Pregnancy Tips in Gujarati – Gujjulogy.com https://gujjulogy.com Sat, 06 Feb 2021 02:40:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Pregnancy Tips in Gujarati – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Pregnancy Tips in Gujarati | ગર્ભવતી મહિલા આટલું ધ્યાન રાખશે તો સંસ્કારી અને સૌભાગ્યશાળી બાળક જન્મશે https://gujjulogy.com/pregnancy-tips-in-gujarati/ https://gujjulogy.com/pregnancy-tips-in-gujarati/#respond Sat, 06 Feb 2021 02:39:27 +0000 https://gujjulogy.com/?p=774  

Pregnancy Tips in Gujarati | Garbh Sanskar (Gujarati) શું તમે તમારા બાળકને માનસિક તાણ વાળુ, ખોડખાપણવાળુ ઈચ્છો છો? જો ના! તો આાટલું વાંચો અને પાલન કરો.

 

દક્ષિણ દિશામાં ના ઉંઘશો ડિલીવરી વખતે રીબાશો | Garbasanskar in Gujarati

કેટલીક વાર ગર્ભવતી મહિલા ( pregnant women ) ઓ જાણે-અજાણે એવા પગલાં ઉઠાવી લેતી હોય છે કે પછીથી તેમણે એનું ભારે નુકસાન વેઠવું પડતું હોય છે. આધ્યાત્મિક જગત, વિજ્ઞાન જગત અને વાસ્તુ શાસ્ત્ર ત્રણેયમાં આ બાબતે ઘણી બધી વાતો કરવામાં આવી છે. આપણે આપણા શાસ્ત્રોની વાત કરીએ તો તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે ગર્ભવતી મહિલા ( pregnant women ) એ કદી પણ દક્ષિણ દિશામાં સુવું ના જોઈએ. આ દિશા ગર્ભવતી મહિલાઓ માટે અશુભ માનવામાં આવી છે. જો ગર્ભવતી મહિલા દક્ષિણ દિશામાં ઉંઘે તો એનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. બાળકને જન્મ આપતી વખતે એ ખૂબ જ રીબાય છે, પરેશાન થાય છે.

 

આ પણ તમને વાંચવું ગમશે…

 

તામસી ખોરાક ના ખાવો જોઈએ… Food for pregnant women

ગર્ભવતી મહિલા ( pregnant women ) ઓએ હંમેશાં શુદ્ધ અને સાત્વિક ભોજન જ કરવું જાેઈએ. કેટલીક મહિલાઓને તીખુ, તળેલું ખાવાની ટેવ હોય છે. તો કેટલીક મહિલાઓ માંસ – મદીરાનું પણ સેવન કરતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ મહિલા આવા પ્રકારના ખોરાક ખાય તો તેનું આવનારુ બાળક પણ તામસી પ્રકૃતિનુ અને અત્યંત ગુસ્સાવાળું જન્મે છે.

સીડી નીચેના રૂમમાં ઉંઘશો તો બાળકના જીવનમાં ભાર વધશે | Garbasanskar in Gujarati

કેટલાંક ઘરની વ્યવસ્થા એવી હોય છે સીડી નીચે રૂમ બનાવવામાં આવ્યો હોય છે. જાે તમારે ત્યાં પણ એવો રૂમ હોય અને પરિવારમાં કોઈ ગર્ભવતી મહિલા હોય તો ભુલથી પણ એને ત્યાં ના ઉંઘવા દેશો. કારણ કે સીડી નીચે આવતા રૂમમાં દબાણ ખૂબ જ હોય છે. સીડી નીચે સુવાથી ગર્ભવતી મહિલાના જીવનમાં પણ ખૂબ જ દબાણ આવે છે. એ દબાણનો સામનો એના આવનારા બાળક પર પણ પડે છે. આ રીતે જો કોઈ ગર્ભવતી મહિલા નવ માસ સુધી સીડી નીચે આવેલા ઓરડામાં ઉંઘે છે તો તેના આવનારા બાળકના જીવનમાં સતત ભાર રહે છે.

 

 ભડકીલા રંગના વસ્ત્રો પહેરશો તો જીવન આગ બની જશે । Pregnancy Tips in Gujarati

હળવા રંગો શાંતિનું પ્રતિક છે. કાળો રંગ અશુભ છે અને લાલ, કેસરી જેવા ભડકિલા રંગો આગના પ્રતિકો છે. ગર્ભવતી મહિલા ( pregnant women ) એ ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે ગર્ભવસ્થા દરમિયાન કદી કાળા, લાલ, કેસરિયા વસ્ત્રો ના પહેરવા. આવા રંગોને આપણા અનેક જાણકારોએ ત્યાજ્ય ગણ્યા છે. આવું કરવાથી ગર્ભમાંના બાળકના મગજ પર અશુભ અસર થાય છે અને તે જન્મથી જ માંદુ રહે છે. બાળકના જીવનમાં હેંમેશાં આગના ભડકા જેવી અશુભ ઘટનાઓ બન્યા કરે છે.

વિકૃતિ, હિંસા વગરેથી બાળક ખોડ-ખાપણ વાળુ જન્મી શકે છે. The Best Books To Read During Pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ હિંસાત્મક વાંચન, ફિલ્મો વગેરેથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારની વિકૃતિને પણ દુર રાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર તો પતિ સાથેનો સંબંધ પણ ત્યાજ્ય ગણવામાં આવ્યો છે. ગર્ભાવસ્થા દરમિયાન જો શારિરીક સંબંધ બંધાય તો તેની આડઅસર બાળક પર પડતી હોય છે અને બાળક ખોડ-ખાપણ વાળુ પણ જન્મી શકે છે.

પૂજા, ભક્તિ કરશો તો બાળક જન્મશે સંસ્કારી | Pregnancy Prayers

ગર્ભાવસ્થા દરમિયાન સાત્વિક ભોજન, સાત્વિક રંગોના કપડાં, સાત્વિક વ્યવહાર રાખવો ખૂબ જ જરૂરી છે. જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પૂજા અને ભક્તિમાં લીન રહે છે. મનમાં સારા વિચારો કરે છે. ભગવાનનું નામ લે છે. ધાર્મિક વાંચન કરે છે તેમનું આવનારુ સંતાન પણ એવું સાત્વિક બને છે. તે માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ, સંસ્કારી અને સૌભાગ્યશાળી બને છે.

તો ગર્ભવતી મહિલા ( pregnant women ) ઓ આટલું ધ્યાન રાખશે તો તેમના ગર્ભમાંથી દિવ્ય બાળક જન્મશે.

***

ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/pregnancy-tips-in-gujarati/feed/ 0