Love Marriage | આ મંત્રોનો જાપ કરો નક્કી સારું પરિણામ મળશે. પ્રેમિકાના માતા-પિતા નથી માનતા કે પ્રેમીના કુટુંબીઓ નારાજ છે, એવી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો ઉપાય ચપટી વગાડતામાં થઈ જશે.
પ્રેમ દુનિયા ( Love Marriage )ની સૌથી પવિત્ર ચીજ છે. શરત બસ એટલી છે કે એ પ્રેમ નિઃસ્વાર્થ અને સાચ્ચો હોવો જોઈએ. તેમાં કોઈ પ્રકારનું આકર્ષણ, લોભ-લાલચ, વાસના ના હોવા જોઈએ. જે યુગલ સાચ્ચા મનથી એકમેકને પ્રેમ કરતાં હોય તેઓ વિવાહ કરીને એ પ્રેમને વધારે ઉજાસભર્યો બનાવે છે. પરંતું કેટલીક વાર એવું બને છે કે પ્રેમ ગમે તેટલો શુદ્ધ, સાચ્ચો, નિઃસ્વાર્થ હોય પ્રેમીઓ એકબીજા સાથે લગ્ન નથી કરી શકતા. પ્રેમ લગ્નની રાહમાં કોઈને કોઈ અડચણો આવ્યા જ કરે છે. એ અડચણો દૂર કરવાના ઉપાયો અહીં દર્શાવ્યા છે.
# જો યુવક યુવતી બંને તરફથી પ્રેમ લગ્ન બાબતે મુશ્કેલીઓ ઉભી થતી હોય. પ્રેમ લગ્ન ના થતાં હોય તો કોઈ પણ માસના શુક્લ પક્ષના ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિ કે ફોટા સામે બેસીને ‘ઓમ લક્ષ્મી નારાયણ નમો નમઃ’મંત્રની ત્રણ માળા કરો. યાદ રહે કે આ માળા સ્ફટિકની જ હોવી જોઈએ અને એકસોને આઠ મણકાની હોવી જોઈએ. આવું તમારે કુલ ત્રણ માસ સુધી દર ગુરુવારે કરવાનું છે. ઉપરાંત રાધા-કૃષ્ણ મંદીરે જઈને વાંસળી અને રેશમી ચુંદડીની ભેટ ધરાવવી. આમ કરવાથી તમારા પ્રેમ લગ્ન આડેથી અડચણો દૂર થઈ જશે.
# ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમના પ્રતિક છે. પ્રેમ લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની ભક્તિ ખૂબ અનિવાર્ય છે. શુક્રવારના દિવસે રાધા-કૃષ્ણના મંદીરે જઈને તેમની સન્મુખ બેસીને ‘કેશવી કેશવારાધ્યા કિશોરી કેશવસ્તુતા, રુદ્ર રુપા, રુદ્ર મૂર્તિઃ રુદ્રાણી રુંદ્ર દેવતા.’ મંત્રની પાંચ માળાઓ કરો.
# જો કોઈ યુવક બાબતે જ પ્રેમ લગ્નમાં અડચણ આવતી હોય. એટલે કે યુવતીના પક્ષે કોઈ વાંધો ના હોય, માત્ર યુવકના પક્ષે જ હોય તો યુવકે ‘કલીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા’ મંત્રની રોજ એક માળા સવા મહિના સુધી કરવી. યુવક પક્ષેથી પ્રેમ લગ્ન આડેથી બધી બાધાઓ દૂર થઈ જશે.
# જો યુવક પક્ષ રાજી હોય અને અડચણો માત્ર યુવતીના પક્ષે જ આવતી હોય તો યુવતીએ ભગવાન શિવના મંદીરે જઈ ‘ઓમ શ્રીં વર પ્રદાય શ્રી નમઃ’ આ મંત્રની રોજ એક માળા સવા મહિના સુધી કરવી.
# પ્રેમ લગ્ન માટે દુર્ગા માતાની પૂજા પણ બહું જ કારગત નીવડે છે. સવા બે મહિના સુધી નિયમિત દર ગુરુવારે દુર્ગામાતાના મંદીરે જઈને તેમને લાલ રંગની ધજા તથા પ્રસાદ ચડાવનારના પ્રેમ લગ્ન જલ્દીથી થઈ જતા હોય છે.
# ભગવાન શંકર ખુબ ભોળા છે એટલે એમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. પ્રેમ લગ્ન માટે તેમને પણ વિનંતી કરો. દર સોમવારે શંકરના મંદીરે જઈને શિવલિંગ પર ગંગાજળ અને દૂધનો અભિષેક કરો. અભિષેક બાદ રૂદ્રાક્ષની માળા લઈને ‘ઓમ સોમેશ્વરાય નમઃ’ મંત્રની એક માળા પણ કરો અને ભોળાનાથને વિનંતી કરો કે તમારા પ્રેમ લગ્ન જલ્દીથી કરાવી દે.
# કદાચ એવું પણ બને કે તમે પ્રેમ લગ્ન કરવા માંગતા હોય પણ તમારી જ હરકતોને લીધે તમારા પ્રેમ લગ્ન શક્ય ના બનતા હોય. જો તમે તમારા પ્રેમીને કોઈ ધારદાર ચીજ કે પછી કાળા રંગની ચીજો ભેટ આપશો તો એની નકારાત્મક અસર તમારા પ્રેમ લગ્ન આડે આડખીલી બનશે. માટે એવી કોઈ ચીજ ભેટ આપી હોય તો એને જળમાં વહાવી દો અને ભગવાન શિવ-પાર્વતી અથવા તો રાધા-કૃષ્ણની તસવીર ભેટમાં આપો. લગ્ન આડેથી આડખીલી દૂર થઈ જશે.
# પ્રેમ લગ્ન માટે વિરોધ હોય અને કોઈને કોઈ કારણસર વાત અટકી જતી હોય એવા પ્રેમીઓએ એકબીજાને લાલ રંગના વસ્ત્રો ભેટ આપવા. આમ કરવાથી ભાગ્ય ખૂલે છે અને જલ્દીથી પ્રેમ લગ્ન થાય છે.
# જે કન્યા દર ગુરુવારે પોતાના હાથમાં લીલા રંગની બંગડી અને શુક્રવારે સફેદ વસ્ત્રો ધારણ કરે છે તથા જે સોળ સોમવારના વ્રત કરે છે એના પ્રેમ લગ્ન આડેથી બધી જ બાધાઓ દુર થાય છે.
# યુવકે પ્રેમ લગ્નમાં સફળતા મેળવવા માટે પન્નાના ગ્રહની વીંટી પહેરવી અને યુવતીએ હીરાની વીંટી પહેરવી જોઈએ. આમ કરવાથી પ્રેમ લગ્ન જરૂર થાય છે.
# પ્રેમી યુગલોએ અવાવરૂ જગ્યાએ કદી ના મળવું. ખાસ કરીને અમાસના દિવસે તો મળવાનું ટાળવું જ જોઈએ. કારણ કે અવાવરૂ જગ્યાએ અને અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ ખૂબ જોરમાં હોય છે. એમાં પણ યુવાન હૈયાઓનો પ્રેમ જોઈને તરત જ તેઓ તેમનામાં પ્રવેશ કરે છે અને તેમના જીવનમાં બાધા ઉભી કરે છે. એના કારણે પણ ઘણી વાર પ્રેમ લગ્ન થતાં હોતા નથી.
# પ્રેમી યુગલોએ ખાસ કરીને શુક્રવારના દિવસે અને પૂનમના દિવસે અચૂક મળવું. આ દિવસ પ્રેમીઓ માટે શુભ માનવામાં આવે છે અને લગ્ન જલ્દીથી થાય છે.
મિત્રો, પ્રેમ લગ્ન માટે અહીં જે કોઈ પણ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે એ બધા જ સાર્થક છે. આપ આપની સ્થિતી અને અનુકળતા મુજબ એ કરીને તમારા પ્રેમને અમર બનાવો.
***
નોંધ – આ માત્ર આમની માહીતી માટે જ છે…
ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવતા રહો.
]]>