nootan varsha abhinandan – Gujjulogy.com https://gujjulogy.com Fri, 13 Nov 2020 08:08:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png nootan varsha abhinandan – Gujjulogy.com https://gujjulogy.com 32 32 બેસતા વર્ષના New Year દિવસે આ કાર્યો આખા વર્ષને નહીં જીવનને સમૃદ્ધ રાખશે. https://gujjulogy.com/new-year-celebration-gujarat/ https://gujjulogy.com/new-year-celebration-gujarat/#respond Fri, 13 Nov 2020 08:08:28 +0000 https://gujjulogy.com/?p=672 હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક સુદ એકમના દિવસે બેસતું વર્ષ એટલે કે નૂતન વર્ષ New Year હોય છે. આ દિવસનુ ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વ છે. નવા વર્ષના પહેલાં જ દિવસના કાર્યો આખા વર્ષને હર્યુ ભર્યુ અને સુખરૂપ બનાવી શકે છે. જે રીતે દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે તેવી રીતે જો બેસતા વર્ષનો દિવસ શુભ હોય તો આખું વર્ષ સુખરૂપ વીતે છે.

ગૌમૂત્ર અને બીજા પદાર્થોના મિશ્રણનો પ્રયોગ

બેસતું વર્ષ એટલે સુખ, સમૃદ્ધિના આહવાન કરવાનો દિવસ પણ છે. સમૃદ્ધિને આહવાન કરવાનું છે. પરંતું યાદ રહે કે જ્યાં સ્વચ્છતા હશે ત્યાંજ લક્ષ્મીજી આવશે. સાથે સાથે સકારાત્મક ઉર્જા પણ જરૂરી છે. માટે બેસતા વર્ષના દિવસે પહેલું કામ તમારે સફાઈનું જ કરવાનું છે. વિશેષ સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા માટે બેસતા વર્ષના દિવસે વહેલી સવારે સૂર્યોદય વખતે ઘરમાં જાડુ લગાવીને પછી પાણીમાં ગૌમૂત્ર, મીઠું અને ફટકડી નાંખીને એનું પોતું મારો.

બેસતા વર્ષના દિવસે મહિલાઓએ શું પહેરવું જોઈએ

ઘરની મહિલા ઘરની શક્તિ છે. નારી શક્તિને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. હિન્દુ વર્ષના પહેલાં દિવસ અને ઘરની મહિલાઓના કાર્યોને બહું મોટો સંબંધ છે. એની સાથે આખા વર્ષની ખૂશીઓ જાેડાયેલી હોય છે. વર્ષના પહેલાં દિવસે, એટલે કે બેસતા વર્ષના દિવસે તમારા ઘરની મહિલા શું કરે છે? શું પહેરે છે? એ બધી બાબતોની અસર ઘર પર પડે છે. શાસ્ત્રો મુજબ ઘરની મહિલાએ પહેલાં દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા જાેઈએ. તમે જાેયુ હશે કે માતા લક્ષ્મી પણ લાલ રંગના વસ્ત્રોમાં જ હોય છે. કારણ કે લાલ રંગ સમૃદ્ધિને આકર્ષે છે. આથી જાે તમારા ઘરની મહિલા બેસતા વર્ષના દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરશે તો સમૃદ્ધિ આવશે.

આ પૂજાથી કદી નહીં આવે ધનની કમી

જાે તમે કોઈ કાનૂની લડાઈમાં ફસાઈ ગયા હો. કાયદાકીય મુશ્કેલીઓએ તમને ઘેરી લીધા હોય અથવા તો કોઈ સરકારી મુદ્દામાં ફસાઈ ગયા હો અને ગમે તેટલાં પ્રયત્નો છતાં પણ એમાંથી બહાર ના નીકળી શકતા હો તો બેસતા વર્ષના દિવસે એક વિશેષ પ્રયોગ કરવાનો છે. કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષના દિવસે સવારે સ્નાનાદિ પતાવી, કુળદેવતા તથા લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ નિમ્ન લિખિત મંત્રોની એક માળા કરો.

‘ઓમ નમો ભાસ્કરાય ત્રિલોકાત્મને
મહપતિ વશ્યં કુરુ – કુરુ સ્વાહા.’

આ મંત્રની એકસોને આઠ મણકાની એક માળા તમારે રોજ સવારે કરવાની છે. આખો કારતક મહિનો પૂરો થાય ત્યાં સુધી તમે આ પ્રયોગ કરશો તો ખૂબ જ જલ્દીથી તમે કાયદાકીય અને સરકારી ગુંચવણમાંથી બહાર આવી જશો.

સરસ્વતીને રિઝવવા ૨૧ દિવસનો પ્રયોગ

જાે તમે વિદ્યાર્થી હો અને ભણવામાં તમારુ ધ્યાન ના રહેતું હોય. તમે મહેનત કરો છતાં સારા ટકા ના આવતા હોય. તમારી સ્મરણ શક્તિ ખૂબ જ ઓછી થઈ ગઈ હોય તો એને સારી કરવા માટે તથા અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે બેસતા વર્ષના દિવસે સવારે માતા સરસ્વતીની પૂજા ખૂબ જ સારુ ફળ આપે છે. આ દિવસે સરસ્વતી માતાને સફેદ ફુલોની માળા ચડાવીને ‘ઓમ હ્રીં ઐં હ્રીં ઓમ સરસ્વત્યૈ નમઃ’ની એક માળા કરો. એકવીસ દિવસ સુધી આ પ્રયોગ ચાલુ રાખો. તમને શિક્ષણમાં ખૂબ જ ફાયદો થશે.

આ પૂજાથી કદી નહીં આવે ધનની કમી

તમારા પર કોઈ ગ્રહોની ખરાબ દશા હોય તો પણ તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. તમને હંમેશાં દુઃખ રહ્યાં કરે છે. અથવા તો કોઈએ તમારા પર મેલી વિદ્યા કરી હોય તો પણ દુઃખના પડછાયા હટતા નથી. એને દૂર કરવા માટે બેસતા વર્ષના દિવસના આ બે પ્રયોગો અત્યંત સિદ્ધ છે. બેસતા વર્ષના દિવસે તથા એ પછી ઉતરાયણ સુધી જેટલાં પણ શનીવાર અને મંગળવાર આવે ત્યારે એક પાણીવાળું લીલું નારિયેલ તમારા ઘરના સૌથી મોટા વડીલ અથવા સૌથી નાના બાળકના માથેથી સાત વાર ઉતારીને વહેતા જળમાં પધરાવી દો.
બીજો પ્રયોગ એ છે કે બેસતા વર્ષના દિવસે સાંજ ઢળી જાય પછી તમારા શરીરે સરસિયાના તેલનું લગાવી દો અને તમારા હાથે કાળા રંગના કુતરાને એક રોટલી ખવરાવી દો. આ પ્રયોગ જેટલો સરળ લાગે એટલો નથી. પરંતું એક જ વાર કરવાનો હોવાથી સફળતા મળશે. બસ આ બંને પ્રયોગો કરશો તો તમારા પર કે તમારા પરિવારના કોઈ પણ જણ પર થયેલી ગ્રહોની ખરાબ અસર અને મેલી વિદ્યા દૂર થઈ જશે.

મોક્ષનું દ્વાર છે આ માસ

બેસતું વર્ષ એટલે કારતક માસનો પહેલો દિવસ. કારતક માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય માસ. આ મહીનાને મનુષ્યના મોક્ષનું દ્વાર પણ કહેવાય છે. તેથી આ દિવસે ભગવાન કૃષ્ણની પૂજાનું વિશેષ મહત્વ છે. કૃષ્ણની છબી કે પ્રતિમા આગળ દીપ પ્રગટાવીને તમામ પાપોમાંથી મુક્તિ અને મોક્ષની પ્રાર્થના કરો.

ત્રણ દિપક અને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ

બેસતા વર્ષના દિવસે વહેલી સવારે ઉઠીને, ઠંડા પાણીથી સ્નાન કરીને લાલ રંગના વસ્ત્રો ધારણ કરો. એ પછી તાંબાના લોટાથી તુલસી માતાને જળ ચડાવો અને તેમની આગળ દીપ પ્રગટાવો. આવું કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ તમારા ઘરના મંદિરને એકદમ સ્વચ્છ કરીને ફુલોથી સજાવો. નવા વર્ષે જેમ આપણે નવા વસ્ત્રો કે નવી ચીજોનો આગ્રહ રાખીએ છીએ તેમ ભગવાનને પણ નવા વર્ષે નવા વસ્ત્રોથી શણગારો. એ પછી તમારા કુળદેવતા કે કુળદેવી સમક્ષ દીપ પ્રગટાવો અને તેમની પ્રાર્થના કરો. ઉપરાંત તમારા ઘરના મંદિરે પાસે ત્રણ વિશેષ દિપ પ્રગટાવો. જેમાં એક ગાયના શુદ્ધ ઘીનો દીપક, બીજો તેલનો દીપક અને ત્રીજો સરસિયાના તેલનો પ્રગટાવો. કહેવાય છે કે બેસતા વર્ષના દિવસે ઘરમાં આ ત્રણ દીપક પ્રગટાવવાથી અશ્વમેધ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે. આ કાર્યથી તમારુ આખુ વર્ષ સુખરૂપ જશે. સાથે સાથે આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની પણ પૂજા કરો.

એક અભૂતપૂર્વ સ્નાન

હિન્દુ ધર્મમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. કારતક સુદ એકમ એટલે કે બેસતા વર્ષના દિવસથી રોજ સવાર સાંજ સૂર્યોદય પૂર્વે અને સૂર્યોદય બાદ ઠંડા પાણીથી સ્નાન કરો. સ્નાન કરતી વખતે ગાયત્રી મંત્રોનું સ્મરણ કરતાં રહો. બેસતા વર્ષથી લઈને કારતક મહિનો પૂરો થાય ત્યાં સુધી તમે સવાર- સાંજનું આ સ્નાન કરશો તો તમને અનેક વાર ગંગાસ્નાન કર્યાનું પૂણ્ય મળશે.

મિત્રો, બેસતા વર્ષના દિવસે આ કાર્યો કરી શ્રદ્ધા રાખશો તમે જીવનની અનેક સમસ્યાઓમાંથી ઉગરી જશો. આ કાર્યો આખા વર્ષને જ નહીં આખા જીવનને સમૃદ્ધ રાખશે.

***
ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/new-year-celebration-gujarat/feed/ 0