tips – Gujjulogy.com https://gujjulogy.com Wed, 06 Sep 2023 07:23:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png tips – Gujjulogy.com https://gujjulogy.com 32 32 મહાભારતના આ નવ સૂત્રો દરેકે જીવનમાં ઉતારવા જેવા છે! learn from mahabharata https://gujjulogy.com/learn-from-mahabharata/ https://gujjulogy.com/learn-from-mahabharata/#respond Wed, 06 Sep 2023 07:21:46 +0000 https://gujjulogy.com/?p=1600

Learn from Mahabharata | મહાભારતને સમજો માત્ર ૯ વાક્યોમાં…આ નવ સૂત્રો આજે કળયુગમાં ખૂબ ઉપયોગી છે

‘મહાભારત’નાં સારસૂત્રો | Learn from Mahabharata

વિશ્વનો મહાગ્રંથ ‘મહાભારત’ વાંચવા-સમજવા-શીખવા જેવો છે. સમય અને રસ ના હોય તોપણ તેનાં માત્ર ૯ સાર-સૂત્રો જ દરેકના જીવનમાં ઘણાં ઉપયોગી નીવડે તેવાં છે.

Learn from Mahabharata

૧) સંતાનોની ખોટી જીદ અને માગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો, જીવનમાં છેલ્લે તમે
નિઃસહાય થઈજશો. – કૌરવો

૨) તમે ગમે તેટલા બળવાન હો,પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા, વરદાન, બધું જ નકામું થઈ જશે. – કર્ણ

3) સંતાનોને એટલાં મહત્ત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે. – અશ્વત્થામા

૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. -ભીષ્મપિતા

૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે.
-દુર્યોધન

૬) અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, મોહાન્ધ અને કામાન્ય વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવું જોઈએ, નહીં તો તે સર્વનાશ નોત૨શે. –ધૃતરાષ્ટ્ર

૭) વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો. – અર્જુન

૮) બધા સમયે-બધી બાબતોમાં છળકપટથી તમે બધે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થાવ. – શકુનિ

૯) જો તમે નીતિ/ધર્મ, કર્મ, સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. – યુધિષ્ઠિર

 

]]>
https://gujjulogy.com/learn-from-mahabharata/feed/ 0
How to Lose Weight Fast | વજન ઘટાડવાના અસરકારક ઘરેલું ઉપાય https://gujjulogy.com/how-to-lose-weight-fast/ https://gujjulogy.com/how-to-lose-weight-fast/#respond Mon, 20 Sep 2021 09:28:30 +0000 https://gujjulogy.com/?p=1313  

How to Lose Weight Fast | વજન ઘટાડવાના અસરકારક ઘરેલું ઉપાય. વજન ઘટાડવું છે આ ઘરેલું ઉપાય અજમાવી જુવો નક્કી ફરક પડશે. જો પરિણામ મેળવવું હોય તો આપણે માત્ર થોડું નિયત્રંણ રાખી જીવનશૈલી પર ધ્યાન આપવાનું છે.

 

How to Lose Weight Fast

સંતુલિત જીવન આજે કોનુ છે? આ પ્રશ્ન પૂછવામાં આવે તો હા પાડવા કોઇ આગળ નહી આવે. આરોગ્યની જ વાત કરીએ તો કોઇ તમને સંપૂર્ણ ફિટ નહી લાગે. કોઇનું વજન ખૂબ ઓછુ છે તો કોઇનું વજન ખૂબ વધારે છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં જેમ કે આયુર્વેદમાં, નેચરોપેથીમાં વજન ઘટાડવાના અને વજન વધારવાના અનેક ઘરેલું ઉપાય છે. જો પરિણામ મેળવવું હોય તો આપણે માત્ર થોડું નિયત્રંણ રાખી જીવનશૈલી પર ધ્યાન આપવાનું છે. આવો અહીં આપણે વજન કઈ રીતે ઘટાડવું (How to Lose Weight Fast ) તેની વાત કરીએ…

How to Lose Weight

કેલેરીના ગણિત ને સમજો

એકવાત યાદ રાખો શરીર વધારવું હોય તો વધારે કેલેરીવાળો ખોરાક ખાવો પડે અને ઘટાડવું હોય તો આ કેલેરીનું પ્રમાણ ઘટાડવું પડે. આ સરળ નિયમ છે. હવે ધારો કે તમારે વજન ઘટાડવું છે. તમે રોજ ભોજન લો છો તે ૪૦૦૦ કેલેરીનું થઈ જતું હોય તો વજન ઘટાડવા આ કેલેરીનું પ્રમાણ ઘડાડો. રોજ માત્ર ૨૫૦૦ કેલેરી જેટલું જ ખાવાનું રાખો. ખાવાનું બંધ નથી કરવાનું પણ ઓછુ કરવાનું છે. હવે કયા ખોરાકમાં કેટલી કેલેરી છે એ કેવી રીતે ખબર પડે? તો એ માટે ગૂગલનો સહારો લો. કેલેરી ચાર્ટ ફૂડ ( Calorie chart food ), કેલેરી ચાર્ટ ( Calorie chart ) આ શબ્દો મારી ગૂગલ ( Google ) પર સર્ચ ( Search ) કરો. અઢળક માહિતી (Information) મળશે. બસ તમારે તેને અનુસરવાની છે. આ ઉપરાંત વજન ઘટાડવા (Lose Weight ) આટલું કરી જુવો. નક્કી ફરક પડશે

ગરમ પાણીનો પ્રયોગ…

ઠડું પાણી પીવાનું બંધ કરી દો. ગરમ પાણી પીવાનું રાખો. ગરમ એટલે ફળફળનું નહી પણ તમારા રૂમનું તાપમાન જેટલું હોય એટલું ગરમ પાણી પીવો. પાણી વધારે પીવાનું રાખો. અને હા પાણીને ચાવીને ખાવાનું રાખો. પાણી ખાવાનુ? નવાઈ લાગીને? પાણી પીધા પછી તેને ચાવવાનું છે. પાણી ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. પાણીના ઘૂંટડા સાથે મોઢાની લાળ બરાબર ભળી જાય પછી જ તેને ગળા નીચે ઉતારવાની ટેવ પાડો. આટલું કરી જુવો. તમારા શરીરમાં જોરદાર પરિવર્તન તમને દેખાશે. પાણી પીવાની આજ સાચી રીતે છે.

લીંબુ, મધ અને ગરમ પાણી…

લીંબુ, મધ અને ગરમ હુંફાળું પાણી આ ત્રણેય તમારા શરીરની ચરબી ઉતારવામાં તમારી મદદ કરે છે. આ ત્રેણયનું મિશ્રણ એટલું બધું પાવરફૂલ છે કે તે તમારા શરીરનો કચરો પણ સાફ કરી નાખે છે. સવારે ઉઠતા વેત આ હુંફાળા લીંબુ પાણીમાં થોડું મધ નાખીને ધૂંટડે, ઘૂંટડે પીવાનો નિયમ બનાવો. થોડાક જ દિવસમાં તમને લાગશે કે મારું શરીર ઘડી રહ્યું છે. સ્ફૂર્તિ આવશે એ વધારાની…

ગ્રીન ટી…

અનેક સંશોધનોનું તારણ આવ્યું છે કે ગ્રીન ટી શરીર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. નિયમિત યોગ્ય માત્રમાં ગ્રીન ટી પીવામાં આવે તો શરીર ઘટાડવામાં ખૂબ મદદ મળે છે. ઉપરાંત ગ્રીન ટીના ફાયદા પણ અનેક છે. ચાની તેવ હોય યો તેની જગ્યાએ તમે આ ગ્રીન ટી લઈ શકો છો. જેનાથી તમે ખાંડ અને દુધથી દૂર રહી શકો છો. ગ્રીન ટી પણ તમારા શરીરનો કચરો સાફ કરવામાં તમારી મદદ કરે છે.

થોડું પણ નિયમિત ચાલવાનું રાખો…

રોજ સવારે અથવા તો રાત્રે તમને સમય મળે ત્યારે પણ નિયમિત રીતે થોડું ચાલવાનું રાખો. રોજ પાંચ કિલોમીટર ચાલી શકો તો અતિ ઉત્તમ. યાદ રાખો ચાલતી વખતે ધ્યાન માત્ર ચાલવામાં જ રાખો. રોજ એક જ ગતિથી ચાલો. નિયમિત ચાલવાથી તમને થોડાક જ દિવસમાં ફરક દેખાશે અને તમને સારું પરિણામ મળતા તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

ફાસ્ટફૂડ બંધ કરી દો

ફાસ્ટફૂડમાં સૌથી વધારે કેલેરી હોય છે. વજન ઘટાડવું હોય તો ફાસ્ટફૂડ તો ઘટાડવું જ પડે. સાવ બંધ કરી દેશો તો અતિ ઉત્તમ. તમને પરિણામ પણ ઝડપથી મળશે. ફાસ્ટફૂડ અનેક રોગોનું પણ મૂળ છે. ફાસ્ટફૂડ ખાવાથી પેટને લગતા રોગ વધારે થાય છે. આથી જો તેને ખાવાનું બંધ કરશો તો અનેક રોગો તમને થશે જ નહી. અને વજન પણ નહી વધે.

ગ્રીન જ્યુશ

રોજ ગ્રીન જ્યુશ પીવાનું રાખો. પાલક, લીમડો, સરગવાના પાન, કોથમીર, ભાજીનુ જ્યુસ બનાવીને રોજ પીવાનું રાખો. આનામાં અઢળક વિટામીન હોય છે. આ જ્યુસ પીવાથી તમારા શરીરને જેટલી માત્રામાં વિટામીનની જરૂર હશે તે મળી જશે અને તમારે ખાવાનું પણ ઓછુ ખવાશે. માટે નિયમિત ગ્રીન જ્યુસ પીવાનું રાખો. ફાયદો મળશે.

કસરત કરો

જીમમાં જઈને ભારેભરખમ વજનીયા ઉંચકવાની જરૂર નથી. સાદી કસરત કરશો તો પણ પરિણામ મળશે. કસરત કરશો તો ઝડપથી અને યોગ્ય પરિણામ મળશે.

How to Lose Weight Fast

યાદ રાખો એકવાર વજન વધી ગયું પછી તેને ઉતારવું પડકાર જનક છે. તેના માટે મક્કમ મન જોઇએ. એટલે વજન વધી રહ્યું હોય ત્યારે જ સચેત થઈ જાવ અને તેના પણ કાબૂ મેળવી લો. આજ ઉત્તમ ગણાશે.

 

 

]]>
https://gujjulogy.com/how-to-lose-weight-fast/feed/ 0
શુક્રવાર Friday ના દિવસે આ કાર્યો કરવાથી ધન-વૈભવમાં કદી કમી નહીં આવે https://gujjulogy.com/friday-prayer-tips-in-gujarati/ https://gujjulogy.com/friday-prayer-tips-in-gujarati/#respond Fri, 06 Nov 2020 06:13:07 +0000 https://gujjulogy.com/?p=655 પૈસા નથી? છે પણ શાંતિથી વપરાતા નથી? ઉછીના લીધેલા પૈસા પાછા મળતા નથી? પતિ-પત્ની વચ્ચે અણબનાવ છે? તો શુક્રવાર Friday ના દિવસે કરો આ ઉપાયો

 

શુક્રવાર Friday નો દિવસ એટલે માતા ધનલક્ષ્મીનો વાર. મા વૈભવ લક્ષ્મીનો વાર. આ દિવસે લક્ષ્મી માતાની સેવા, પૂજા, આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. જ્યોતિષીઓ કહે છે કે શુક્ર સૌંદર્ય, ઐશ્વર્ય, વૈભવ, કલા, સંગીત અને કામ – વાસનાના કારક દેવતા છે. આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સાચા હૃદયથી પૂજા કરવાથી ધન અને ધાન્ય કોઈની કમી ક્યારેય નથી પડતી.

મહાલક્ષ્મીજીના મંદિરે દર્શન

શુક્રવારે Friday માતા મહાલક્ષ્મીના મંદિરે જવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર શુક્રવારે બને તો વહેલી સવારે સ્નાન કરીને તરત જ મહાલક્ષ્મીજીના મંદિરે જાવ. માતાજીને લાલ વસ્ત્રો, ચુંદડી, લાલ ચાંદલો, લાલ બંગડીઓ અને કમળ અથવા અન્ય લાલ ફૂલ ચડાવો અને હૃદયપૂર્વક તેમની પૂજા-આરાધના કરો. તથા ‘ઓમ મહાલક્ષમયે નમઃ’ની એક માળા કરો. જેમ જેમ તમે નિયમિત રીતે શ્રદ્ધા પૂર્વક દર શુક્રવારે માતા મહાલક્ષ્મીજીના મંદિરે જશો તેમ તેમ તમારા જીવનમાંથી ધનનો અભાવ દૂર થતો જશે અને માતાજીની કૃપા તમારા પર બની રહેશે.

અષ્ટલક્ષ્મી પૂજાનો સિદ્ધ પ્રયોગ

જીવનમાં ધન-વૈભવની જરૂરિયાત સૌને હોય છે. શુક્રવારના દિવસે અષ્ટ લક્ષ્મીની પૂજા કરવાથી તમારા જીવનમાં ધન-વૈભવના ભંડાર ભરેલાં રહેશે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શુક્રવારના દિવસે રાત્રે ૯ વાગ્યાથી ૧૦ વાગ્યાના સમયગાળમાં અષ્ટ લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. પૂજા કરતી વખતે તમારે સ્નાન કરીને ગુલાબી વસ્ત્રો ધારણ કરીને ગુલાબી આસન પર બેસવાનું છે. અષ્ટલક્ષ્મી માતાની પ્રતિમા અથવા તો ફોટોને પણ ગુલાબી વસ્ત્રો કે ચુંદડી ચડાવો. સાથે સાથે શ્રી યંત્ર પણ મુકો. પૂજાની થાળીમાં ગાયના ઘીના આઠ દીપ પ્રગટાવો અને ગુલાબની સુગંધવાળી આઠ અગરબતી પ્રગટાવો. અષ્ટ લક્ષ્મી માતાની પ્રતિમા અને ફોટાને અષ્ટ ગંધથી તિલક કરો અને કમળની માળા ચડાવો. ત્યારબાદ ‘ઐં હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મયૈ હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમઃ સ્વાહા’ના મંત્રની અગિયાર માળાઓ કરો. આ એક સિદ્ધ પ્રયોગ છે. શ્રદ્ધા પૂર્વક આ કાર્ય કરવાથી માતા અષ્ટ લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને જીવનમાં ધનનો વરસાદ કરે છે.

કમળ ગટ્ટાની માળાનો પ્રયોગ

અષ્ટ લક્ષ્મી માતાના ઉપરોક્ત મંત્રોની અગિયાર માળા પૂર્ણ થઈ ગયા બાદ માતાજીનું સ્મરણ કરો અને જીવનમાં કોઈ ભુલ-ચૂક થઈ ગઈ હોય તો ક્ષમા પ્રાર્થો. અષ્ટ લક્ષ્મી માતાને કરગરીને તમારી ધન અંગેની સમસ્યા કહો અને કૃપા કરવા માટે વિનંતી કરો. ત્યારબાદ પૂજામાં મુકવામાં આવેલા આઠેય દીવાઓને ઘરમાં જ આઠ દિશાઓમાં મુકી દો. તથા માતાજીને ચડાવેલી કમળ ગટ્ટાની માળાને તમે જ્યાં ધન રાખતા હો એ જગ્યાએ રાખી દો. આ માળા ત્યાં મુકવાથી તમારી તિજાેરી ધનથી અને જીવન સુખ – સમૃદ્ધિથી છલકાઈ જશે.

પાંચ કુંવારીકાઓને ખીર જમાડો

શુક્રવારના દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે લક્ષ્મીનારાયણના યથાશક્તિ પાઠ કરો. ત્યારબાદ તેમની આરતી કરીને તેમને ખીરનો પ્રસાદ ચડાવો. બની શકે તો લક્ષ્મીનારાયણનું સ્મરણ કરીને આ દિવસે અગિયાર કે પાંચ કુંવારીકાઓને સાંજે ભોજન કરવો. જેમાં સૌથી પહેલાં ભગવાનને ચડાવ્યા બાદનો ખીરનો પ્રસાદ ખવરાવો તથા તેમને લાલ વસ્ત્રોનું દાન કરો અને દક્ષિણા પણ આપો. આમ કરવાથી લક્ષ્મીજી તમારા પર સદાય ખૂશ રહેશે.

લાલ કપડાંમાં સવા કીલો ચોખા અને સમસ્યાનું સમાધાન

તમે ખૂબ મહેનત કરતાં હો પણ કમાણી સારી ના થતી હોય, પગાર વધતો ના હોય અથવા તો પગાર અને કમાણી સારી જ હોય પણ જો તે બીમારીમાં કે અન્ય કોઈ રીતે ચાલી જતી હોય અથવા તો બચત જ ના થતી હોય તો શુક્રવારના દિવસે એક વિશિષ્ટ પ્રયોગ તમારે કરવાનો છે. શુક્રવારના દિવસે વહેલી સવારે સ્નાન કરીને બ્રાહ્મ મૂહુર્તમાં લક્ષ્મીજીની તસવીર કે પ્રતિમા આગળ લાલ વસ્ત્રો ધારણ કરીને બેસો. માતા લક્ષ્મીજીનું સ્મરણ કરો અને ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવો. એ પછી એક લાલ રંગના કપડામાં સવા કીલો ચોખા મુકો. ધ્યાન રહે કે લાલ રંગના કપડાંમાં ચોખા મુકતી વખતે એક પણ દાણો નીચે જમીન પર ઢળવો ના જોઈએ. આ કાર્ય જ ખૂબ મહત્વનું છે તેથી સાચવેતી પુર્વક કરો. એ પછી એ કાપડની પોટલી બાંધી દો. બાંધેલી પોટલી હાથમાં લઈને આંખો બંદ કરીને ‘ઓમ શ્રીં શ્રીયે નમઃ’ના મંત્રોની પાંચ માળાઓ કરો. ત્યારબાદ માતા લક્ષ્મીને નમન કરીને એ પોટલી તમારી તિજાેરીમાં કે અન્ય જે સ્થાને આપ પૈસા મુકતા હો ત્યાં મુકી દો. આ સિદ્ધ પ્રયોગ દ્વારા ઉપર જણાવેલી ધન સંબંધિત તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

ઉછીના લીધેલા પૈસા ચોક્કસ પાછા મળશે

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે માનવી પાસે ધન હોય. પણ અન્ય લોકોએ તે પડાવી લીધું હોય. કોઈએ ઉછીના લીધા હોય તો એ પાછા ના આપતા હોય. જો તમે પણ એવી જ સમસ્યાથી પીડાતા હો, તમારા પૈસા ફસાઈ ગયા હોય અને તમારા જીવનમાં એનાથી અશાંતિ રહેતી હોય તો એક ખાસ પ્રયોગ શુક્રવારે કરો. શુક્રવારના દિવસે સંધ્યા ટાણે ઘરના ઈશાન ખુણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આ દીવામાં થોડું કેસર પણ નાંખો. ખાસ વાત યાદ રહે કે આ દીવાની વાટ રૂની ના હોવી જોઈએ. તમારે આ દીવાની વાટ લાલ રંગના સૂતરના દોરાની બનાવવાની છે. આ રીતે દીવો પ્રગટ કરીને તમે માતા લક્ષ્મીને વિનંતી કરો કે તમારું જે પણ ધન અન્ય લોકો પાસે ચાલ્યુ ગયું છે એ તમને જલ્દીથી પાછું મળી જાય. આ પ્રયોગ અગિયાર કે એકવીસ શુક્રવાર કરવાથી તમારા ગયેલા પૈસા અચૂક પાછા મળી જશે.

તમે તમારુ જ ધન ભોગવી ના શકતા હો તો

જીવનમાં ભૌતિક સુખો હોય, ધન પણ ઘણું હોય પણ કેટલાંક લોકો એને આનંદથી ભોગવી શકતા નથી. એટલે કે ધન સાથે સાથે શાંતિ પણ ખૂબ જ જરૂરી છે. જાે તમારી સાથે પણ આવું જ થતું હોય, તમે પણ તમારા ધનને સુખેથી ના ભોગવી શકતા હો તો તમારે શ્રદ્ધા પૂર્વક આ પ્રયોગ કરવો. શુક્રવારના દિવસે પીળા કપડાંમાં પાંચ પીળા રંગની કોડી, થોડુંક કેસર અને સિક્કાઓને બાંધી દો. એ પોટલીને તમારા ઘરમાં જ્યાં ધન રહેતું હોય ત્યાં મુકી દો. ઉપરાંત એ જ દિવસે ભગવાન વિષ્ણુ ભગવાન પર દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને અભિષેક કરો. અભિષેક બાદ તેમની વિધિવત પૂજા અર્ચના કરો અને વિષ્ણુ ભગવાનના આ મંત્રોની પાંચ માળા કરો. – ‘ઓમ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભૂર્યા ભર. ભૂરિ ધેદિન્દ્ર દિત્સસિ. ઓમ ભૂરિદા ત્યસિ શ્રુતઃ પુરુત્રા શૂર વૃત્રહન્‌. આ નો ભજસ્વ રાધસિ.’
આ કાર્ય શ્રદ્ધા પૂર્વક કરવાથી તમે તમારા ધનને સુખ રૂપ ભોગવી શકશો અને તમને અભૂતપૂર્વ માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

પીપળાના ઝાડના મુળમાં અભિષેક

શુક્રવારે માતા લક્ષ્મીને વધારે ખૂશ કરવા માટે અને ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે એક વિશેષ પ્રયોગ આ પણ છે. શુક્રવારના દિવસે બપોરે બાર વાગ્યા પહેલાં પીપળાના ઝાડના છાંયામાં ઉભા રહીને લોખંડના વાસણમાં જળ, ખાંડ, ઘી તથા દૂધ મિલાવીને પીપળાના ઝાડના મુળમાં ચડાવો.

પતિ-પત્ની વચ્ચે અણબનાવનું અચૂક સમાધાન

જો તમારા ગૃહસ્થ જીવનનમાં તકલીફ હોય, પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો પણ શુક્રવારે કરવા જેવા કેટલાંક વિશેષ પ્રયોગો છે. જો તમે પણ ઘર – સંસારની સમસ્યાથી પીડતા હો તો શુક્રવારના દિવસે સવારે વહેલા ઉઠી શ્રી સુક્તનો પાઠ કરો. ત્યારબાદ એક પંખીઓના જાેડાની તસવીર તમારા બેડરૂમમાં લગાવી દો. ઉપરાંત આ દિવસે કોઈ પણ સુહાગણ સ્ત્રીને લાલ રંગનો સુહાગનો સામાન, જેમકે લાલ સાડી, કંકુ, લાલ બંગડીઓનું દાન આપો. આમ કરવાથી તમારા પતિ-પત્નીના ઝઘડનાઓ સમાપ્ત થઈ જશે.

કામમાં રૂકાવટ અટકાવવાનું ખાસ કાર્ય

જાે તમે કોઈ પણ કામ શરૂ કરો પણ તે પૂર્ણ ના થતું હોય, એમાં રૂકાવટ આવતી હોય. તો શુક્રવારના દિવસે ખાસ કીડીયારુ પુરો. ખાંડનું બુરુ અને ઘઉંના લોટનું મિશ્રણ કરીને કીડીઓને ખવરાવો. આવું દર શક્રવારે કરશો તો ખૂબ જ ફાયદો થશે. પણ જો સમય ના હોય તો એકવીસ શુક્રવાર સુધી તો ખાસ કરવું.

મિત્રો, શુક્રવારના દિવસે જાે તમે આ ઉપાય કરશો તો તમારુ જીવન ધન, ધાન્ય અને સુખ, શાંતિથી સભર બનશે.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/friday-prayer-tips-in-gujarati/feed/ 0
મંગળવાર Tuesday ના દિવસે માત્ર આટલું કરશો તો તમારી સાત પેઢીઓ રાજ કરશે https://gujjulogy.com/tuesday-prayer-tips-in-gujarati/ https://gujjulogy.com/tuesday-prayer-tips-in-gujarati/#respond Tue, 03 Nov 2020 07:24:02 +0000 https://gujjulogy.com/?p=638

 

Tuesday – ટેન્શનમાં છો? પરિવારની ખુબ ચિંતા થાય છે? કુટુબંને સુખી જોવા માંગો છો તો આ રહ્યાં તેના નક્કર રસ્તાઓ

 

મંગળવાર Tuesday નું નામ જ મંગળ કરનારુ છે. મંગળવારે આપણે જે કાર્યો કરીએ એ જો સાચા હૃદયથી, શ્રદ્ધાપૂર્વક અને આપણા શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ કરીએ તો આપણને એનો ખૂબ જ ફાયદો મળી શકે છે. આવો જોઈએ એ ઉપાયો કયા છે.

 

વડના પાન પર ઈચ્છાઓ લખો

મંગળવાનો દિવસ હનુમાનજીનો દિવસ છે. આ દિવસે પવનપુત્ર હનુમાનજીને સિંદૂર અને આંકડાની માળા ચડાવો. સરસિયાના તેલનો દિવો પ્રગટાવો. વડના પાનને ગંગાજળથી ધોઈને તેના પર લાલ પેનથી તમારી ઈચ્છાઓ લખીને હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરો. તમારી ઈચ્છાઓ અચૂક ફળશે.

 

ધનસંબંધિત સમસ્યાઓનો ઉકેલ

મંગળવાર હનુમાનજી સાથે સાથે શ્રી ગણેશ ભગવાનનો પણ દિવસ છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરો. ગણેશજીના મંદીરે ધજા ચડાવો. તેમને લાડુ અથવા મોદકનો પ્રસાદ ચડાવો અને સાથે સાથે લાલ વસ્ત્ર અને લાલ ફુલ પણ ચડાવો. પાંચ મંગળવાર આવું કરવાથી તમારી ધન સંબંધિત મોટામાં મોટી સમસ્યાઓનો પણ ઉકેલ મળી જશે.

 

ધારદાર વસ્તુઓ ત્યજો

મંગળવારના દિવસે ચપ્પુ, કાતર, નખ કટર વગેરે જેવી કોઈ પણ ધારદાર વસ્તુઓ ના ખરીદો. આવું કરવાથી તમારા અને તમારા પરિવારના વ્યક્તિઓના જીવન પર એની નકારાત્મક અસર પડે છે. આના બદલે મીઠાઈ, ભગવાનની પૂજા માટેની કોઈ સામગ્રી, ગરીબોને દાનમાં આપવાની કોઈ વસ્તુ વગેરે મંગળવારના દિવસે જ ખરીદો અને એ જ દિવસે દાનમાં આપો. આવું કરવાથી તમારા પરિવારના એક એક વ્યક્તિને સુખ પ્રાપ્ત થશે.

 

સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરો

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્યારે જ આવે છે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય. ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મંગળવારના દિવસે સવારે એક સફેદ દોરો લઈને તેની વચ્ચે એક લીંબુ બાંધી દો તથા તેના બંને છેડે ચાર ચાર લીલાં મરચા બાંધીને તેને ઘરના દરવાજા પર લટકાવી દો. આવું કરવાથી તમામ પ્રકારની સકારાત્મક ઉર્જા ઘર તરફ આકર્ષાશે.

 

પરિવારના ઝઘડાનો કાયમી ઉકેલ

ઘરના કોઈ સભ્યને બુરી નજર લાગી હોય. ઘરમાં ખૂબ જ ઝઘડા થતાં હોય અથવા તો પરિવારમાં અંદરો અંદર ઈર્ષાભાવ હોય તો એને દૂર કરવા માટે એક સુંદર ઉપાય છે. મંગળવારે એક કીલો જેટલો જવનો લોટ લઈને તેમાં કાળા તલનું તેલ નાંખીને લોટ બાંધી દો. યાદ રાખો તેમાં પાણી નાંખવાનું નથી. તેલ વડે બાંધેલા લોટની એક રોટલી બનાવી દો. તેના પર ધારદાર ચપ્પા વડે સાત વખત કાપા મારો અને કાપીને ટૂકડા કરો. એ ટૂકડાને ફરીવાર ભેગા કરીને લોટ બાંધો તેમ બાંધી દો. આ મિશ્રણ એ જ દિવસે ભેંસને ખવરાવી દો. તમારા પરિવારમાં ઝઘડા, ઈર્ષા, દ્વેષ કોઈ વસ્તુઓ સાત પેઢી સુધી નહીં ફરકે.

 

રડતું બાળક શાંત થઈ જશે

જો તમારુ બાળક નાનું હોય અને ખૂબ જ રોતું હોય તો તમારે એક ઉપાય કરવો જાેઈએ. દવાથી પણ બાળક શાંત ના થતું હોય અને સતત રડ્યા કરતું હોય તો મંગળવારના દિવસે વહેલી સવારે સૂર્યોદય વખતે એના ઘોડિયા પર મોરપિચ્છ બાંધી દો અને તેના માથે ફટકડીનો એક નાનકડો ટૂકડો મુકી દો. ધીમે ધીમે બાળક રડતું બંદ થઈ જશે.

બુરા સપના બંધ થઈ જશે

તમને જો ખૂબ જ બુરા સપના આવતા હોય તો મંગળવારના દિવસે ફટકડીનો નાનો ટૂકડો એક કપડાની પોટલીમાં મુકીને તેને ગળામાં બાંધી દો. એ પછી સાંજે એ ટૂકડાને કપડાંમાંથી બહાર કાઢીને સુમસામ જગ્યા પર ફેંકી દો. તમને બુરા સપના આવવાનું સદંતર બંદ થઈ જશે.

 

ટેન્શનનમાંથી અચુક મુક્તિ

જાે તમને કોઈ પણ બાબતનું ટેન્શન રહેતું હોય, મન ઉદ્વિગ્ન રહેતું હોય તો મંગળવારના દિવસે તમારે એક સિદ્ધ કાર્ય અચૂક કરવું જોઈએ. મંગળવાના દિવસે એક માટીનું પાત્ર લો, તેમાં ઘઉં ભરો અને પછી તેના પર પાંચ લાલ ફૂલ મુકી દો. આ પાત્રને ઘરની છત પર પૂર્વ દિશામાં ઢાંકીને મુકી દો અને બીજા મંગળવાર સુધી ત્યાં જ પડ્યુ રહેવા દો. બીજા મંગળગવારે સવારે એ પાત્રમાં મુકેલા બધા જ ઘઉંના દાણા છત પર ફેલાવીને વેરી દો અને ફુલોને ઘરના મંદીરમાં રાખી દો. સાંજે એ દાણા ઉઠાવી લો અને મંદીરમાં મુકેલા ફુલને પણ લઈ લો. પછી એ બધું જ કોઈ વહેતા જળમાં પધરાવી દો. આ કાર્ય શ્રદ્ધા પૂર્વક કરવાથી તમારું કોઈ પણ પ્રકારનું ટેન્શન દૂર થઈ જશે. તમે માનસિક રીતે મુકત થઈ જશો.

 

સાત પેઢીને તારતો અદ્‌ભૂત સિદ્ધ પ્રયોગ

તમે તમારા પરિવારના શુભ ચિંતક છો. તમારે તમારા વર્તમાન પરિવારજનોને જ નહીં પણ આવનારી સાત પેઢીઓને સુખી કરવી છે તો એક ઉપાય મંગળવારે ખાસ કરો. મંગળવારે બાહ્મ મૂહુર્તમાં ઉઠીને ઠંડા જળથી સ્થાન કરો. ત્યારબાદ જાતે જ પીપળાના વૃક્ષ પાસે જઈને એના અગિયાર પાન તોડી લાવો. એ પાનને સ્વચ્છ જળથી ધૂઓ. ત્યારબાદ લાલ વસ્ત્રો પહેરીને તમારા ઘરમાં જે મંદિર હોય તેની પાસે બેસો. સૌ પ્રથમ ભગવાન ગણેશજીનો દીવો પ્રગટાવો, પછી તમારા કુળદેવતા કે કુળદેવીનો દિપક સળગાવો અને પછી હનુમાનજીનો તેલનો દીપક પ્રગટાવો. આમ કર્યા બાદ પીપળાના પાંચ પાન પર ‘ઓમ શ્રી ગણેશાય નમઃ ’ લખો, બીજા ત્રણ પાન પર તમારા કુળદેવી કે કુળદેવતાનું નામ લખો, એક પાન પર ‘ઓમ શ્રી હનુમંતયે નમઃ’ લખો અને દસમાં એક પાન પર ‘જય શ્રી રામ’ લખો. હવે તમારી પાસે જે એક પાંદડુ બાકી રહ્યું તેના પર લખો કે ‘હે ઈશ્વર મારી સાત પેઢીને સુખી અને સમૃદ્ધ બનાવજે.’ આમ અગિયાર પાંદડાઓ પર આ રીતે લખીને તેને મંદીરમાં મુકી દો અને પછી ગણેશજી, હનુમાનજી, તમારા કુળદેવતા-કુળદેવી અને શ્રીરામના નામની એક એક માળા જપો. પછી આ પાંદડાને વહેતી નદીમાં પધરાવી દો. આ પ્રયોગ સતત એકવીસ મંગળવાર સુધી કરો. આ ઉપાયથી તમારી સાત પેઢીઓ રાજ કરશે.

 

મિત્રો, આ કાર્યો કરવાથી તમારા પર ઈશ્વર રાજી થશે અને તમારી સાત પેઢી સુધી કોઈને કોઈ જ તકલીફ નહીં પડે.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/tuesday-prayer-tips-in-gujarati/feed/ 0
ટેન્શનમુક્ત જીવન Tension free life જીવનાની ૧૧ પાવરફૂલ ટિપ્સ https://gujjulogy.com/11-simple-ways-to-live-a-tension-free-life/ https://gujjulogy.com/11-simple-ways-to-live-a-tension-free-life/#respond Wed, 28 Oct 2020 10:26:39 +0000 https://gujjulogy.com/?p=572  

ચિંતામુક્ત જીવન Tension free life જીવવું છે? માત્ર બે મીનિટ કાઢી વાંચો આ લેખ…

ચિંતા – તણાવ, મેઇન્ટલી ટ્રેસ આજકાલ આ શબ્દો નાના નાના બાળકોના મોએ પણ સાંભળવા મળી જાય છે. નાની નાની વાતોને લઈ લોકો એવા તો ટેન્શનમાં આવી જાય છે કે, આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય છે. આ ટેન્શન જ્યારે આપણા સૌના જીવનમાં બળજબરીપૂર્વક ઘુસી આવ્યું છે અને તેને આપણા જીવનમાં પ્રવેશતું અટકાવવું એ લગભગ અશક્ય બન્યું છે ત્યારે ચાલો વાત કરીએ એવી કેટલીક ટિપ્સની જેનો અમલ કરી તમે તમારા જીવનને સંપૂર્ણ ટેન્શન મુક્ત (tension free) તો નહીં પરંતુ ટેન્શન-તણાવને થોડો હળવો જરૂર કરી શકશો.

#1 ભૂલતા શીખો – Forget

સૌપ્રથમ તો આપણે ભૂલતા (Forget) શીખવાનું છે. ભગવાને આપણને જીવન જ વર્તમાનમાં જીવવા માટે આપ્યું છે નહીં કે ભુતકાળને વાગોળવા માટે કે ભવિષ્યની ચિંતા કરવા માટે. છતાં કેટલાક લોકો પોતાના ભુતકાળની વાતો વાગોળી દુઃખી થયા કરે છે કે પછી ભવિષ્યની ચિંતા કરી વર્તમાન બગાડે છે. જો તમારે તણાવમુક્ત જીવન જીવવું છે તો તમારે ભુતકાળને ભૂલવો પડશે અને ભવિષ્ય વિશે પણ વિચારવાનું ટાળવું પડશે. વર્તમાનની પરિસ્થિતિ અનુરૂપ જીવતા શીખો. તણાવ ચિંતા અડધો અડધ ઘટી જશે.

#2 અતિ-આંતરિક સંવાદો બંધ કરી દો – Stop Internal dialogue

કોઈ ઘટના હોય કે કામ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે મોટાભાગના લોકો સતત તેના વિચારોમાં જ ખોવાયેલા રહે છે અને જ્યારે એ વિચાર નેગેટિવ ( Negative Thinking ) એટલે કે નકારાત્મકતામાં પરિણામે છે ત્યાંથી જ બધી સમસ્યા શરૂ થાય છે. આપણે કોઈ કામને લઈ પહેલાં જ નેગેટિવ વિચારવાનું શું કામ શરૂ કરી દઈએ છીએ ? કોઈ ઘટના કે કામ અંગે સારુ પોઝેટિવ (Positive Thoughts) ન વિચારીએ. આ મારાથી નહીં જ થાય ? તેમાં સમય ખૂબ જ વધારે લાગશે. જે લોકો સાથે મારે કામ કરવાનું છે તે કેવા હશે ? આમ કામ હજી જ્યાં શરૂ પણ નથી થયું ત્યાં જ નેગેટિવ વિચાર ! મિત્રો આનાથી શું થાય છે ? કોઈપણ કામ કરતા પહેલાં જ આપણે તનાવમાં આવી જઈએ છીએ અને આપણે આપણું અહિત કરી બેસીએ છીએ. મોટાભાગે એવું જ થાય છે કે, કામ કર્યા બાદ આપણને લાગે છે કે ખરેખર આ કામ આટલું સરળ હતું ? હું તો નાહકની ચિંતા કરતો હતો. તો હવેથી જ્યારે પણ નવું કામ શરૂ કરો ત્યારે તેની સાઇડ ઇફેક્ટને સાઇડમાં કરી દો અને કામ કરવાનું જ છે, અને સફળતાપૂર્વક કરવાનું છે એ વાત પર ફોક્સ કરો.

#3 હકારાત્મક અભિગમ જ તમને ચિંતાથી દૂર રાખશે – A positive mindset

ભલે ગમે તે થાય તમારી વિચારસરણી હકારાત્મક (positive) રાખો. જો આમાં તમે આ કળા શીખી ગયો. તો સમજો તમારું ૫૦ ટકા કામ આપો આપ થઈ ગયું. ચાણક્ય કહે છે કે ‘કોઈ કામ કરતા વચ્ચે તમે વિચારવા લાગો છો કે હવે આ કામ મારાથી નહીં થાય તો ય પછી એ કામ તમારાથી નહીં જ થાય.’ એટલે કે કામ ગમે તેવું હોય ખુદ પર ભરોસો રાખો અને ખુદને કહો કે આ કામ હું કરીને જ રહીશ. પછી જુઓ કામમાં સફળતા મળે છે કે નહીં.

#4 એક સમયે એક જ કામ હાથમાં લો અને ચિંતા મુક્ત રહો – Say no to multiple work

મોટાભાગના લોકો વધારે લાભ મેળવવા માટે અને થોડા સમયમાં વધારે કામો કરી લેવા માટે અનેક કામો એક સાથે કરતા હોય છે. પરિણામે બાવાના બેય બગડે એવો ઘાટ થાય છે અને એક પણ કામમાં બરકત આવતી નથી અને ચિંતા હાવી થઈ જાય છે એ વધારવામાં. માટે સલાહ છે કે એક સમયે એકથી વધુ કામો કરવાનું તો ટાળજો જ. જો એક સમયે એક જ કામ પર ફોક્સ કરશો તો તમે તેમાં તમારું ૧૦૦ ટકા આપી શકશો. પરિણામે પરિણામ પણ ૧૦૦ ટકા આવવાની શક્યતાઓ વધી જશે. માટે કામ ભલે અનેક લો. પરંતુ એક સમયે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

#5 લાઇફ સ્ટાઇને સરળ બનાવો – Live Easy Lifestyle

સૌથી જરૂરી તમારી લાઇફ સ્ટાઇલ એટલે કે જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ. તમારી જીવનશૈલી મુજબ તમારી દીનચર્યા ગોઠવો. આમ કરશો તો ચિંતા-તણાવ તમારાથી બે ગજ દૂર રહેશે.

#6 એક સ્થળે તમારો આખો દિવસ બર્બાદ ન કરો

જો તમે એક જ સ્થળે આખો દિવસ એક જ વાતાવરણમાં બેસી રહો છો. તો તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. કારણ કે માનવની માનસિકતા જ એવી હોય છે કે જો તે એક જ જગ્યાએ જરૂર કરતાં વધુ સમય બેસી રહે છે, તો તેનું મસ્તિક અવળી વિચારે ચડી જાય છે. પરિણામ એ આવે છે કે તે વ્યક્તિ ચિંતામાં સરી પડે છે. ત્યારે શ્રેષ્ઠ વાત એ છે કે એક સ્થાન પર કામપુરતા જ રોકાવાની આદત પાડો ! સતત ફરતા રહો, જેનાથી તમને નવું નવું વાતાવરણ મળતું રહેશે અને તમારું મન ખુદ જ પ્રફુલ્લિત રહેવા લાગશે અને ચિંતા તેમાં પ્રવેશી જ નહીં શકે.

#7 પૌષ્ટિક ભોજન પણ જરૂરી – Eat healthy stay healthy

મનદુરસ્તી માટે શરીરની તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ શરીર નસીબવાળાને જ મળતું હોય છે માટે આપણે આ તંદુરસ્ત શરીર રૂપી મૂડીને ન માત્ર સંભાળી રાખવાની છે. તેમાં વધારો પણ કરવાનો છે. માટે સારું અને પૌષ્ટિક આહાર લેવાની ટેવ પાડવી પડશે. બની શકે તો માંસાહારથી દૂર રહો અને શાકાહારી ભોજનને જ પ્રાથમિકતા આપો. કારણ કે શાકાહારી ભોજનથી નેગેટિવ પ્રભાવ ઓછો થઈ જાય મનને શાંત રાખવામાં મદદ મળે છે. એટલે કે તણાવમુક્ત રહેવા માટે સાદુ અને પૌષ્ટિક ભોજન લો. તેના ચમત્કારિક ફાયદા મળશે.

#8 નકારાત્મક વ્યક્તિઓથી દૂર જ રહેજો – Stay Away From Negative People

નેગેટિવ એટલે કે નકારાત્મક વિચારધારાવાળા લોકો તેની આજુબાજુનાં લોકોને પણ ભારે નુકસાન પહોંચાડે છે. એક તો એ પોતે કાંઈ કરતા નથી અને બીજા કાંઈક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે નાસી પાસ થાય તેવી જ વાતો કર્યા કરે છે. એનાથી થાય છે એવું કે તમે નવું કામ તો શરૂ નથી જ કરી શકતા ઉલટાનું તણાવમાં સરી પડો છો. માટે ભલાઈ આવા નકારાત્મક લોકોથી દૂર રહેવામાં જ છે.

#9 સંયમી જીવન જીવતા શીખો – Control of Your Life

આજે હરેક વ્યક્તિને ધનવાન બનવું છે અને આમાં ખોટું પણ નથી. પરંતુ વધારે પૈસા કમાવવાની લ્હાયમાં આપણે તણાવમાં ન સરી પડીએ એ પણ જરૂરી જ છે. વધારે પૈસા કમાવવાના પ્રયત્નોમાં કાંઈ બધા જ સફળ થતા નથી. તેમાં ક્યારેક નિષ્ફળતા પણ મળવાની અને ત્યારે આપણે તણાવમાં સરી પડીએ છીએ માટે પૈસા કમાવાની ઇચ્છા રાખો, પરંતુ જેટલી તમારી જરૂરિયાત છે તેટલા જ. બીજી મહત્વની વાત એ છે કે, કોઈપણ વ્યક્તિ પોતે ઇચ્છે તેટલું ધન કમાઈ શકતો નથી. ત્યારે ભલાઈ ખુદના ખર્ચા ઓછા કરવામાં જ છે. જરૂરિયાતથી વધારે ખર્ચા કરવાથી બચો. ઉધાર લેવાનું ટાળજો જ. જો આટલું કરશો તો તણાવ ચિંતા તમારાથી દૂર જ રહેશે.

#10 પરિવારને સમય આપો – Spending Time with Family

તમારી આ આદત તમને ચિંતા-તણાવ મુક્ત રહેવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. જ્યારે તમે પરિવારની સાથે હોવ છો તો તમારો તણાવ આપો. આપ છૂમંતર થઈ જાય છે. માટે પરિવારને સમય આપો, પરિવારના બાળકો સાથે રમો, વડીલો સાથે વાતો કરો, ફેમીલિ ટ્રીપનું આયોજન કરો. પછી જુઓ ટેન્શન-તણાવ કેમ છૂમંતર થઈ જાય છે. પરિવારના વડીલો સાથે વાતચીત કરવાથી, મુશ્કેલી વિશે જણાવવાથી મુશ્કેલમાં મુશ્કેલ સ્થિતિનો રસ્તો પણ આસાનીથી નીકળી જાય છે.

#11 ક્રિએટીવ બનો – Be creative

તમારા શોખને ક્યારેય દબાવ શો નહીં, ક્રિએટીવ બનો. સંગીત, રમતો, વાંચન, ગાયન, અભિનય જે પણ તમને સારું લાગે તો જરૂરથી કરજો જ. દિવસમાંથી થોડો સમય કાઢો અને તમારા શોખ પર ધ્યાન આપો. કારણ કે શોખ કે રસનું કામ કરતા સમયે માણસનું સંપૂર્ણ ધ્યાન તે કામમાં જ હોય છે. તે સમય પૂરતું તણાવ-ટેન્શન તેની આજુબાજુ પણ ફરકી શકતો નથી.

]]>
https://gujjulogy.com/11-simple-ways-to-live-a-tension-free-life/feed/ 0
Success – પૈસાદાર બનવું છે ? સફળ થવું છે? તો તત્કાલીક છોડી દો આ આદતો ! https://gujjulogy.com/top-tips-for-success-in-business/ https://gujjulogy.com/top-tips-for-success-in-business/#comments Sat, 24 Oct 2020 11:04:36 +0000 https://gujjulogy.com/?p=428

‘ઈંક’ નામની એક કેનેડિયન રિસર્ચ કંપનીએ આવી સાત આદતોને ટાંકી છે. જે તમને અમીર Success બનતા રોકે છે. તો આવો જાણીએ એ સાત આદતો વિશે…એકવાર વાંચવા સમજવા જેવી છે

ખૂબ બધા રૂપિયા, આલીશાન ઘર, ગાડી આ બધુ જ સૌ કોઈ માટે સ્વપ્ન હોય છે. દુનિયાના હરેક વ્યક્તિને ધનવાન બનવું છે. પરંતુ બધા ધનવાન બની શકતા નથી. કેમ ? કારણ કે પૈસાદાર એટલે કે ધનવાન બનવા માટે મહેનતની સાથે સાથે સ્માર્ટ સ્ટ્રેટેજીની પણ જરૂર હોય છે અને આના માટે તમારે કેટલીક એવી આદતો છે જે છોડવી જ પડે છે. ‘ઈંક’ નામની એક કેનેડિયન રિસર્ચ કંપનીએ આવી સાત આદતોને ટાંકી છે. જે તમને અમીર બનતા રોકે છે. તો આવો જાણીએ એ સાત આદતો વિશે…

વાતચીત કરતા શીખો, સ્માર્ટ ડીલ કરતા શીખો

કોઈપણ બાબતને લઈ ભાવ-તાલ કે વાતાઘાટ કરવાની અક્ષમતા કે તેનાથી દૂર ભાગવાની આદત તમને ગરીબ બનાવી રાખે છે. ઉ.દા. તરીકે તમે કોઈ જગ્યાએ નોકરી કરવા જાઓ છો. જ્યાં તમે કોઈપણ કારણસર તમારી સેલરી અંગે બાંધછોડ કરો છો અને જેટલી ઓફર થાય છે એટલામાં માની જાઓ છો. આવું મોટા ભાગે પહેલી નોકરી દરમિયાન થતું હોય છે. મોટા ભાગના લોકો તે વખતે સેલરી એટલે કે પગાર કરતા નોકરીને વધુ મહત્ત્વ આપે છે. જે આગળ જતા તેને બહું મોઘું પડે છે. જો આપણને આપણી આવડત અને અનુભવ પર પૂરો વિશ્વાસ છે તો આપણે તેના પ્રમાણમાં ઓછી સેલરીમાં કામ કરવા શું કામ રાજી થવું જોઈએ ? આ વાત માત્ર નોકરીમાં જ નહીં કોઈપણ બાબતે તમને વાટાઘાટો કરતા આવડવું જ જોઈએ.

આવકના મલ્ટીપલ સ્રોત અંગે વિચારો

આ આદત મોટભાગના લોકોમાં હોય છે. મોટાભાગના લોકો માત્ર નોકરી કરીને જ બેસી રહે છે. જો તમારે ખરેખર તમારી આવક વધારવી છે અને બે પાંદડે થવું છે તો તમારે માત્ર નોકરીના સહારે બેસી રહેવાનું છોડી આવકના મલ્ટીપલ સ્રોત અંગે વિચારવું જ પડશે. રખેને તમારી નોકરી છૂટી ગઈ કે ધંધો બંધ કરવાનો સમય આવ્યો ત્યારે તમારી પાસે બેકઅપ સ્ટ્રેટજી હશે તો બહુ વાંધો નહીં આવે.

કોઈ સાઇડ બિઝનેસ, રેંટલ પ્રોપર્ટી કે પછી આવકનું અન્ય સાધન કે સ્રોત જે તમારા ખરાબ સમયમાં તમારી પડખે તો ઊભો જ રહેશે. પરંતુ સારા સમયમાં વધારાની આવક પણ રળી આપશે.

ખુદ પર રોકાણ કરવું

ખુદ પર રોકાણ કરવું એ સુપર ઇન્વેસ્ટમેન્ટ છે અને આ સ્વઇન્વેસ્ટમેન્ટ એટલે કે ખુદને વધુ કુશળ બનાવવો. તેના માટે તમારે વધારેમાં વધારે જ્ઞાન અને વધારેમાં વધારે સ્કિલ વિકસાવવાની છે અને વધારેમાં વધારે અનુભવ પણ મેળવવાનો છે. જો આ ગુણો તમારામાં હશે તો તમે તમારા રોજગાર અને વ્યવસાયમાં ચાર ચાંદ લગાવી દેશો. તમારી આવડતમાં વધારો થવાથી તમારામાં ગજબનો આત્મવિશ્વાસ આવશે અને ભારેખમ નિર્ણયો લેવામાં સરળતા રહેશે. જે તમારા માટે અનેક ક્ષેત્રમાં હાથ અજમાવવાના દ્વાર ખોલી નાખશે.

જેવું ચાલે છે તેવું ચાલવા દો – આ નહીં જ ચાલે

મોટાભાગના લોકો જ્યારે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે ત્યારે ઉત્સાહથી છલોછલ હોય છે. પોતાનું સ્થાન, સેલેરી વગેરે માટે સતત સંઘર્ષ કરતા હોય છે, પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ ઉત્સાહ, એ એનર્જીનું જાણે કે બાષ્પીભવન થઈ જાય છે અને ગાડી જેમ ચાલે છે એમ ચાલવા દો ના પાટે ચડી જાય છે. જે તેમના અમીર બનાવની ગાડીને પાટા પરથી ઉતારી દે છે. કામ – વ્યવસાયમાં સતત નવું કરતા રહો, નવું નવું શીખતા રહો તમારું કામ માત્ર પૂરું કરવા માટે ન કરો. કામને શ્રેષ્ઠ બનાવવા કરો.

પરિસ્થિતિ સાથે સમાધાન કરવાને બદલે પરિસ્થિતિને બદલવા અંગે વિચારો અને મહેનત કરો. આ ધગસ તમને અમીર બનવાનું ગ્રીન સિગ્નલ આપશે.

બચતની જગ્યાએ રોકાણ કરો

લોકો પોતાની બચતને હાથ અડાડતા ગભરાય છે અને તેનું અન્ય સોર્સમાં રોકાણ કરતા ખચકાય છે. જોખમ લેતા નથી. ભાઈ આમ થશે તો તમારી બચત તો કદાચ બચી રહેશે, પરંતુ તે વધશે તો નહીં જ. ત્યારે સમજદારી એમાં જ છે કે, તમારા પૈસાને વહેતો રાખો. તેમાંથી અન્ય આવક ઊભી કરવા અંગે વિચારો. તેના માટે તમે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફન્ડ, બોન્ડ્સ વગેરેમાં રોકાણ કરી શકો છો. જે તમારી વધારાની આવકના સ્રોત બની શકે છે. આ સિવાય પણ તમે તમારી બચતમાંનો અમૂક ભાગ ખુદને વધુ કુશળ બનાવવા પર ખર્ચી શકો છો. નવું શીખવા કે સ્કિલ ડેવલપ કરવા માટે.

લક્ષ્ય મેળવી લીધું એટલે દુનિયા પૂરી થઈ જતી નથી

જીવનમાં લક્ષ નક્કી કરવું જરૂરી છે અને બધા જ લોકોએ કોઈકનું કોઈ લક્ષ્ય તો રાખવું જ જોઈએ અને આપણે તેના માટે મહેનત પણ કરતા હોઈએ છીએ. પરંતુ મુસીબત ત્યારે થાય છે જ્યારે આપણે લક્ષ્ય સુધી પહોંચી જઈએ એટલે ગંગા નાહ્યા હોવાનું માની બેસી જઈએ છીએ. અરે ભાઈ ! લક્ષ સુધી પહોંચ્યા એટલે દુનિયા ખતમ થોડી થઈ જાય છે. આપણી આ જ વિચારધારા આપણી પ્રગતિને રૂંધાવી દે છે. એક લક્ષ્ય પૂરું થયું તો તરત જ બીજું નક્કી કરી લો. બીજા બાદ ત્રીજું આપણે ખુદને ન તો ક્યારેય રોકાઈ જવાનું કહેવાનું છે કે ન તો આપણા લક્ષને પામવાના પ્રયત્નોને રોકવાના છે.

જરૂર કરતા વધારે વફાદાર બનવાની જરૂર નથી

ક્યારેક ક્યારેક એવું થાય છે કે, આપણે જ્યાં કામ કરતાં હોઈએ છીએ તે કંપની કે ટ્રસ્ટને આપણું તન મન સમર્પિત કરી દઈએ અને તેના માટે હદથી વધુ વફાદાર બની જઈએ છીએ. આપણી કંપની માટે વફાદાર હોવું એ ખોટું નથી, પરંતુ જરૂર કરતા વધારે વફાદારી તમારી પ્રગતિમાં અવરોધ પેદા કરશે જ. જ્યારે આપણને ખબર છે કે હવે આ નોકરી આપણને અમુક હદ પછી વધારે આપી શકવાની નથી તો પછી તે નોકરીને વળગી રહેવાની શી જરૂર છે ? આવું જ્યારે લાગવા માડે ત્યારે અન્ય કોઈ સ્રોત તરફ વળવામાં કશુંજ ખોટું નથી. અવસર મળે તો તેને નજર અંદાજ કરવો એ વફાદારી નહી, બેવકૂફી છે. તમારી વફાદારી એક હદ સુધી સારી છે, પરંતુ તે વફાદારી તમારી પ્રગતિને રૂંધવા માંડે ત્યારે તમારે તે અંગે વિચારવું જ રહ્યું.

 

]]>
https://gujjulogy.com/top-tips-for-success-in-business/feed/ 1