Micromax – Gujjulogy.com https://gujjulogy.com Sat, 24 Oct 2020 08:08:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Micromax – Gujjulogy.com https://gujjulogy.com 32 32 ભારતીય કંપની Micromax ની ૩ નવેમ્બરે થશે Smartphone ની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી https://gujjulogy.com/micromax-smartphones-latest-smartphones-in-india/ https://gujjulogy.com/micromax-smartphones-latest-smartphones-in-india/#respond Sat, 24 Oct 2020 08:08:06 +0000 https://gujjulogy.com/?p=414 ચીની કંપનીઓને ટક્કરત આપવા Made in India Micromax કંપનીએ Smartphone ની દુનિયામાં ફરી એન્ટ્રી મારી છે, આ એન્ટ્રી કેવી રહેશે તે મોબાઇલની ગુણવત્તા નક્કી કરશે!

પ્રતિકાત્મક તસવીર

ભારતીય બજારમાં સસ્તી અને Made in India મોબાઇલ માટે જાણીતી Micromax કંપનીએ સ્માર્ટફોનની દુનિયા – બજાર છોડી દીધું હતું પણ હવે ભારતના ચીન સાથેના વિવાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનના કારણે હવે આ ભારતીય કંપનીએ ફરી ભારતીય મોબાઇલ બજારમાં ઝંપલાવ્યું છે અને આગામી ૩ નવેમ્બરના દિવસે પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. જોકે ભારતનું મોટાભાગનું મોબાઇલ બજાર હાલ ચીનની કંપનીઓના હાથમાં છે ત્યારે જોવું રહ્યું કે Micromax કંપની આ ચીની કંપનીઓને કેટલી ટક્કર આપી શકશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ Micromax કંપનીના સીઈઓ રાહુલ શર્માનો એક વીડિઓ વાઈરલ થયો હતો. જેમા તેમને ખૂબ લાગણીવાળી વાતો કરી હતી અને મોબાઇલ જગતમાં પોતાની વાપસીની જાહેરાત કરી હતી. જાહેરાત જેવા લાગતા વીડિઓમાં તેમણે કહ્યું કે બોર્ડર પર જે કઈ થયું તે સારુ નથી થયું અને હવે અમે ( Micromax ) માર્કેટમાં વાપસી કરી રહ્યા છીએ.

ભારત-ચીન બોર્ડર પર જે કઈ થયું તે સારુ નથી થયું અને હવે અમે ( Micromax )

માર્કેટમાં વાપસી કરી રહ્યા છીએ – રાહુલ શર્મા

જોકે આ વીડિઓમાં રાહુલ શર્માએ મોબાઇલ વિશે કોઇ જાણકારી આપી નથી. સ્માર્ટફોન કેવો હશે, તેના ફીચર કેવા હશે? એવી કોઇ માહીતી આપી નથી. પણ મજાની અને ઉલ્લેખનીય વાત એ છે કે Micromax કંપનીએ સ્માર્ટફોન પહેલા એક હૈશહૈગ લોંચ કર્યું છે અને છે #chinikam

એટલે હાલ પૂરતું તો આ કંપનીએ પોતાના સ્માર્ટફોનના લોંચની તારીખ જાહેર કરી દીધી છે. આગામી ૩ નવેમ્બરે બપોરે ૧૨ વાગે તેનો સ્માર્ટફોન લોંચ થશે, તે કેવો હશે એ ત્યારે જ ખબર પડશે પણ એકવાત નક્કી છે કે આ ચીની કંપનીઓને ટક્કર આપવી હશે તો ગુણવત્તાયુક્ત અને પ્રમાણમાં સસ્તો મોબાઇલ આપવો પડશે. આશા રાખીએ Micromax વિદેશી કંપનીઓને ટક્કર આપશે…

 

]]>
https://gujjulogy.com/micromax-smartphones-latest-smartphones-in-india/feed/ 0