Shidharth Shukla – Gujjulogy.com https://gujjulogy.com Thu, 02 Sep 2021 11:41:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Shidharth Shukla – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Shidharth Shukla | ૪૦ વર્ષની નાની ઉમરે સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો તમારે આ બિમારીથી દૂર રહેવું હોય તો આ ૧૦ વસ્તુ ધ્યાનમાં રાખો… https://gujjulogy.com/shidharth-shukla-heart-attack/ https://gujjulogy.com/shidharth-shukla-heart-attack/#respond Thu, 02 Sep 2021 11:41:02 +0000 https://gujjulogy.com/?p=1258  

Shidharth Shukla | નાની ઉમરે હાર્ટ અટેકના કેસ વધવા લાગ્યા છે. આ ચિંતાનો વિષય છે. પહેલા મોટી ઉમરે હાર્ટ અટેક આવતા આજે યુવાનોને હાર્ટ અટેક આવી રહ્યા છે. આની પાછળ કદાચ આપણી બદલાયેલી જીવનશૈલી જવાબદાર છે. તમારે તમારા હ્રદયને સ્વસ્થ રાખવું હોય તો આ ૧૦ બાબતો પર બરાબર ધ્યાન આપો.

 

Shidharth Shukla heart attack

 

હાર્ટ અટેકથી દૂર રહેવા આ ૧૦ વસ્તુ ધ્યાનમાં રાખો…

#1 નિયમિત કસરત

હ્રદયને મજબૂત રાખવું હોય તો નિયમિત કસરત કરવી જ પડે. નિયમિત હળવી કસરત તમને ઘણા રોગોથી બચાવશે અને મજબૂત શરીર બનવાથી તમારો આત્મવિશ્વાસ પણ વધારશે. માટે રોજ ૩૦ નિમિટ કસરત કરો, દોડો, ચાલો, યોગા કરો…કઈ પણ કરો પણ શરીરને થોડું કષ્ટ આપો.

#2 તેલવાળું ખાવાનું ઓછું કરો

તેલ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે અને કોલસ્ટ્રોલના કારણે જ હાર્ટ અટેક આવે છે. બની શકે તો તેલ ખાવાનું ઓછું કરી દો. બંધ ન કરો પણ તેનું પ્રમાણભાન હોવું ખૂબ જરૂરી છે. જંકફૂડ ખાવાનું બંધ કરી દો.

#3 વજનને કાબૂમાં રાખો

શરીરનું વજન વધવા ન દો. શરીરના વજન પર કાબુ રાખો. વજન વધારે હોય તેને હાર્ટ અટેકનો ખતરો વધારે રહે છે. માટે પ્રમાણમાં ભોજન કરો. શરીરને જોઇએ એટલું જ ખાવાનું રાખો અને હેલ્દી ખાવાનું રાખો.

#4 પોષણયુક્ત આહાર

પોષણયુક્ત આહાર લેવાનું રાખો. આહારશૈલીની અસર વધારે હોય છે. સારુ અને પોષણયુક્ત ખાવાનું ખાશો તો હંમેશાં તંદુરસ્ત રહેશો.

#5 તણાવથી દૂર રહો

હાર્ટ અટેકનું મુખ્ય કારણ તણાવયુક્ત જીવનશૈલી પણ છે. સ્વયંને તણાવથી દૂર રાખવાની કોશિશ કરો. ગમે એવું કામ કરો. ગમે એવી પ્રવૃત્તિ માટે સમય ફાળવો. યોગા કરો, મેડિટેશન કરો જે તમને તણાવથી દૂર રાખવા મદદ કરશે.

#6 બ્લડ પ્રેશર કંન્ટ્રોલમાં રાખો

જો તમે હ્રદયની બિમારીથી દૂર રહેવા માગતા હોવ તો બ્લડ પ્રેસરને કાબૂમાં રાખો, બીપી વધવું પણ ન જોઇએ અને ઘટવું પણ ન જોઇએ. હાઈ બ્લડ પ્રેસરના દર્દીઓને હાર્ટ અટેકનો ખતરો વધારે જોવા મળે છે.

#7 માછલી છે ઉપયોગી

જાણકારો કહે છે કે અઠવાડિયામાં એકવાર માછલી ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઘટી જાય છે. કેમ કે માછલીમાં ઓમેગા ૩ ફેટી એસિડ વધારે હોય છે. જે આંખની સાથે હ્રદય માટે પણ ફાયદા કારક છે. માટે જાણકારો ડાઈટમાં માછલીનો ઉમેરો કરતા હોય છે.

#8 મીઠું (નમક) ખાવાનું ઓછું રાખો

બધા જ જાણે છે કે મીઠું વધારે પડતું ખાવાથી તે નુકસાન કરે છે. વધારે મીઠું ખતરનાક સાબિત થઈ શકે છે. વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની બિમારી થઈ શકે છે. અને હાઈ બ્લડપ્રેસરવાળા લોકોને હાર્ટ અટેક આવવાની સંભાવના વધી જાય છે. માટે જો હ્રદયને તંદુરસ્ત રાખવું હોય તો મીઠું ખાવાનું ઓછું રાખો.

#9 પૂરતી ઊંધ લો

સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે. રોજ ૮ કલાકની ઊંઘ લો. પૂરતી ઊંઘ લેવાથી શરીરને આરામ મળે છે અને તેને શક્તિ મળે છે.

#10 વ્યસનથી દૂર રહો

વ્યશનથી દૂર રહો. તંબાકુ, દારૂ, સિગારેટથી દૂર રહેશો તો હાર્ટ અટેક પણ તમારાથી દૂર રહેશે. આજે નાની ઉમેરે હાર્ટ અટેક આવવાનું એક કારણ આ વ્યશન પણ છે. માટે હંમેશાં વ્યશનથી દૂર રહો…

 

 

]]>
https://gujjulogy.com/shidharth-shukla-heart-attack/feed/ 0