sonu sood – Gujjulogy.com https://gujjulogy.com Sat, 24 Oct 2020 11:59:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png sonu sood – Gujjulogy.com https://gujjulogy.com 32 32 એક ગરીબ બાળકીને પડી તાત્કાલિક ઓપરેશનની જરૂરત. સોનું સૂદે કહ્યુ, ‘તૈયારી કરો, ૨૮મી થશે સર્જરી!’ https://gujjulogy.com/viral-sonu-sood-will-help-girl-child/ https://gujjulogy.com/viral-sonu-sood-will-help-girl-child/#respond Sat, 24 Oct 2020 11:59:45 +0000 https://gujjulogy.com/?p=440 બોલીવુડ એક્ટર સોનુ સૂદે ( sonu Sood ) કોરોના કાળમાં જરૂરિયાતમંદોની ખૂબ જ મદદ કરી હતી. લોકડાઉનથી લઈને અત્યાર સુધી સોનુ સુદ અવિરત લોકોની તમામ પ્રકારે મદદ કરી રહ્યાં છે. સોનુ સૂદનો હાથ મદદ માટે હંમેશાં લંબાયેલો જ રહ્યો છે.

હવે ફરી એકવાર પોતાની સેવા ભાવનાને કારણે સોનુ સૂદ ચર્ચામાં છે. હમણા જ પીટર ફર્નાંડિઝ નામના એક ટિ્‌વટર યૂઝરે સોનુ સૂદને ટ્‌વીટ કરીને એક બાળકની મદદ કરવા માટે વિનંતી કરી હતી. સોનુ સૂદે તરત જ તેમને મદદ કરવાની તૈયારી બતાવી હતી. યૂઝર્સ સોનુ સૂદના આ ત્વરીત રિએક્શન અને સેવાભાવનાના ખૂબ વખાણ કરી રહ્યાં છે અને સોશિયલ મિડયા પર ખૂબ સારા રિએક્શન આપી રહ્યાં છે.
વાત જાણે એમ હતી કે સોનુ સૂદને એક વ્યક્તિએ ટ્‌વીટ કરીને લખ્યુ હતું કે, ‘સોનુ સૂદ સર, એક ૧૦ વર્ષની બાળકી, જે મુંબઈમાં પોતાના ગરીબ માતા-પિતા સાથે રહે છે એને કરોડરજ્જુમાં ક્રેક થઈ ગયું છે અને પરુ જામી ગયું છે. ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યુ છે. કૃપા કરીને આ બાળકીની મદદ કરો.’

 


સોનુ સૂદે હંમેશાં જેમ ટ્‌વીટનો તરત જ જવાબ આપ્યો અને લખ્યુ કે, ‘ચાલો, આ બાળકીને સ્વસ્થ કરીએ! તૈયારી કરો, ૨૮મી તારીખે થશે સર્જરી.’

સોનુ સૂદ દ્વારા આપવામાં આવેલો આ રીપ્લાય હાલમાં વાઈરલ થઈ રહ્યો છે અને મીડિયાની સુર્ખીઓમાં છવાઈ ગયો છે.

આપણે જાણીએ જ છીએ કે કોરોના મહામારી વખતે સોનુ સૂદ મસિહા સાબિત થયા હતા. સોનુ સૂદે મહામારીના કારણે શહેરોમાં ફસાયેલા પરપાંતિય શ્રમિકોને સહિ – સલામત ઘરે પહોંચાડવામાં ખૂબ જ મદદ કરી હતી. તેમણે વિદેશોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા માટે પ્લેન બૂક કરાવ્યુ હતું. એટલું જ નહીં, કોરોના વોરિયર્સ માટે પણ સોનુ સૂદે જુહુ સ્થિત પોતાની હોટેલનુ પણ દાન કરી દીધું હતું. ઉપરાતં લોકડાઉન દરમિયાન લોકો માટે ભોજન, દવા વગેરેની પણ અનેક સેવાઓ તેમના દ્વારા પુરી પાડવામાં આવી હતી.

હવે તેઓ એક બાળકીનું ઓપરેશન કરાવવા જઈ રહ્યાં છે ત્યારે તેમના ફેન્સ અને અન્ય સૌ લોકો તેમના વખાણ કરતાં થાકતાં નથી. એમને ‘સુપર હીરો’ કહીને બિરદાવી રહ્યાં છે.

]]>
https://gujjulogy.com/viral-sonu-sood-will-help-girl-child/feed/ 0