચિંતામાં સરી પડે છે. ત્યારે શ્રેષ્ઠ વાત એ છે કે એક સ્થાન પર કામપુરતા જ રોકાવાની આદત પાડો ! સતત ફરતા રહો, જેનાથી તમને નવું નવું વાતાવરણ મળતું રહેશે અને તમારું મન ખુદ જ પ્રફુલ્લિત રહેવા લાગશે અને ચિંતા તેમાં પ્રવેશી જ નહીં શકે.

#7 પૌષ્ટિક ભોજન પણ જરૂરી – Eat healthy stay healthy

મનદુરસ્તી માટે શરીરની તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ શરીર નસીબવાળાને જ મળતું હોય છે માટે આપણે આ તંદુરસ્ત શરીર રૂપી મૂડીને ન માત્ર સંભાળી રાખવાની છે. તેમાં વધારો પણ કરવાનો છે. માટે સારું અને પૌષ્ટિક આહાર લેવાની ટેવ પાડવી પડશે. બની શકે તો માંસાહારથી દૂર રહો અને શાકાહારી ભોજનને જ પ્રાથમિકતા આપો. કારણ કે શાકાહારી ભોજનથી નેગેટિવ પ્રભાવ ઓછો થઈ જાય મનને શાંત રાખવામાં મદદ મળે છે. એટલે કે તણાવમુક્ત રહેવા માટે સાદુ અને પૌષ્ટિક ભોજન લો. તેના ચમત્કારિક ફાયદા મળશે.

#8 નકારાત્મક વ્યક્તિઓથી દૂર જ રહેજો – Stay Away From Negative People

નેગેટિવ એટલે કે નકારાત્મક વિચારધારાવાળા લોકો તેની આજુબાજુનાં લોકોને પણ ભારે નુકસાન પહોંચાડે છે. એક તો એ પોતે કાંઈ કરતા નથી અને બીજા કાંઈક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે નાસી પાસ થાય તેવી જ વાતો કર્યા કરે છે. એનાથી થાય છે એવું કે તમે નવું કામ તો શરૂ નથી જ કરી શકતા ઉલટાનું તણાવમાં સરી પડો છો. માટે ભલાઈ આવા નકારાત્મક લોકોથી દૂર રહેવામાં જ છે.

#9 સંયમી જીવન જીવતા શીખો – Control of Your Life

આજે હરેક વ્યક્તિને ધનવાન બનવું છે અને આમાં ખોટું પણ નથી. પરંતુ વધારે પૈસા કમાવવાની લ્હાયમાં આપણે તણાવમાં ન સરી પડીએ એ પણ જરૂરી જ છે. વધારે પૈસા કમાવવાના પ્રયત્નોમાં કાંઈ બધા જ સફળ થતા નથી. તેમાં ક્યારેક નિષ્ફળતા પણ મળવાની અને ત્યારે આપણે તણાવમાં સરી પડીએ છીએ માટે પૈસા કમાવાની ઇચ્છા રાખો, પરંતુ જેટલી તમારી જરૂરિયાત છે તેટલા જ. બીજી મહત્વની વાત એ છે કે, કોઈપણ વ્યક્તિ પોતે ઇચ્છે તેટલું ધન કમાઈ શકતો નથી. ત્યારે ભલાઈ ખુદના ખર્ચા ઓછા કરવામાં જ છે. જરૂરિયાતથી વધારે ખર્ચા કરવાથી બચો. ઉધાર લેવાનું ટાળજો જ. જો આટલું કરશો તો તણાવ ચિંતા તમારાથી દૂર જ રહેશે.

#10 પરિવારને સમય આપો – Spending Time with Family

તમારી આ આદત તમને ચિંતા-તણાવ મુક્ત રહેવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. જ્યારે તમે પરિવારની સાથે હોવ છો તો તમારો તણાવ આપો. આપ છૂમંતર થઈ જાય છે. માટે પરિવારને સમય આપો, પરિવારના બાળકો સાથે રમો, વડીલો સાથે વાતો કરો, ફેમીલિ ટ્રીપનું આયોજન કરો. પછી જુઓ ટેન્શન-તણાવ કેમ છૂમંતર થઈ જાય છે. પરિવારના વડીલો સાથે વાતચીત કરવાથી, મુશ્કેલી વિશે જણાવવાથી મુશ્કેલમાં મુશ્કેલ સ્થિતિનો રસ્તો પણ આસાનીથી નીકળી જાય છે.

#11 ક્રિએટીવ બનો – Be creative

તમારા શોખને ક્યારેય દબાવ શો નહીં, ક્રિએટીવ બનો. સંગીત, રમતો, વાંચન, ગાયન, અભિનય જે પણ તમને સારું લાગે તો જરૂરથી કરજો જ. દિવસમાંથી થોડો સમય કાઢો અને તમારા શોખ પર ધ્યાન આપો. કારણ કે શોખ કે રસનું કામ કરતા સમયે માણસનું સંપૂર્ણ ધ્યાન તે કામમાં જ હોય છે. તે સમય પૂરતું તણાવ-ટેન્શન તેની આજુબાજુ પણ ફરકી શકતો નથી.

]]>
https://gujjulogy.com/11-simple-ways-to-live-a-tension-free-life/feed/ 0
Success – પૈસાદાર બનવું છે ? સફળ થવું છે? તો તત્કાલીક છોડી દો આ આદતો ! https://gujjulogy.com/top-tips-for-success-in-business/ https://gujjulogy.com/top-tips-for-success-in-business/#comments Sat, 24 Oct 2020 11:04:36 +0000 https://gujjulogy.com/?p=428

‘ઈંક’ નામની એક કેનેડિયન રિસર્ચ કંપનીએ આવી સાત આદતોને ટાંકી છે. જે તમને અમીર Success બનતા રોકે છે. તો આવો જાણીએ એ સાત આદતો વિશે…એકવાર વાંચવા સમજવા જેવી છે

ખૂબ બધા રૂપિયા, આલીશાન ઘર, ગાડી આ બધુ જ સૌ કોઈ માટે સ્વપ્ન હોય છે. દુનિયાના હરેક વ્યક્તિને ધનવાન બનવું છે. પરંતુ બધા ધનવાન બની શકતા નથી. કેમ ? કારણ કે પૈસાદાર એટલે કે ધનવાન બનવા માટે મહેનતની સાથે સાથે સ્માર્ટ સ્ટ્રેટેજીની પણ જરૂર હોય છે અને આના માટે તમારે કેટલીક એવી આદતો છે જે છોડવી જ પડે છે. ‘ઈંક’ નામની એક કેનેડિયન રિસર્ચ કંપનીએ આવી સાત આદતોને ટાંકી છે. જે તમને અમીર બનતા રોકે છે. તો આવો જાણીએ એ સાત આદતો વિશે…

વાતચીત કરતા શીખો, સ્માર્ટ ડીલ કરતા શીખો

કોઈપણ બાબતને લઈ ભાવ-તાલ કે વાતાઘાટ કરવાની અક્ષમતા કે તેનાથી દૂર ભાગવાની આદત તમને ગરીબ બનાવી રાખે છે. ઉ.દા. તરીકે તમે કોઈ જગ્યાએ નોકરી કરવા જાઓ છો. જ્યાં તમે કોઈપણ કારણસર તમારી સેલરી અંગે બાંધછોડ કરો છો અને જેટલી ઓફર થાય છે એટલામાં માની જાઓ છો. આવું મોટા ભાગે પહેલી નોકરી દરમિયાન થતું હોય છે. મોટા ભાગના લોકો તે વખતે સેલરી એટલે કે પગાર કરતા નોકરીને વધુ મહત્ત્વ આપે છે. જે આગળ જતા તેને બહું મોઘું પડે છે. જો આપણને આપણી આવડત અને અનુભવ પર પૂરો વિશ્વાસ છે તો આપણે તેના પ્રમાણમાં ઓછી સેલરીમાં કામ કરવા શું કામ રાજી થવું જોઈએ ? આ વાત માત્ર નોકરીમાં જ નહીં કોઈપણ બાબતે તમને વાટાઘાટો કરતા આવડવું જ જોઈએ.

આવકના મલ્ટીપલ સ્રોત અંગે વિચારો

આ આદત મોટભાગના લોકોમાં હોય છે. મોટાભાગના લોકો માત્ર નોકરી કરીને જ બેસી રહે છે. જો તમારે ખરેખર તમારી આવક વધારવી છે અને બે પાંદડે થવું છે તો તમારે માત્ર નોકરીના સહારે બેસી રહેવાનું છોડી આવકના મલ્ટીપલ સ્રોત અંગે વિચારવું જ પડશે. રખેને તમારી નોકરી છૂટી ગઈ કે ધંધો બંધ કરવાનો સમય આવ્યો ત્યારે તમારી પાસે બેકઅપ સ્ટ્રેટજી હશે તો બહુ વાંધો નહીં આવે.

કોઈ સાઇડ બિઝનેસ, રેંટલ પ્રોપર્ટી કે પછી આવકનું અન્ય સાધન કે સ્રોત જે તમારા ખરાબ સમયમાં તમારી પડખે તો ઊભો જ રહેશે. પરંતુ સારા સમયમાં વધારાની આવક પણ રળી આપશે.

ખુદ પર રોકાણ કરવું

ખુદ પર રોકાણ કરવું એ સુપર ઇન્વેસ્ટમેન્ટ છે અને આ સ્વઇન્વેસ્ટમેન્ટ એટલે કે ખુદને વધુ કુશળ બનાવવો. તેના માટે તમારે વધારેમાં વધારે જ્ઞાન અને વધારેમાં વધારે સ્કિલ વિકસાવવાની છે અને વધારેમાં વધારે અનુભવ પણ મેળવવાનો છે. જો આ ગુણો તમારામાં હશે તો તમે તમારા રોજગાર અને વ્યવસાયમાં ચાર ચાંદ લગાવી દેશો. તમારી આવડતમાં વધારો થવાથી તમારામાં ગજબનો આત્મવિશ્વાસ આવશે અને ભારેખમ નિર્ણયો લેવામાં સરળતા રહેશે. જે તમારા માટે અનેક ક્ષેત્રમાં હાથ અજમાવવાના દ્વાર ખોલી નાખશે.

જેવું ચાલે છે તેવું ચાલવા દો – આ નહીં જ ચાલે

મોટાભાગના લોકો જ્યારે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે ત્યારે ઉત્સાહથી છલોછલ હોય છે. પોતાનું સ્થાન, સેલેરી વગેરે માટે સતત સંઘર્ષ કરતા હોય છે, પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ ઉત્સાહ, એ એનર્જીનું જાણે કે બાષ્પીભવન થઈ જાય છે અને ગાડી જેમ ચાલે છે એમ ચાલવા દો ના પાટે ચડી જાય છે. જે તેમના અમીર બનાવની ગાડીને પાટા પરથી ઉતારી દે છે. કામ – વ્યવસાયમાં સતત નવું કરતા રહો, નવું નવું શીખતા રહો તમારું કામ માત્ર પૂરું કરવા માટે ન કરો. કામને શ્રેષ્ઠ બનાવવા કરો.

પરિસ્થિતિ સાથે સમાધાન કરવાને બદલે પરિસ્થિતિને બદલવા અંગે વિચારો અને મહેનત કરો. આ ધગસ તમને અમીર બનવાનું ગ્રીન સિગ્નલ આપશે.

બચતની જગ્યાએ રોકાણ કરો

લોકો પોતાની બચતને હાથ અડાડતા ગભરાય છે અને તેનું અન્ય સોર્સમાં રોકાણ કરતા ખચકાય છે. જોખમ લેતા નથી. ભાઈ આમ થશે તો તમારી બચત તો કદાચ બચી રહેશે, પરંતુ તે વધશે તો નહીં જ. ત્યારે સમજદારી એમાં જ છે કે, તમારા પૈસાને વહેતો રાખો. તેમાંથી અન્ય આવક ઊભી કરવા અંગે વિચારો. તેના માટે તમે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફન્ડ, બોન્ડ્સ વગેરેમાં રોકાણ કરી શકો છો. જે તમારી વધારાની આવકના સ્રોત બની શકે છે. આ સિવાય પણ તમે તમારી બચતમાંનો અમૂક ભાગ ખુદને વધુ કુશળ બનાવવા પર ખર્ચી શકો છો. નવું શીખવા કે સ્કિલ ડેવલપ કરવા માટે.

લક્ષ્ય મેળવી લીધું એટલે દુનિયા પૂરી થઈ જતી નથી

જીવનમાં લક્ષ નક્કી કરવું જરૂરી છે અને બધા જ લોકોએ કોઈકનું કોઈ લક્ષ્ય તો રાખવું જ જોઈએ અને આપણે તેના માટે મહેનત પણ કરતા હોઈએ છીએ. પરંતુ મુસીબત ત્યારે થાય છે જ્યારે આપણે લક્ષ્ય સુધી પહોંચી જઈએ એટલે ગંગા નાહ્યા હોવાનું માની બેસી જઈએ છીએ. અરે ભાઈ ! લક્ષ સુધી પહોંચ્યા એટલે દુનિયા ખતમ થોડી થઈ જાય છે. આપણી આ જ વિચારધારા આપણી પ્રગતિને રૂંધાવી દે છે. એક લક્ષ્ય પૂરું થયું તો તરત જ બીજું નક્કી કરી લો. બીજા બાદ ત્રીજું આપણે ખુદને ન તો ક્યારેય રોકાઈ જવાનું કહેવાનું છે કે ન તો આપણા લક્ષને પામવાના પ્રયત્નોને રોકવાના છે.

જરૂર કરતા વધારે વફાદાર બનવાની જરૂર નથી

ક્યારેક ક્યારેક એવું થાય છે કે, આપણે જ્યાં કામ કરતાં હોઈએ છીએ તે કંપની કે ટ્રસ્ટને આપણું તન મન સમર્પિત કરી દઈએ અને તેના માટે હદથી વધુ વફાદાર બની જઈએ છીએ. આપણી કંપની માટે વફાદાર હોવું એ ખોટું નથી, પરંતુ જરૂર કરતા વધારે વફાદારી તમારી પ્રગતિમાં અવરોધ પેદા કરશે જ. જ્યારે આપણને ખબર છે કે હવે આ નોકરી આપણને અમુક હદ પછી વધારે આપી શકવાની નથી તો પછી તે નોકરીને વળગી રહેવાની શી જરૂર છે ? આવું જ્યારે લાગવા માડે ત્યારે અન્ય કોઈ સ્રોત તરફ વળવામાં કશુંજ ખોટું નથી. અવસર મળે તો તેને નજર અંદાજ કરવો એ વફાદારી નહી, બેવકૂફી છે. તમારી વફાદારી એક હદ સુધી સારી છે, પરંતુ તે વફાદારી તમારી પ્રગતિને રૂંધવા માંડે ત્યારે તમારે તે અંગે વિચારવું જ રહ્યું.

 

]]>
https://gujjulogy.com/top-tips-for-success-in-business/feed/ 1
પાણી પીવાની આરોગ્યદાયક ખરી રીત જાણી લો અને માણો રોગ વગરનું જીવન ! https://gujjulogy.com/how-to-drink-water/ https://gujjulogy.com/how-to-drink-water/#respond Thu, 22 Oct 2020 12:36:48 +0000 https://gujjulogy.com/?p=354

તંદરુસ્તીનો ખરો આધાર રોજબરોજનાં દૈનિક જીવનકાર્યો ઉપર છે. ખાવા-પીવાની ચીજોની પસંદગી, તેને બનાવવાની પદ્ધતિ, તેને ખાવાની પદ્ધતિ, કેટલું ખાવું તેની આત્મસૂઝ, પાણી પીવાની સમજ, શ્ર્વાસોચ્છ્વાસની ખરી પદ્ધતિ, બેસવાની – ઊભા રહેવાની – ચાલવાની પદ્ધતિ, જરૂરી શરીરશ્રમ, સૂવાની ખરી પદ્ધતિ, પંચમહાભૂતોનું સાંનિધ્ય વગેરે.યોગ્ય લાઇફસ્ટાઇલ એ તંદુરસ્તીની ખરી ચાવી છે.

પ્રતિકાત્મક તસવીર


શરીર-સ્વાસ્થ્યે આધુનિક જમાનાનું સૌથી વધારે ધ્યાન ખેંચવા માંડ્યું છે કારણ કે અનેક વિચિત્ર પ્રકારના નવાનવા પેદા થતા રોગોથી આખી દુનિયા પરેશાન છે. દવાઓ, તેને બનાવનાર કંપ્નીઓ, અને દવાઓ લખી આપ્નાર ડાક્ટરોને આનો કોઈ અંત દેખાતો નથી. તેમાંય હવે ધીમે ધીમે અસાધ્ય રોગોની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. જાણે રોગોની હરીફાઈ જામી હોય!!!


દવાથી રોગો મટાડવાની આખી પદ્ધતિ ધરમૂળથી ખોટી છે કારણ કે ‘કોઈપણ દવા કોઈપણ રોગ મટાડી શકતી નથી’ એ કથન ઘણા વિદ્વાન સીનિયર ડાક્ટરોએ પોતાનાં લખાણોમાં વારંવાર જાહેર કરેલ છે. શરીરમાં જંતુઓથી રોગો થાય છે અને જંતુઓ મારવાથી રોગો મટે છે તે પણ અર્ધસત્ય છે. તો પછી રોગોનું કારણ શું છે? શું દવાઓ પણ નવા નવા રોગોને જન્મ આપે છે? શું રોગ વગરનું જીવન શક્ય છે કે નહીં? શું રોગોને દવા વગર મટાડી શકાય કે નહિ? આવા વિચારો છેલ્લાં ત્રણસો વર્ષમાં ઘણા વિદ્વાન અને આત્મજાગૃતિવાળા ડાક્ટરોએ કરવા માંડેલા અને એમના અભ્યાસ અને સંશોધનના પરિપાક રૂપે ‘પ્રાકૃતિક ચિકિત્સા’ અથવા ‘નેચરોપથી’ નામની સ્વાસ્થ્યની એક નવી જ પદ્ધતિ ધીમે ધીમે જાણવામાં – વિકસાવવામાં આવી. રોગ થવાનાં સાચાં કારણો અને રોગ મટાડવાની સાચી રીતો પણ આ અભ્યાસમાં જાણવામાં આવી.

પ્રાકૃતિક ચિકિત્સા એ ચિકિત્સા પદ્ધતિ કરતાં ‘જીવન જીવવાની કળા’ વધુ છે. જીવન જીવવાનો તાલમેલ જો કુદરતની સાથે ગોઠવવામાં આવે તો જેમ લાખો પ્રકારના જીવો જે રીતે તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય બીમારી કે દવા વગર ભોગવે છે, તે પ્રમાણે મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે. માંદગી એ ખોટી જીવનપદ્ધતિની સજા છે, કુદરતી નિયમોના ભંગનો દંડ છે. દવાઓ આમાં કશું જ કરી શકે નહિ.

તંદરુસ્તીનો ખરો આધાર રોજબરોજનાં દૈનિક જીવનકાર્યો ઉપર છે. ખાવા-પીવાની ચીજોની પસંદગી, તેને બનાવવાની પદ્ધતિ, તેને ખાવાની પદ્ધતિ, કેટલું ખાવું તેની આત્મસૂઝ, પાણી પીવાની સમજ, શ્ર્વાસોચ્છ્વાસની ખરી પદ્ધતિ, બેસવાની – ઊભા રહેવાની – ચાલવાની પદ્ધતિ, જરૂરી શરીરશ્રમ, સૂવાની ખરી પદ્ધતિ, પંચમહાભૂતોનું સાંનિધ્ય વગેરે.યોગ્ય લાઇફસ્ટાઇલ એ તંદુરસ્તીની ખરી ચાવી છે.

આટલા આરોગ્યમંથન પછી આપણે એકાદ ખૂબ જ સહેલા મુદ્દા વિશે ઉપયોગી લાઇફસ્ટાઇલની ચર્ચા કરીશું. તે મુદ્દો પાણીનો છે. પાણી આપણે જન્મથી મૃત્યુ સુધી પીવાનું હોય છે પણ આશ્ર્ચર્યની વાત એ છે કે પાણી પીવાની આરોગ્યદાયક ખરી રીત શું છે તે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. થોડુંક જાણીએ.

(1) પાણી આપણી જરૂરિયાત જેટલું જ પીવું જોઈએ. કોઈના કહેવાથી ખૂબ વધારે કે ખૂબ ઓછું પાણી ન પીવું જોઈએ. શરીરની તરસને ધ્યાનમાં રાખીને તેને પ્રાધાન્ય આપવું જ જોઈએ.

(2) પાણી હંમેશા શરીરના તાપમાન જેટલા ઉષ્ણતામાનવાળું જ પીવું જોઈએ. એટલે કે હૂંફાળું – બહુ ગરમ કે બહુ ઠંડું નહિ. શરીરનું તાપમાન 98.60 ફે. કે 370 સે. જેટલું હોય છે. તેનાથી ગરમ કે ઠંડું પાણી શરીરની શક્તિનો વ્યય કરે છે. તે પાણીને શરીરના તાપમાન પર લાવવું પડે છે પછી જ શરીર તેનો ઉપયોગ કરે છે. આને માટે લોહીને પેટ તરફ ધસવું પડે છે. તેથી શરીરમાં ઘણી જગ્યાએ લોહીની અછત ઊભી થાય છે અને આ અછત શરીરના જે તે ભાગનું પોષણ અને સફાઈનું કામ ઘટાડે છે. આથી લાંબે ગાળે અનેક રોગો માટેની ભૂમિકા તૈયાર થાય છે. ગરમ કે ઠંડાં પીણાં પણ એ રીતે હાનિકારક છે. ફ્રીજનું પાણી શરીર માટે અત્યંત હાનિકારક છે. તે દુનિયામાં વધતા રોગોનું એક સૌથી વજનદાર કારણ છે.

(3) સારું પાચન એ સ્વાસ્થ્યની પહેલી શરત છે. સારા પાચન માટે જમતા પહેલાં પોણાથી એક કલાક પહેલાં પાણી પીવાનું બંધ કરવું જોઈએ. જમતાં જમતાં વચમાં પાણી ન પીવું જોઈએ અને જમી રહ્યા પછી દોઢથી બે કલાક બિલકુલ પાણી ન પીવું જોઈએ. કારણ કે (અ) પાચન માટે જે અગ્નિ જઠરમાં ઉત્પ્ન્ન થયો હોય છે તેને પાણી શાંત પાડી દે છે. (બ) પાચન માટે આવેલા પાચક રસોને પાણી પોતાની સાથે વહેવડાવી દે છે અને તેને પાચન માટે વપરાવા દેતા નથી. (ક) ખોરાક જઠરમાં જતાં જ પોતાને સમરસ કરવા પાચક રસોની માંગ કરે છે. તે માંગ પાણીની હાજરીથી ઓછી થઈ જાય છે. તેથી સારું પાચન થતું નથી. આમ ઉપર બતાવ્યા પ્રમાણે પાણી ન પીવાનો નિયમ કરવાથી, પાચન સંબંધી ઘણા રોગોનો અંત આવે છે.

(4) જ્યારે પાણી પીવાની જરૂર પડે ત્યારે પાણી ગટગટાવીને ન પીવું, પણ ઘૂંટડો પાણીને મોંમાં રાખીને ફેરવવો અને 30 સેકન્ડ પછી ધીમેથી ઉતારવો. પાણી સાથે લાળ ભળવી ખૂબ જ જરૂરી છે. લાળ એ શરીરે શરીર માટે બનાવેલી, શરીરને જરૂરી એવી અત્યંત કીમતી સર્વોત્તમ ઔષધિ છે. જો આ ઔષધિ લેવામાં આવે તો જિંદગીમાં ક્યારેય કોઈ ઔષધિ લેવાની જરૂર નહિ પડે. અને પાણી આ ઔષધિને શરીરમાં પહોંચાડવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેથી હંમેશા પાણી પીતા ઓછામાં ઓછી બે મિનિટ થવી જોઈએ. આ રીતે પાણી પીવાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ઓબેસીટી જેવા અનેક રોગો થોડા મહિનામાં કંટ્રોલમાં આવી જશે અને જેને આવા રોગો નથી તેને કદી થશે નહિ.


(5) ઉષ:પાન – વહેલી સવારે, કોગળા કર્યા વગર, મોમાં રહેલી લાળ સાથે પોણાથી એક લીટર સાદું હૂંફાળું પાણી ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે મોમાં ફેરવીને પીવું જોઈએ. આ માટે રાત્રે બરોબર દાંત-મોં સાફ કરીને સૂવું જોઈએ. સવારની લાળ ખૂબ જ કોન્સેન્ટ્રેટેડ હોય છે અને શરીરના ટોક્સીનને બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. સવારની લાળના ઘણા ગુણ છે. તેનો ઉપયોગ સવારે પાણી પીવાથી શરીરમાં થાય છે. નોંધ : આપણા પહેલા નિયમમાં માત્ર સવારે જ માંગ કરતાં વધારે પાણી પીવાની છૂટ લેવાની છે. તે શરીર માટે જરૂરી છે.


લાઇફસ્ટાઇલમાં રોજ પાણી પીવાના દૈનિક ક્રમમાં ઉપર બતાવેલ રીતે પાણી પીવાથી શરીરનો કાયાકલ્પ થશે. અનુભવ કરવાનો શરૂ કરજો.

  • મોહનલાલ પંચાલ (લેખક – ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે)
]]>
https://gujjulogy.com/how-to-drink-water/feed/ 0