success tips for students – Gujjulogy.com https://gujjulogy.com Thu, 22 Oct 2020 09:26:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png success tips for students – Gujjulogy.com https://gujjulogy.com 32 32 સક્સેસ વ્યક્તિઓની આ પાંચ પાવરફૂલ આદતો જાણવા જેવી છે https://gujjulogy.com/top-powerful-tips-of-success-people/ Thu, 22 Oct 2020 08:53:52 +0000 https://gujjulogy.com/?p=316

સફળ થવું છે તો અપનાવો આ પાંચ આદત અને પછી જુઓ કમાલ.


સફળ થવું એ હરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. કોઈ વ્યક્તિ કામ શરૂ જ તેમાં સફળ થવા માટે કરતો હોય છે. પરંતુ ૯૫ ટકા લોકો કા તો પોતાના કામમાં સફળ થતા નથી કે પછી તેમને ધારણા કરતા ઓછી સફળતા મળે છે. પરંતુ જો કોઈપણ કામ શરૂ કરતા પહેલા ખુદમાં કેટલીક આદતો વિકસાવી લેવામાં આવે, તો સફળતા પાછળ આપણે ભાગવું પડતું નથી. સફળતા આપણી પાછળ ભાગતી આવે છે. અહીં વાત એવી પાંચ આદતોની કરવી છે, જેની ટેવ પાડી કોઈપણ વ્યક્તિ સફળતાની સીડીઓ સડસડાટ ચડી શકે છે. અપનાવી જુવો…

પ્રતિકાત્મક તસવીર

૧ કામ ગમે એટલું નાનુ હોય સંપૂર્ણ પ્લાનિંગ સાથે જ કરો

મોટા ભાગના સફળ વ્યક્તિઓની સૌથી વિશેષ વાત એ હોય છે કે તેઓ નાના-નાના કામો પણ ઝીણવટપૂર્વકના આયોજનથી કરતા હોય છે. રાત્રે સૂતા પહેલાં આગલા દિવસના કામોની યાદી બનાવી લો અને બીજે દિવસે અનુશાસનપૂર્વક તે કામો પૂરા કરવામાં લાગી જાઓ. જો તમે આ આદત વિકસાવશો તો તમારા સફળ થવાની સંભાવના અનેક ઘણી વધી જશે. આયોજન સફળતાની સીડીનું પહેલું પગથિયું છે. આ ટેવ પાડવા જેવી છે.

૨ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો

જો તમે ખુદમાં આ ગુણ એટલે કે તમારું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશનો ગુણ વિકસાવીલો છો તો એ તમને આપો-આપ સફળતાના શિખર સુધી લઈ જશે. કોઈ પણ કામ ભલે તે નાનુ હોય કે મોટું તેમાં ખુપી જાવ અને તમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. આવું થવાથી તમારા દરેક કામમાં ઉત્કૃષ્ઠતાની ઝાંખી દેખાશે. અને માનો કે ના માનો પણ મનથી અને મહેનતથી કરેલું કામ વ્યર્થ જતું નથી. સફળ થયેલા વ્યક્તિઓની વાતો તમે સાંભળશો તો તો તમને ખ્યાલ આવશે જ કે તેઓ પોતાના કામ સાથે કોઇ બાધ છોડ કરતા નથી. જે કરે છે તે દિલથી અને બેસ્ટ કરે છે. આપણે આ આદત પાડવા જેવી છે.

સફળ થયેલા વ્યક્તિઓની વાતો તમે સાંભળશો તો તો તમને ખ્યાલ આવશે જ કે તેઓ પોતાના કામ સાથે કોઇ બાધ છોડ કરતા નથી. જે કરે છે તે દિલથી અને બેસ્ટ કરે છે.

૩ નવું શીખવાની ચાહત રાખો

સફળ થવાની ઇચ્છા રાખનાર હરેક વ્યક્તિએ કંઈક ને કંઈક નવું શીખવાની તાલાવેલી જરૂર રાખવી જોઈએ. કોઈ નવી ટેક્નોલોજી, કોઈ નવી રમત કે કોઈ નવી ભાષા તેની શીખવાની આદત માત્ર તેના મુખ્ય કામ પૂરતી જ સીમિત રહેવી જોઈએ નહીં. યાદ રાખો શીખેલું કામમાં આવે જ છે તે વ્યર્થ જતું નથી. ફેસબૂકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ દર વર્ષે તેમનાં ફેસબૂકને લગતાં કામથી અલગ કામ શીખવાનો પડકાર લે છે અને દરરોજ એક નવા વ્યક્તિને મળે છે. એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સે કેલિયોગ્રાફી શીખી અને દુનિયાને જુદા-જુદા કલાત્મક ફોન્ટ મળ્યા. સફળ થયેલા વ્યક્તિઓની આ કોમન આદત છે કે તેઓ હંમેશાં લર્નિગ પ્રોસેસમાં હોય છે. તેમને બધામાં રસ પડે છે અને તે શીખવાની કોશિશ કરે છે.


૪ મજબૂત ઇચ્છાશક્તિ રાખો

જેટલી તમારી ઇચ્છાશક્તિ મજબૂત હશે. તેટલું જ તમારા કામની સફળ થવાની શક્યતા વધી જશે. મજબૂત ઇચ્છા શક્તિ અશક્ય લાગતા કામને પણ શક્ય બનાવી દે છે માટે કોઈપણ પરિસ્થિતિમાં તમારે ઇચ્છાશક્તિ મજબૂત રાખવાની છે. સફળ થવા માટે આ આદત તો વિકસાવવી જ રહી. જ્યારે પણ કોઇ કામ કરતી વખતે તમને મનમાં પ્રશ્ન ઉભો થાય કે આ કામ મારાથી નહીં થાય પછી એ કામ તમારાથી પૂરૂં થઈ શકતું નથી. કોઇ પણ કામ હાથમાં લો, તેને લઈને હકારાત્મક અભિગમ રાખો. કોઇ પણ કામ હોય હું કરી શકું છુ એવો વિચાર રાખો અને મજબૂત ઇચ્છાશક્તિ સાથે પરિણામની ચિંતા કર્યા વગર કામે લાગી જાવ. એક દિવસ તમારો જરૂર આવશે.


૫ સમયનાં પાબંદ રહો


કહેવાય છે કે જે વ્યક્તિ સમયની કિંમત કરે છે, સમય તે વ્યક્તિની કદર કરે છે. સફળ થવા ઇચ્છતા વ્યક્તિએ સમયની કદરનો ગુણ વિકસાવી લેવો જોઈએ. મોટાભાગના સફળ લોકો જલદી સુવે છે અને જલદી ઊઠી જાય છે અને સમયનાં કડક પાબંદ હોય છે. જિવન સમયનું બનેલું છે માટે સમયને માન આપો, જેટલું વની શકે સમયનો ઉપયોગ કરો, તેને ફાલતું જગ્યાએ વેડફો નહી. સફળ વ્યક્તિઓ સમયનું રોકાય યોગ્ય જગ્યાએ કરે છે જેનો તેમને ફાયદો પણ થાય છે. આપણે સયમનો ઉપયોગ કરવાની આદત પાડવા જેવી છે.

]]>