Thank You – Gujjulogy.com https://gujjulogy.com Fri, 07 May 2021 16:17:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Thank You – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Thank You | થેંક યુ  કહેવામાં ડિલે કરશો તો.. સામેવાળાના દિલેથી ઉતરી જશો! https://gujjulogy.com/thanks-meaning-in-gujarati/ https://gujjulogy.com/thanks-meaning-in-gujarati/#respond Fri, 07 May 2021 16:17:27 +0000 https://gujjulogy.com/?p=1016  

Thanks meaning in gujarati | થેંક યુ Thank You એટલે કે આભાર | Thank You એટલે શું?

Thank You | ક્યારેક કોઈક આપણું કામ કરે ત્યારે આપણને ભાવ થતો હોય છે કે, આપણે એનો આભાર માનીને લાગણી દર્શાવીએ. પણ આપણે આપણું કામ પતિ ગયાની ખૂશીમાં કે પછી બીજી કોઈ દોડધામમાં ‘આભાર વિધી’ થોડી પોસ્ટપોન્ડ રાખીએ છીએ. આપણને એમ થાય છે કે, ‘માનીશું આભાર, ઉતાવળ ક્યાં છે!’ આપણને એમ થાય છે કે, ‘આરામથી આભાર માનીશુ!’

કેટલીક વાર કોઈ આપણી મદદનો પ્રારંભ કરે ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે, કામ પતે પછી અંતે આભાર માનીશું. આમાં ને આમા આપણે આભાર માનવાનું ભુલી જઈએ છીએ અને સમય વહેતો જાય છે. પછી ક્યારેક બહું જ સમય પછી પેલો માણસ સામે આવે ત્યારે આપણે સફાળા જાગીને એમને કહીએ છીએ કે, ‘અરે, ભાઈ તે દિવસે તમે મારુ કામ કરેલું એ માટે આભાર હોં!’ ત્યારે આપણી જેવો મૂર્ખ બીજાે કોઈ નથી દેખાતો. સામેવાળા માણસને એ વખતે મદદ કરવાનો ઉત્સાહ ઓસરી ગયો હોય છે. સામેવાળો માણસ એના મનમાં તમારી છબી એક સ્વાર્થી માણસ તરીકેની કંડારી ચૂક્યો હોય છે.

જીવનમાં એક વાત યાદ રાખો કે, ક્યારેય પણ કોઈનો આભાર માનવામાં મોડુ ના કરો. ક્યારેય પણ કોઈને થેંક યુ કહેવામાં ડીલે ના કરો… નહીંતર તમે એના દિલેથી ઉતરી જશો.

થેંક યુ Thank You એટલે કે આભાર Thank You એટલે શું?

‘થેંક યુ’ Thank You એટલે આભારની લાગણી, ‘થેંક યુ’ એટલે કુતજ્ઞતાની ચાસણી અને ‘થેંક યુ’ એટલે મનગમતી માગણી.

જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ સ્વાર્થ વિના કોઈ આપણું કામ કરી જાય ત્યારે હૈયામાં જે આદર જન્મે એ આભાર હોય છે, જ્યારે કોઈપણ જાણ-પહેચાન વિના કોઈ આપણું સારુ કરી જાય ત્યારે દિલમાં એના પ્રત્યે જે મમતા હોય છે એ આભાર હોય છે.

કોઈએ કરેલાં આપણા કામનો જલ્દીથી બદલો વાળી દેવાની ભાવના એ ‘થેંક યુ’ની ભાવના છે, કોઈની સેવાના બદલમાં એને વધારે સેવા આપવાની આપણી લાગણી એ ‘થેંક યુ’ની ભાવના છે.

ફુલ જેવી કોમળ લાગણી એ આભાર હોય છે, અને કળી જેવી પાતળી માંગણી એ આભાર હોય છે. કોઈના કામની કદર એ આભાર હોય છે, કોઈના નામની કદર એ આભાર હોય છે. કોઈની સેવાની સુગંધ આપણને સ્પર્શી જાય ત્યારે આંખોમાંથી વહે છે એ આભાર છે, કોઈની મદદની મહેક આપણને અડકી જાય ત્યારે હૈયામાંથી છલકે એ આભાર હોય છે.

આભાર એટલે આપણા પર ચડેલાં ઋણની આપણને ખબર હોવી અને આભાર એટલે આપણું ભલું ઈચ્છતા માનવીઓ પર આપણી નજર હોવી.

આભાર એટલે ફુલોનો ભાર, આભાર એટલે આપણે જાતે જ માથે મૂકેલો હળવો પહાડ અને આભાર એટલે દયા હાડોહાડ.
આભાર માયાનું બીજું સ્વરૂપ છે અને આભાર પ્રેમનું બીજું રૂપ છે. આભાર હૈયાની વાણી છે, આભાર પ્રેમની સરવાણી છે અને આભાર આંખોમાં ઉભરાઈ આવેલા ખૂશીના પાણી છે.

આભાર માનવતાની મહેક છે અને આભાર બુલબુલની ચહેક છે. આભાર ઈશ્વરની આરત છે અને આભાર શક્તિની મૂરત છે.
આભાર એટલે ‘થેંક યુ’. Thank You

]]>
https://gujjulogy.com/thanks-meaning-in-gujarati/feed/ 0
થેંક યુ એટલે કે આભાર એટલે શું? Thank You https://gujjulogy.com/thank-you-quote-in-gujarati/ https://gujjulogy.com/thank-you-quote-in-gujarati/#respond Sat, 03 Apr 2021 02:58:24 +0000 https://gujjulogy.com/?p=952 Thank You Quote in Gujarati

Thank You | ‘થેંક યુ’( Thank You ) એટલે આભારની લાગણી, ‘થેંક યુ’( Thank You ) એટલે કુતજ્ઞતાની ચાસણી અને ‘થેંક યુ’ એટલે મનગમતી માગણી.

જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ સ્વાર્થ વિના કોઈ આપણું કામ કરી જાય ત્યારે હૈયામાં જે આદર જન્મે એ આભાર હોય છે, જ્યારે કોઈપણ જાણ-પહેચાન વિના કોઈ આપણું સારુ કરી જાય ત્યારે દિલમાં એના પ્રત્યે જે મમતા હોય છે એ આભાર હોય છે.

કોઈએ કરેલાં આપણા કામનો જલ્દીથી બદલો વાળી દેવાની ભાવના એ ‘થેંક યુ’ ( Thank You ) ની ભાવના છે, કોઈની સેવાના બદલમાં એને વધારે સેવા આપવાની આપણી લાગણી એ ‘થેંક યુ’ની ભાવના છે.

ફુલ જેવી કોમળ લાગણી એ આભાર હોય છે, અને કળી જેવી પાતળી માંગણી એ આભાર હોય છે. કોઈના કામની કદર એ આભાર હોય છે, કોઈના નામની કદર એ આભાર હોય છે. કોઈની સેવાની સુગંધ આપણને સ્પર્શી જાય ત્યારે આંખોમાંથી વહે છે એ આભાર છે, કોઈની મદદની મહેક આપણને અડકી જાય ત્યારે હૈયામાંથી છલકે એ આભાર હોય છે.

આભાર એટલે આપણા પર ચડેલાં ઋણની આપણને ખબર હોવી અને આભાર એટલે આપણું ભલું ઈચ્છતા માનવીઓ પર આપણી નજર હોવી.

આભાર એટલે ફુલોનો ભાર, આભાર એટલે આપણે જાતે જ માથે મૂકેલો હળવો પહાડ અને આભાર એટલે દયા હાડોહાડ.
આભાર માયાનું બીજું સ્વરૂપ છે અને આભાર પ્રેમનું બીજું રૂપ છે. આભાર હૈયાની વાણી છે, આભાર પ્રેમની સરવાણી છે અને આભાર આંખોમાં ઉભરાઈ આવેલા ખૂશીના પાણી છે.

આભાર માનવતાની મહેક છે અને આભાર બુલબુલની ચહેક છે. આભાર ઈશ્વરની આરત છે અને આભાર શક્તિની મૂરત છે.
આભાર એટલે ‘થેંક યુ’.

Thank You Quote

કોઈના કરેલાં કાર્યોનો બદલો ના વાળી શકીએ તો કાંઈ નહીં, માત્ર આભાર માનવાનું તો ના જ ચૂકશો.

]]>
https://gujjulogy.com/thank-you-quote-in-gujarati/feed/ 0