Narendra modi – Gujjulogy.com https://gujjulogy.com Tue, 12 Jan 2021 01:59:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Narendra modi – Gujjulogy.com https://gujjulogy.com 32 32 કોરોના વેક્સિન Vaccine ફ્રી માં મળશે કે પૈસાથી? કેવી રીતે-કોને મળશે? નરેન્દ્ર મોદી Narendra Modi એ સ્પષ્ટ કરી વાત! https://gujjulogy.com/india-aims-to-achieve-vaccination-for-30-crore-people-in-the-next-few-months-narendra-modi/ https://gujjulogy.com/india-aims-to-achieve-vaccination-for-30-crore-people-in-the-next-few-months-narendra-modi/#respond Tue, 12 Jan 2021 01:59:56 +0000 https://gujjulogy.com/?p=714 કોરોના વેક્સિન Vaccine ફ્રી માં મળશે, ભારતનું લક્ષ્ય આગામી થોડા મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાનું છે. નરેન્દ્ર મોદી Narendra Modi એ સ્પષ્ટ કરી વાત!

આગામી 16 જાન્યુઆરીથી વિશ્વના સૌથી મોટા રસીકરણ vaccination અભિયાનના આરંભ થાય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Narendra Modi ની અધ્યક્ષતામાં 11 જાન્યુઆરી 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી પ્રશાસકો સાથે કોવિડ-19 રસીકરણની સ્થિતિ અને પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી હતી. જેમા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવેલા આ 3 કરોડ લોકોની રસીનો કોઇપણ પ્રકારનો ખર્ચ રાજ્યોએ નહીં ભોગવવો પડે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખર્ચ કેન્દ્ર દ્વારા ઉપાડવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી 16 જાન્યુઆરીથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનના આરંભ સાથે દેશ આ વાયરસ સામેની જંગમાં હવે નિર્ણાયક તબક્કે આવી ગયો છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે, ભારતમાં બંને રસીને ઇમરજન્સીમાં ઉપયોગની અધિકૃતતા આપવામાં આવી છે તે ગૌરવની વાત છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, બંને માન્યતા પ્રાપ્ત રસી સમગ્ર દુનિયામાં અન્ય રસીઓની સરખામણીએ ઘણી સસ્તી છે અને તેમણે ઉમેર્યું હતું કે, જો કોઇ વિદેશી રસી પર નિર્ભર રહેવાનું થયું હોત તો ભારતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો સાથે વિચારવિમર્શ કર્યા પછી નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સમુદાયે આપેલી સલાહના આધારે રસીકરણની પ્રાથમિકતા નિર્ધારિત કરવામાં આવી છે. બંને સરકારો અને ખાનગી ક્ષેત્રોના આરોગ્ય કર્મચારીઓને સૌથી પહેલાં રસી પ્રાપ્ત થશે. તેમની સાથે સાથે, સફાઇ કર્મચારીઓ, અગ્ર હરોળમાં સેવા આપતા અન્ય કામદારો, પોલીસ અને અર્ધ લશ્કરી દળના જવાનો, હોમગાર્ડ્સ, આપદા વ્યવસ્થાપન સ્વયંસેવકો અને નાગરિક સંરક્ષણમાં જોડાયેલા અન્ય જવાનો, કન્ટેઇન્મેન્ટ અને દેખરેખ સાથે સંકળાયેલા મહેસૂલ અધિકારીઓને પણ પ્રથમ તબક્કામાં રસી પ્રાપ્ત થશે. પ્રથમ રાઉન્ડમાં આવા 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવેલા આ 3 કરોડ લોકોની રસીનો કોઇપણ પ્રકારનો ખર્ચ રાજ્યોએ નહીં ભોગવવો પડે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખર્ચ કેન્દ્ર દ્વારા ઉપાડવામાં આવશે.

બીજા તબક્કામાં, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, સહ-બિમારી ધરાવતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો અથવા જેમને સંક્રમણનું અતિ જોખમ હોય તેવા લોકોને રસી આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેરફેર માટેની તમામ તૈયારીઓ દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરી લેવામાં આવી છે તેમ કહેતા પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં રસીકરણની ડ્રાય રન પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણી નવી તૈયારીઓ અને કોવિડ માટેની SOPને દેશમાં સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમો અને ચૂંટણી યોજવાના જૂના અનુભવો સાથે સાંકળી લેવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે, ચૂંટણીમાં જે પ્રકારે બૂથ સ્તરની વ્યૂહનીતિ અપનાવવામાં આવે છે જેવી જ વ્યૂહનીતિનો અહીં પણ ઉપયોગ કરવાની જરૂર છે.

રસીકરણનું પ્રમાણાપત્ર અપાશે

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ રસીકરણ કવાયતનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ જેમને રસીકરણની જરૂર હોય તેવા લોકોની ઓળખ અને દેખરેખનું છે. આ માટે, Co-WIN ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આધારની મદદથી લાભાર્થીઓને ઓળખી કાઢવામાં આવશે તેમજ સમયસર બીજો ડોઝ પણ સુનિશ્ચિત થઇ શકશે. પ્રધાનમંત્રીએ Co-WIN પર રસીકરણના વાસ્તવિક સમયના ડેટા અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાના મહત્વનો પણ વિશેષરૂપે ઉલ્લેખ કર્યો હતો.

કોઇપણ વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત થયા પછી, Co-WIN તાત્કાલિક ડિજિટલ રસીકરણ પ્રમાણપત્ર ઇશ્યુ કરશે. આ પ્રમાણપત્ર બીજા ડોઝ માટે વ્યક્તિને રિમાઇન્ડર આપવાનું કામ કરશે અને બીજા ડોઝ પછી તેમને ફાઇનલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

30 કરોડનું લક્ષ્યને રસી આપવાનું લક્ષ્ય

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં રસીકરણ કવાયતનું મહત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે અન્ય ઘણા દેશો આપણને અનુસરીને આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 રસીકરણ છેલ્લા 3-4 અઠવાડિયાથી અંદાજે 50 દેશોમાં ચાલી રહ્યું છે અને હજુ સુધીમાં માત્ર 2.5 કરોડ લોકોને રસી આપી શકાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનું લક્ષ્ય આગામી થોડા મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાનું છે.

.

]]>
https://gujjulogy.com/india-aims-to-achieve-vaccination-for-30-crore-people-in-the-next-few-months-narendra-modi/feed/ 0
Bihar election results બિહરમાં ૧૮ કલાકની મતગણતરી બાદ મળેલી જીતેને લઈને વડાપ્રધાને આ વાત કહી https://gujjulogy.com/bihar-election-results-and-narendra-modi/ https://gujjulogy.com/bihar-election-results-and-narendra-modi/#respond Wed, 11 Nov 2020 03:05:10 +0000 https://gujjulogy.com/?p=663 કોરોનાના કારણે બિહાર ઇલેક્શનનું પરિણામ Bihar election results જાહેર કરવામાં ઇલેક્શન કમિશનને ૧૮ કલાક લાગ્યા. આ દરમિયાન સવારથી પરિણામનો પણ ગજબની રમત રમતા રહ્યા. સવારે મહાગઠબંધન જીતતું હતું અને તેજસ્વી મુખ્યમંત્રી બનતા હતા અને બપોર પછી NDA આગળ વધી ગઈ પણ નીતિશકુમાર JDUની બેઠકો ઘટી ગઈ. સાંજ થતા થતા ફરી મહાગઠબંધને થોડી સ્પીડ પકડી પણ તે એનડીએથી આગળ ન નીકળી શક્યું અંતે NDA ની બિહારમાં જીત થઈ.

પરિણામની વાત કરીએ તો બિહારની કુલ ૨૪૩ વિધાનસભાની બેઠકમાંથી એનડીએ ગઠબંધનને કુલ ૧૨૫ બેઠક પર જીત મળી છે જેમાં ભાજપને ૭૪, નીતિશકુમારની જેડેયુને ૪૩, વીઆઈપીને ૪ અને હમને ૪ બેઠક પરથી જીત મળી છે. NDA wins 125 seats (BJP 74, JDU 43, VIP 4, HAM 4)

મહાગઠબંધન Mahagathbandhan ની વાત કરીએ તો તેનો RJD ને 75, Congress ને 19, Left ને 16 એમ કુલ ૧૧૦ બેઠક પર જીત મળી છે. તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીને સૌથી વધુ ૭૫ બેઠકો પર જીત મળી છે. મહત્વની વાત એ છે કે બિહારમાં જીતના સંદર્ભે તેજસ્વી યાદવની આરજેડી સૌથી મોટી પાર્ટી બનીને આગળ આવી છે. Mahagathbandhan wins 110 seats (RJD 75, Congress 19, Left 16)

પરિણામની રાહ જોવી પડી

બિહારની આ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં ૧૮ કલાક થયા. આ કોરોના ઇફેક્ટ છે. પરિણામ પરિણામના દિવસે નહી પણ બીજા દિવસે વહેલી સવારે જાહેર થયા. ૪ કરોડ કરતા વધારે મતની ગણતરી કરવામાં થોડો વધારે સમય ગયો. અંતે પરિણામ આવ્યા અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુંકે “ બિહારે દુનિયાને લોકશાહીનો પહેલો પાઠ ભણાવ્યો છે. આહજે બિહારે દુનિયાને ફરીએ બતાવ્યું છે કે લોકતંત્રને મજબૂત કેવી રીતે કરી શકાય. રેકોર્ડ સંખ્યામાં બિહારના ગરીબ, વંચિત અને મહિલાઓ મત આપ્યા અને વિકાસ માટે પોતાનો મહત્વપૂર્ણ નિર્ણય જણાવ્યો છે.”

વડાપ્રધાને એક નહી અનેક ટ્વીટ કર્યા તેમણે જણાવ્યું કે બિહારના દરેક મતદારે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તે આકાંક્ષી છે અને તેની પ્રાથમિકતા માત્ર અને માત્ર વિકાસ છે. બિહારમાં ૧૫ વર્ષ પછી પણ ફરી NDAની સરકારને ફરી આશીર્વાદ મળ્યા એ દર્શાવે છે કે બિહારના સપના કયા છે, બિહારની અપેક્ષા કઈ છે.

વડપ્રધાને કહ્યું કે બિહારના યુવાનોએ પણ સ્પષ્ટ કરી દીધું કે આવનાર નવો દાયકો બિહારનો હશે અને આત્મનિર્ભર બિહાર તેનો નવો રોડમેપ છે. બિહારના યુવાનોએ પોતાના સામર્થ્ય અને અને NDA પર ભરોસો કર્યો છે. જેનાથી NDAને વધારે પરિશ્રમ કરવાની પ્રેરણા મળી છે.

 

 

]]>
https://gujjulogy.com/bihar-election-results-and-narendra-modi/feed/ 0