new film – Gujjulogy.com https://gujjulogy.com Mon, 26 Oct 2020 17:08:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png new film – Gujjulogy.com https://gujjulogy.com 32 32 અક્ષયનું નવું ફિલ્મ લક્ષ્મી બોમ્બ laxmmi bomb વિવાદોમાં, શું ફિલ્મ રીલીઝ નહીં થાય? https://gujjulogy.com/akshay-kumar-new-film-laxmmi-bomb/ https://gujjulogy.com/akshay-kumar-new-film-laxmmi-bomb/#respond Mon, 26 Oct 2020 17:08:21 +0000 https://gujjulogy.com/?p=536 અક્ષય કુમાર ( Akshay kumar ) નું નવુ ફિલ્મ લક્ષ્મી બોમ્બ ( laxmmi bomb ) નું તાજેતરમાં ટ્રેલર રીલીઝ થયુ હતુ. ટ્રેલર રીલીઝ થતાની સાથે ફિલ્મ ( Film ) વિવાદોમા સંપડાતા અક્ષય માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેમ જેમ ફિલ્મની રીલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ વિરોધ વધતો જઈ રહ્યો છે. દેશના ઘણા સંગઠનો ફિલ્મના નામ ને લઈને ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. સંગઠનોનું કહેવુ છે કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવો જોઈએ. ઘણા લોકોનું માનવું છે કે તે હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોચાડે છે. આટલું ઓછુ હતુ એમ રાષ્ટ્રીય હિન્દુ સેનાએ પણ તેનો વિરોધ કર્યો છે.

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ટ્વીટર પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને લખેલ પત્રમા માંગણી કરી છે કે લક્ષ્મી બોમ્બના ડાયરેક્ટર અને કાસ્ટ વિરુધ્ધ પગલાં લેવામા આવે. ફિલ્મ દ્વારા હિન્દુ દેવી લક્ષ્મીનું અપમાન કરવામાં આવ્યું છે.

પત્રમાં જણાવામા આવ્યું છે કે મેકર્સે હિન્દુ સમુદાયને ભડકાવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. હિન્દુ સેનાનુ કહેવું છે કે લક્ષ્મી સાથે બોમ્બનો ઉપયોગ કરવો એ માતા લક્ષ્મીનુ અપમાન છે. સાથે એમ પણ જણાવવામા આવ્યુ છે કે આ ફિલ્મમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવામા આવ્યું છે. ફિલ્મમાં હિન્દુ યુવકને મુસ્લિમ યુવતીને પ્રેમ કરતો દેખાડ્યો છે.

જાણકારી માટે કે અક્ષયની આ મુવી 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થવાની છે. ફિલ્મમાં કિઆરા અડવાણી અક્ષય સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.ફિલ્મનુ ટ્રેલર ઘણુ ટ્રેડ થઈ રહ્યું છે. ફિલ્મનું પહેલું ગીત બુર્જ ખલીફા લોન્ચ થતાની સાથે ઘણુ લોકપ્રિય થયું છે.

]]>
https://gujjulogy.com/akshay-kumar-new-film-laxmmi-bomb/feed/ 0