ramlila – Gujjulogy.com https://gujjulogy.com Sat, 24 Oct 2020 09:58:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png ramlila – Gujjulogy.com https://gujjulogy.com 32 32 જ્યારે વાલી પુત્ર અંગદ અંગ્રેજીમાં બોલ્યો એક સેકન્ડ…એક સેકન્ડ… https://gujjulogy.com/manoj-tiwari-as-angand-in-ramlila/ https://gujjulogy.com/manoj-tiwari-as-angand-in-ramlila/#respond Sat, 24 Oct 2020 09:58:29 +0000 https://gujjulogy.com/?p=422 ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા Ayodhya ના લક્ષ્મણ કિલ્લામાં પણ રામલીલાનું આયોજન થયું છે. અહીં નામી કલાકારો દ્વારા રામલીલા Ramlila ભજવાય છે. આ રામલીલાનો એક વીડિઓ વાઈરલ થયો છે જેમાં અંગદ અંગ્રેજી શબ્દ બોલે છે

નવરાત્રી છે, દેશમાં રામલીલાનું આયોજન કોરોનાના કારણે બહુ નથી થયુ પણ ક્યાંક ક્યાંક થયું છે. ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા Ayodhya ના લક્ષ્મણ કિલ્લામાં પણ રામલીલાનું આયોજન થયું છે. અહીં નામી કલાકારો દ્વારા રામલીલા Ramlila ભજવાય છે. જેમાં ભોજપુરી સ્ટાર મનોજ તિવારી પણ સામિલ છે. તેઓ આ રામલીલામાં બાલી પુત્ર અંગદનું પાત્ર ભજવી રહ્યા છે. હાલ આ રોલ નિભાવતા મનોજ તિવારીનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. કેમ ખબર છે? કેમ કે આ રામલીલાનો અંગદ Angand અંગ્રેજી શબ્દોનો ઉલ્લેખ કરે છે. આ વીડિઓ તમે જુવો તો તમને સંભળાશે કે અંગદ બનેલ મનોજ તિવારી રામલીલાના રાવણ સાથે જે સંવાદ કરે છે તેમાં મનોજ તિવારી અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરે છે. આ શબ્દોના કારણે જ આ વીડિઓ વાઇરલ – ટ્રોલ થઈ રહ્યો છે.


આ સંવાદ દરમિયાન અંગદ- મનોજ તિવારી Manoj Tiwari – રાવણ ને કહે છે કે એક સેકન્ડ…એક સેકન્ડ…બસ આ વાતને આધાર બનાવીને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ રામલીલા શનિવારે પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ તથા અયોધ્યા શોધ સંસ્થાનના સહયોગથી યોજાવનારી આ રામલીલા આકર્ષણનું કેન્દ્ર રહી છે. કોરોનાની મહામારીના કારણે આ રામલીલાનું પ્રસારણ માત્ર ઓનલાઇન થઈ રહ્યું છે. યુ-ટ્યુબ અને સોશિયલ મીડિયાના અન્ય માધ્યમ પર આ રામલીલાનું જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. હિન્દી ઉપરાંત અંગ્રેજી, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ,મરાઠી, પંજાબી, ઉર્દૂ સહિત ૧૪ ભાષામાં તેનું પ્રસારણ થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ રામલીલામાં મનોજ તિવારી અંગદ, શહબાજ ખાન રાવણ, રવિ કિશન ભરત, બિંદુ દારાસિંહ હનુમાન, અસરાની નારદમૂનિ અને રાકેશ બેદી બિભીષણનું પાત્ર ભજવી રહ્યા છે.

]]>
https://gujjulogy.com/manoj-tiwari-as-angand-in-ramlila/feed/ 0