Pornography – Gujjulogy.com https://gujjulogy.com Mon, 08 Feb 2021 17:13:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Pornography – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Pornography Video… જે ઘટના જ કલંકરૂપ છે તેના વિડીઓ વેચાઈ-ખરીદાઈ રહ્યા છે!!? https://gujjulogy.com/pornography-video-rape-and-society/ https://gujjulogy.com/pornography-video-rape-and-society/#respond Mon, 01 Feb 2021 08:49:32 +0000 https://gujjulogy.com/?p=744 બળાત્કાર જધન્ય આપરાધ છે. બધા માને છે પણ આપણે તેના જ વીડીઓ જોઇએ પણ છીએ! Pornography Video પર પ્રતિબંધ જરૂરી

 

ઉત્તરપ્રદેશ (Utter Pradesh) માં બદાયૂં જિલ્લામાં ૩૦ વર્ષની એક મહિલા સાથે ગેંગરેપ થયો. આરોપીઓએ મહિલાનો વિડીઓ બનાવ્યો અને વારંવાર બ્લેકમેઈલ પણ કરી અને વિડીઓ વાઈરલ કર્યો અને આખી ઘટના બહાર આવી.

દુષ્કર્મ એ સમાજ માટે કલંકરૂપ ધટના છે. તેને અટકાવ જેટલા પણ પ્રયત્ન કરવા પડે એટલા કરવા રહ્યા. ચિંતાજનક વાત એ છે કે આ દુષ્કર્મના આરોપીઓ દુષ્કર્મનો વીડિઓ વેંચી રહ્યા હતા. દુઃખની વાત એ છે કે આ લોકોને દુષ્કર્મના વીડિઓ ખરીદનારા પણ મળી રહેતા હતા. શું આ સમાજ માટે, દેશ માટે ચિંતાનો વિષય નથી?

સમાજ માટે દુષ્કર્મને અટકાવવા તો પડકારરૂપ છે અને હવે એક નવી ચિંતા આ સંદર્ભે કરવી પડે તેમ છે. આ કિસ્સો શું દર્શાવે છે? દુષ્કર્મ કરનારા તો ગુનેગાર છે જ પણ તેનો વિડીઓ જોનારાના પણ એટલા ગુનેગાર શું ન હોવા જોઇએ? કોઇની પીડાને આપણે ખરીદીને કેવી રીત જોઇ શકીએ?! આવા વીડિઓ ખરીદીને જોવા એ આપણી કયા પ્રકારની માનસિકતા દર્શાવે છે?

વીડિઓ વાઈરલ થયા પછી આ ઘટના બહાર આવી અને ત્યાર પછી મહિલાએ પોલિસમાં કેસ નોંધાવ્યો. પોલિસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપીઓ પોતાના વિસ્તારમાં આ ગેંગરેપનો વિડીઓ ૩૦૦ રૂપિયામાં વેચી રહ્યા હતા.

પોર્નોગ્રાફી Pornography એક બિસનેસ છે….થોડું વિચારજો….

અહીં ચિંતાનો વિષય એ પણ છે કે પોર્નોગ્રાફી Pornography  એક બિસનેસ છે. જરા વિચારો આજે ઇન્ટરનેટ પર પોર્ન વીડિઓ કે કન્ટેન્ટ દેખાડતી ઢગલો વેબસાઈટ છે. આ સંદર્ભે અનેક પ્રકારના પ્રતિબંધ હોવા છતા ઇન્ટરનેટ જગતના માસ્ટરો ગમે તેમ કરીને પોતાની આવી વેબ ચાલુ રાખી શકતા હોય છે. આના પર રોક લગાડવો પડકારરૂપ છે. હવે આ બધુ કન્ટેન્ટ જોનારાઓને એક દમ મફતમાં મળે છે. જરા વિચારો મફતમાં કન્ટેન્ટ આપવા છતાં આ પોર્ન ઇન્ડસ્ટ્રીઝ અબજો રૂપિયાની છે. મીડિયા અહેવાલોનું અને આ બાબતના જાણકારોનું માનવું છે કે બજારમાં ચોક્કસ પ્રકારના વિડીઓની માંગ હોય છે. આ વિચારવા જેવો પ્રશ્ન છે. સમાજ જોવે છે એટલે પણ આવા વિડીઓ વાઈરલ થાય છે. એક જાગૃત નાગરિક તરીકે આવા વિડીઓ આગળ વધારવાની જગ્યાઅએ તરત ડિલિટ કરી દેવા જોઇએ. શરૂઆત આપણાથી કરવી રહી.

ચિંતાનો વિષય……

આ ઘટનારૂપે જે કિસ્સો બહાર આવ્યો છે તે વધુ ચોકાવનારો છે. પોર્ન વીડિઓ વેચાઈ રહ્યો છે. સમાજ માટે આ ચિંતાનો વિષય છે. આ સંદર્ભે જાગૃત નહી થઈએ તો આ સમાજ અને દેશ માટે વધુ પડકાર જનક સમસ્યા બની શકે છે. સમય ચેતી યોગ્ય પગલાં લેવાનો છે.
.

]]>
https://gujjulogy.com/pornography-video-rape-and-society/feed/ 0