seema haider – Gujjulogy.com https://gujjulogy.com Thu, 13 Jul 2023 12:21:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png seema haider – Gujjulogy.com https://gujjulogy.com 32 32 શું સીમા હૈદર ગલફ્રેન્ડ નહીં પણ પાકિસ્તાની એજન્ટ છે!? સોશિયલ મીડિયા પર આ વાત વાઈરલ થઈ રહી છે? વાંચો https://gujjulogy.com/seema-haider-pakistan-agent/ https://gujjulogy.com/seema-haider-pakistan-agent/#respond Thu, 13 Jul 2023 12:21:56 +0000 https://gujjulogy.com/?p=1417  seema haider

 Seema haider pakistan agent? આવું બની શકે? આ તપાસનો વિષય છે. આપની સુરક્ષા સંસ્થાઓ મજબૂત છે તે સંભાળી લેશે…!! 

દિલ્હીનો એક યુવક છે. નામ છે તેનું સચિન. આ સચિનને પબજી રમતાં રમતા એક પાકિસ્તાની મહિલા સાથે પ્રેમ થયો અને પછી તેમની પ્રેમ કહાની આગળ વધે છે. આ મહિલા પાકિસ્તાન છોડીને સચિન સાથે આવી જાય છે. મીડિયામાં વાત ફેલાય છે અને હાલ સચિન અને આ પાકિસ્તાની મહિલા સીમા સૈદરની પ્રેમકહાની ટોક ઑફ ધી ઇન્ડિયા છે.

ધણા મીડિયામાં અને સોશિયલ મીડિયામાં સચિન અને સીમાની પ્રેમકહાનીને વધાવી લેવાઈ છે પણ ઘણા લોકો શંકા પણ કરી રહ્યા છે કે સીમા હૈદર પાકિસ્તાની એજન્ટ  ( seema haider pakistan agent? ) પણ હોઇ શકે છે? આ મામલે ચેતવાની જરૂર છે.

આ શંકા કેમ જાય તેના પણ કારણો છે. જે શંકા ઉપજાવનારા લોકો કહી રહ્યા છે. તેઓનું માનવું છે કે સીમા હૈસર માત્ર ૫ ધોરણ ભણેલી છે છતાં તેને અંગ્રેજી ખૂબ સારુ બોલે છે. કોમ્યુટરનું ખૂબ સારું જ્ઞાન છે. તેની પાસે એક કરતા વધારે પાસપોર્ટ છે. એક કરતા વધારે સીમકાર્ડ છે. તે પાકિસ્તાનથી દુબઈ આવે છે ત્યાંથી નેપાળ આવે છે અને ત્યાંથી ભારતમાં એન્ટ્રી કરે છે. તેને આ બધી ચાલબાજી ખબર છે.

ભારતમાં આવીને તે તરત જ સચિનના પરિવારમાં ભળી જાય છે. મીડિયાને ખૂબ સચેત રહીને ઇન્ટરવ્યુહ આપે છે. તે જે રીતે વાત કરે છે તે પરથી જરા પણ લાગે નહી કે તે માત્ર પાંચ ધોરણ ભણી છે.

આજે અનેક મીડિયામાં તેના પાક્સિતાની પતીની મુલાકાત પણ પ્રકાશિત થઈ છે. તેના પાકિસ્તાની પતીની વાત સાંભળીએ તો પણ લાગે કે સીમા ખરેખરે શાતિર છે. પણ આમા પણ પાકિસ્તાનની ચાલ હોય શકે? પતી –પત્ની બન્ને થઈને કોઇ ચાલ રમી રહ્યા હોય તેવું પણ બને? જે રીતે તેના પતી દ્વારા તેમના લગનના દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે તે પરથી પણ શંકા જાય કે તેઓ સીમાની કહાની સાચી સાબિત કરવા આવા સબૂત આપી રહ્યા છે?

સોશિયલ મીડિયા પર જે શંકા ઉપજાવતો મેસેજ વાઈરલ થયો છે તેમા કહેવાયું છે કે સીમાનો ભાઈ પાકિસ્તાની આર્મીમાં છે.
આ બધો સુરક્ષા અને દેશનો પ્રશ્ન છે. આપણી સુરક્ષા સંસ્થાઓ આ માટે યોગ્ય તપાસ કરી જ રહી છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે. સમજ્યા વિચાર્યા વગર કોઇ નિર્ણાય ન લેવા જોઇએ.

 

 

]]>
https://gujjulogy.com/seema-haider-pakistan-agent/feed/ 0