Sharad poonam – Gujjulogy.com https://gujjulogy.com Fri, 30 Oct 2020 12:49:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Sharad poonam – Gujjulogy.com https://gujjulogy.com 32 32 શરદ પૂનમ – Sharad poonam -ફક્ત ૧ રાત, આ પાંચ ઉપાય અને બે મંત્રો તમને કરી દેશે ૧ જ મહિનામાં ધનપતિ https://gujjulogy.com/sharad-poonam/ https://gujjulogy.com/sharad-poonam/#respond Fri, 30 Oct 2020 12:47:14 +0000 https://gujjulogy.com/?p=607 Sharad poonam – શરત પૂનમના દિવસે આ પાંચ ઉપાય અને બે મંત્રો તમને બનાવી દેશ કરોડપતિ… આવો જાણીએ તે પાંચ ઉપાયો અને એવા બે સિદ્ધ મંત્રો વિશે જેનાથી તમે એક જ મહિનામાં ધનપતિ બની જશો.

 

આસો મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે શરદ પૂર્ણિમાં. હિન્દુ ધર્મમાં શરદ પૂનમનું ખૂબ જ મોટું મહત્વ છે. આ દિવસે માતા મહાલક્ષ્મીનો જન્મ થયો હતો. ઉપરાંત શરદ પૂનમની રાત એવી ખાસ રાત છે જ્યારે ચંદ્રમાં ધરતી પર અમૃત વર્ષા કરે છે. આપણા ધર્મગ્રંથો અને મહાન જ્યોતિષીઓએ કહ્યુ છે કે શરદ પૂર્ણિમાંની રાત્રે કરવામાં આવેલી પૂજા અને આરાધનાથી આખું વર્ષ લક્ષ્મી અને કુબેરની કૃપા તમારા પર બની રહે છે. ઉપરાંત મનોબળમાં વૃદ્ધિ, સ્મરણશક્તિ તથા સૌંદર્યમાં પણ વૃદ્ધિ થાય છે. માતા મહાલક્ષ્મી આ દિવસે વિશેષ રૂપે પ્રસન્ન રહે છે. આ દિવસે માતા લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રકટ થયા હતા તેથી તેમને પ્રસન્ન કરીને તેમની પાસેથી મનચાહ્યુ વરદાન માંગવું સરળ છે. માતા પ્રસન્ન હોવાથી આ દિવસે વરદાન માંગનારને ચોક્કસ એ વરદાન આપી દે છે.

આવો જાણીએ શરદ પૂનમની પાવન રાત્રે કરવાના પાંચ ઉપાયો અને એવા બે સિદ્ધ મંત્રો વિશે જેનાથી તમે એક જ મહિનામાં ધનપતિ બની જશો.

# ૧

આ દિવસે ચંદ્રમાં અમૃત વર્ષા કરતાં હોય છે. તેથી તેમને પ્રસન્ન કરવા માટે તેમને સફેદ ફુલો ચડાવો. સફેદ ફુલોમાં તમે ચંપા, ચમેલી, ચાંદની વગેરે કોઈ પણ ફુલનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત સફેદ મોતી, સફેદ ફળ, સફેદ ચમકદાર વસ્ત્રો, સફેદ અનાજ જેમકે ચોખા અને ખીર જેવી સફેદ મીઠાઈ અર્પણ કરો. આવું કરવાથી શરદ પૂનમના ખીલેલા ચંદ્રમાંની અમૃતવર્ષા તમારા પર ધનવર્ષા કરી દેશે.

#૨

શરદ પૂનમ માતા મહાલક્ષ્મીનો પ્રાકટ્ય દિવસ છે. જન્મ દિવસે માતાને વંદન કરો. તેમને પીળી અને લાલા સામગ્રીઓ અત્યંત પ્રિય છે. એ તેમને ચડાવો.

#૩

આ દિવસે મોરના પીંછાને વાંસળી સાથે બાંધીને તેની પૂજા કરવાથી કૃષ્ણ કૃપા પણ પ્રાપ્ત થાય છે.

#૪

ઘરની અંદર આપનું પૂજા સ્થાન હોય ત્યાં શરદ પૂનમની સવારથી જ ઘીનો અખંડ દિવો પ્રગટાવો અને તેમાં ચાર લવીંગ અચૂક નાંખો. એની ધૂમ્રસેર માતાજીને ખૂબ રાજી કરશે અને તેમની વિશેષ કૃપા તમારા પર વરસશે.

#૫

ઘરે આપ જ્યાં પાણી રાખતા હો ત્યાં, એટલે કે માટલું હોય કે ફ્રિજ હોય ત્યાં સવારે વહેલાં કંકુથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને મહાલક્ષ્મી માતાનું સ્મરણ કરો.

આ ઉપરાંત શરદ પૂનમની રાત્રે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે બે વિશેષ મંત્રો છે. આ એવા મંત્રો છે જેના સ્મરણ અને પાઠથી માતા મહાલક્ષ્મીની અપાર કૃપા વરસે છે.

મંત્ર – ૧

ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મયે નમઃ

 

શ્રીમદ ભાગવદ્‌ પુરાણમાં કહેવાયું છે કે તમે જો તમારા ભાગ્યને અત્યંત સૌભાગ્યશાળી બનાવવા માંગતા હો અને જીવનમાં સુખ, શાંતી અને સમૃદ્ધિ ઈચ્છતા હો તો શરદ પૂનમની રાત્રે આકાશમાં ચમકતા, અત્યંત શિતળ દેવ ચંદ્રમાની પૂજા કરો. ચાંદીના વાસણમાં ખીરનો ભોગ ચડાવીને નીચેના મંત્રોનો પાઠ કરો.

મંત્ર – ૨

પુત્ર પૌત્રં ધનં ધાન્યં હસ્ત્યશ્વાદિગવેરથમ્‌ પ્રજાનાં ભવસિ માતા આયુષ્મન્તં કરોતુ મે.

 

મિત્રો, ઉપરોક્ત પાંચ ઉપાયો અને બે સિદ્ધ મંત્રોથી મહાલક્ષ્મી માતા તથા ચંદ્રમાની પૂજા કરો અને આપનું મનચાહ્યુ ફળ પ્રાપ્ત કરો. શરદ પૂનમની આ પૂજા તમને ધન-ધાન્યથી સભર કરી દેશે.

***

ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/sharad-poonam/feed/ 0