save life – Gujjulogy.com https://gujjulogy.com Fri, 28 Jul 2023 09:27:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png save life – Gujjulogy.com https://gujjulogy.com 32 32 આઈફોનના કારણે જીવ ગયો નહી પણ જીવ બચી ગયો | iphone 14 saves mans life https://gujjulogy.com/%e0%aa%86%e0%aa%88%e0%aa%ab%e0%ab%8b%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3%e0%ab%87-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%b9%e0%ab%80/ https://gujjulogy.com/%e0%aa%86%e0%aa%88%e0%aa%ab%e0%ab%8b%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3%e0%ab%87-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%b9%e0%ab%80/#respond Fri, 28 Jul 2023 09:27:23 +0000 https://gujjulogy.com/?p=1512

 

આઈફોનના કારણે જીવ ગયો નહી પણ જીવ બચી ગયો | iphone 14 saves mans life

મોબાઇલનું દૂષણ વધી રહી છુ, તેના અનેક નુકશાન થઈ રહ્યા છે. મોબાઇલના વળગણના કારણે, સેલ્ફીના કારણે એવી અનેક ઘટનાઓ પણ બની છે કે યુવાનોના જીવ પણ ગુમાવવા પડ્યા છે. આઈફોન માટે યુવાનોએ શરીરના અંગ વેચ્યા હોય એવા સમાચાર પણ આવ્યા છે

હવે આ બધાની વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે આઈફોનના કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો છે. આજે અનેક લોકો એવું કહી રહ્યા છે કે આઈફોન લેવો એટલે પૈસાનું પાણી કરવું. પણ આજે એક વ્યક્તિ માટે આઈફોન ભગવાન બનીને આવ્યો છે.

થયું એવું કે અમેરિકાના લોસ એન્જલ્સમાં એક વ્યક્તિ સાથે અકસ્માત થયો. આ અકસ્માતના કારણે તે વ્યક્તિ અહીની માઉન્ટ વિલ્સનની ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો. આ વ્યક્તિને બહાર કાઢવામાં આઈફોન ખૂબ ઉપયોગી નીવળ્યો.

ઇકોનોમિક્સ ટાઈમ્સના એક રીપોર્ટ પ્રમાણે આ વ્યક્તિ જ્યારે ખીણમાં પડ્યો ત્યારે ત્યાં તેને બચાવવા રેસ્ક્યુ ટીમ આવી પણ તેની સાથે સંપર્ક થઈ શકતો ન હતો. ખીણમાં સિગ્નલ પહોંચતા ન હતા માટે તેનો ફોન લાગતો ન હતો. આથી તપાસ કરતા ખબર પડી કે આ વ્યક્તિ આઈફોન ૧૪ વાપરતો હતો. હવે આઈફોન ૧૪ના કેટલાંક ફિચર એવા છે કે ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્ક વગર પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં સિસ્ટમ એવી હોય જે સેટેલાઈટ સાથે જોડાઈ શકે છે. આથી રેસ્ક્યુ ટીમે આ વ્યક્તિના આઇફોનને સેટેલાઈટ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો અને પર્યત્ન સફળ રહ્યો. આનાથી વ્યક્તિ ક્યા છે તેનું સચોટ લોકેશન મળી ગયું અને આઈફોનના કારણે આ વ્યક્તિને શોધવામાં સરળતા રહી અને તેનો જીવ બચાવી લેવાયો.

એટલે એવું કહી શકાય કે આઈફોનના કારણે આજે એક વ્યક્તિનો જીવ બચી શક્યો છે.

 

 

 

 

 

]]>
https://gujjulogy.com/%e0%aa%86%e0%aa%88%e0%aa%ab%e0%ab%8b%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3%e0%ab%87-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%a8%e0%aa%b9%e0%ab%80/feed/ 0