Power of 3P – Gujjulogy.com https://gujjulogy.com Wed, 22 Sep 2021 11:21:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Power of 3P – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Power of 3P ત્રણ “P” ની વાત જે તમારું જીવન બદલી નાંખશે https://gujjulogy.com/power-of-3p/ https://gujjulogy.com/power-of-3p/#respond Wed, 22 Sep 2021 11:21:35 +0000 https://gujjulogy.com/?p=1320 Power of 3P | આ ત્રણ “P” તમને શીખવે છે કે જીવનમાં ક્યાંય પણ આ ત્રણ “P” ની થિયરી લઈને જાવ. આ ત્રણ “P” તમને જીવનમાં આગળ લઈને જશે.

Power of 3P

Power of 3P | એક રાજા હોય છે. જે ખૂબ દયાળુ અને બહાદુર હોય છે. જેની ચર્ચા બધે જ થાય છે. આખું રાજ્ય રાજાને ખૂબ પ્રેમ કરે છે પણ એકવાર આ રાજાની લોકપ્રિયતા જોઈ બીજો એક રાજા તેના પર હુમલો કરે છે. આ હુમલામાં રાજા તેને હરાવી દે છે પણ આ યુદ્ધમાં દયાળુ-બહાદુર રાજાનો એક પગ કપાઈ જાય છે. થોડા સમય પછી બીજો રાજા આ રાજા સાથે યુદ્ધ કરવા આવે છે. અહીં પણ આ બહાદુર રાજા યુદ્ધ જીતી જાય છે પણ યુદ્ધમાં તેની એક આંખ ફૂટી જાય છે.

એક પગ અને એક આંખ હોવા છતાં આ રાજાની ખ્યાતિ એટલી બધી હતી કે દૂર-દૂરથી લોકો તેમને મળવા આવતા હતા. એકવાર રાજા પોતાના મહેલમાં ફરતો હોય છે. મહેલમાં ચારે બાજુ તે પોતાના પૂર્વજોની બાપ-દાદાની મૂર્તિઓ અને ચિત્રો જુએ છે. તેને પણ લાગે છે કે હું પણ હવે વૃદ્ધ થઈ રહ્યો છું તો મારું પણ આવું કોઈ ચિત્ર હોવું જોઈએ. આથી તે દુનિયાભરના મહાન ચિત્રકારોને આ માટે નિમંત્રણ આપે છે. પણ રાજાને એક આંખ નહીં, એક પગ નહીં હોવાથી કોઈ ચિત્રકાર તેમનું ચિત્ર બનાવવા તૈયાર થતો નથી. બધાને ડર લાગે છે કે ચિત્ર ખરાબ લાગશે તો રાજા અમારો જીવ લઈ લેશે. પણ એક ચિત્રકાર આગળ આવે છે. તે રાજાને કહે છે કે હું તમને તમારું સુંદર ચિત્ર દોરી આપીશ.

Power of 3P | જીવનનો પાઠ અહીંથી શરૂ થાય છે. આ જે ચિત્રકાર ડર્યા વગર રાજાનું ચિત્ર દોરવા આગળ આવ્યો તેની પાછળ ત્રણ “P” ની ફિલોસોફી છે. જે આપણે બધાએ સમજવા જેવી છે.

પહેલો P એટલે – Positive Thinking. તેણે રાજાનું ચિત્ર દોરતા પહેલા વિચાર્યું કે રાજાના માત્ર બે અંગ- આંખ અને પગ છોડી દો તો તેનું આખું શરીર અને બાકી બધા જ અંગ કેટલા સરસ છે. તો મારે તો રાજાના ચિત્રમાં આ જ દેખાડવાનું છે. પહેલા P થી આ ચિત્રકારે રાજામાં પોઝિટીવ દ્રષ્ટિથી વિચાર્યુ.

બીજો P એટલે Posible Thinking. આ “P” થકી ચિત્રકારે વિચાર્યું કે હું રાજાનું કેવું ચિત્ર બનાવું જેમાં ખામી ન દેખાય. એટલે કે આ બીજા “P” થકી ચિત્રકારે સમજાવ્યું કે સમસ્યા ન જુઓ, સમાધાન તરફ નજર ફેરવો.

ત્રીજો “P” એટલે Positive Way… આ “P” થકી રાજા એ વિચાર્યું કે રાજાનું કયા એક્શનવાળુ ચિત્ર બનાવું કે જે આકર્ષક બહાદુરીનું પ્રતિક લાગે અને તેના બે ખરાબ અંગ કોઈને દેખાય પણ નહીં.

આ ત્રણ “P” ની થિયરીથી ચિત્રકારે રાજાનું એક ચિત્ર બનાવ્યું. રાજા એક બાજુ ઊભા રહીને એક આંખ બંધ કરીને તીર વડે શિકાર કરતા હોય એવા એન્ગલનું ચિત્ર એ ચિત્રકારે બનાવ્યું. ચિત્રમાં રાજાની ખામી પણ છુપાઈ ગઈ અને તેનું આકર્ષક રૂપ પણ દેખાયું. રાજા આ ચિત્ર જોઈને ખૂબ ખુશ થયો.

બોધ – Power of 3P | આ ત્રણ “P” તમને શીખવે છે કે જીવનમાં ક્યાંય પણ જાવ Positive Thinking, Posible Thinking અને Positive way… આ ત્રણ “P” ની થિયરી લઈને જાવ. આ ત્રણ “P” તમને જીવનમાં આગળ લઈને જશે.

 

]]>
https://gujjulogy.com/power-of-3p/feed/ 0