tuesday – Gujjulogy.com https://gujjulogy.com Tue, 03 Nov 2020 07:24:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.4 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png tuesday – Gujjulogy.com https://gujjulogy.com 32 32 મંગળવાર Tuesday ના દિવસે માત્ર આટલું કરશો તો તમારી સાત પેઢીઓ રાજ કરશે https://gujjulogy.com/tuesday-prayer-tips-in-gujarati/ https://gujjulogy.com/tuesday-prayer-tips-in-gujarati/#respond Tue, 03 Nov 2020 07:24:02 +0000 https://gujjulogy.com/?p=638

 

Tuesday – ટેન્શનમાં છો? પરિવારની ખુબ ચિંતા થાય છે? કુટુબંને સુખી જોવા માંગો છો તો આ રહ્યાં તેના નક્કર રસ્તાઓ

 

મંગળવાર Tuesday નું નામ જ મંગળ કરનારુ છે. મંગળવારે આપણે જે કાર્યો કરીએ એ જો સાચા હૃદયથી, શ્રદ્ધાપૂર્વક અને આપણા શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ કરીએ તો આપણને એનો ખૂબ જ ફાયદો મળી શકે છે. આવો જોઈએ એ ઉપાયો કયા છે.

 

વડના પાન પર ઈચ્છાઓ લખો

મંગળવાનો દિવસ હનુમાનજીનો દિવસ છે. આ દિવસે પવનપુત્ર હનુમાનજીને સિંદૂર અને આંકડાની માળા ચડાવો. સરસિયાના તેલનો દિવો પ્રગટાવો. વડના પાનને ગંગાજળથી ધોઈને તેના પર લાલ પેનથી તમારી ઈચ્છાઓ લખીને હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરો. તમારી ઈચ્છાઓ અચૂક ફળશે.

 

ધનસંબંધિત સમસ્યાઓનો ઉકેલ

મંગળવાર હનુમાનજી સાથે સાથે શ્રી ગણેશ ભગવાનનો પણ દિવસ છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરો. ગણેશજીના મંદીરે ધજા ચડાવો. તેમને લાડુ અથવા મોદકનો પ્રસાદ ચડાવો અને સાથે સાથે લાલ વસ્ત્ર અને લાલ ફુલ પણ ચડાવો. પાંચ મંગળવાર આવું કરવાથી તમારી ધન સંબંધિત મોટામાં મોટી સમસ્યાઓનો પણ ઉકેલ મળી જશે.

 

ધારદાર વસ્તુઓ ત્યજો

મંગળવારના દિવસે ચપ્પુ, કાતર, નખ કટર વગેરે જેવી કોઈ પણ ધારદાર વસ્તુઓ ના ખરીદો. આવું કરવાથી તમારા અને તમારા પરિવારના વ્યક્તિઓના જીવન પર એની નકારાત્મક અસર પડે છે. આના બદલે મીઠાઈ, ભગવાનની પૂજા માટેની કોઈ સામગ્રી, ગરીબોને દાનમાં આપવાની કોઈ વસ્તુ વગેરે મંગળવારના દિવસે જ ખરીદો અને એ જ દિવસે દાનમાં આપો. આવું કરવાથી તમારા પરિવારના એક એક વ્યક્તિને સુખ પ્રાપ્ત થશે.

 

સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરો

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્યારે જ આવે છે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય. ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મંગળવારના દિવસે સવારે એક સફેદ દોરો લઈને તેની વચ્ચે એક લીંબુ બાંધી દો તથા તેના બંને છેડે ચાર ચાર લીલાં મરચા બાંધીને તેને ઘરના દરવાજા પર લટકાવી દો. આવું કરવાથી તમામ પ્રકારની સકારાત્મક ઉર્જા ઘર તરફ આકર્ષાશે.

 

પરિવારના ઝઘડાનો કાયમી ઉકેલ

ઘરના કોઈ સભ્યને બુરી નજર લાગી હોય. ઘરમાં ખૂબ જ ઝઘડા થતાં હોય અથવા તો પરિવારમાં અંદરો અંદર ઈર્ષાભાવ હોય તો એને દૂર કરવા માટે એક સુંદર ઉપાય છે. મંગળવારે એક કીલો જેટલો જવનો લોટ લઈને તેમાં કાળા તલનું તેલ નાંખીને લોટ બાંધી દો. યાદ રાખો તેમાં પાણી નાંખવાનું નથી. તેલ વડે બાંધેલા લોટની એક રોટલી બનાવી દો. તેના પર ધારદાર ચપ્પા વડે સાત વખત કાપા મારો અને કાપીને ટૂકડા કરો. એ ટૂકડાને ફરીવાર ભેગા કરીને લોટ બાંધો તેમ બાંધી દો. આ મિશ્રણ એ જ દિવસે ભેંસને ખવરાવી દો. તમારા પરિવારમાં ઝઘડા, ઈર્ષા, દ્વેષ કોઈ વસ્તુઓ સાત પેઢી સુધી નહીં ફરકે.

 

રડતું બાળક શાંત થઈ જશે

જો તમારુ બાળક નાનું હોય અને ખૂબ જ રોતું હોય તો તમારે એક ઉપાય કરવો જાેઈએ. દવાથી પણ બાળક શાંત ના થતું હોય અને સતત રડ્યા કરતું હોય તો મંગળવારના દિવસે વહેલી સવારે સૂર્યોદય વખતે એના ઘોડિયા પર મોરપિચ્છ બાંધી દો અને તેના માથે ફટકડીનો એક નાનકડો ટૂકડો મુકી દો. ધીમે ધીમે બાળક રડતું બંદ થઈ જશે.

બુરા સપના બંધ થઈ જશે

તમને જો ખૂબ જ બુરા સપના આવતા હોય તો મંગળવારના દિવસે ફટકડીનો નાનો ટૂકડો એક કપડાની પોટલીમાં મુકીને તેને ગળામાં બાંધી દો. એ પછી સાંજે એ ટૂકડાને કપડાંમાંથી બહાર કાઢીને સુમસામ જગ્યા પર ફેંકી દો. તમને બુરા સપના આવવાનું સદંતર બંદ થઈ જશે.

 

ટેન્શનનમાંથી અચુક મુક્તિ

જાે તમને કોઈ પણ બાબતનું ટેન્શન રહેતું હોય, મન ઉદ્વિગ્ન રહેતું હોય તો મંગળવારના દિવસે તમારે એક સિદ્ધ કાર્ય અચૂક કરવું જોઈએ. મંગળવાના દિવસે એક માટીનું પાત્ર લો, તેમાં ઘઉં ભરો અને પછી તેના પર પાંચ લાલ ફૂલ મુકી દો. આ પાત્રને ઘરની છત પર પૂર્વ દિશામાં ઢાંકીને મુકી દો અને બીજા મંગળવાર સુધી ત્યાં જ પડ્યુ રહેવા દો. બીજા મંગળગવારે સવારે એ પાત્રમાં મુકેલા બધા જ ઘઉંના દાણા છત પર ફેલાવીને વેરી દો અને ફુલોને ઘરના મંદીરમાં રાખી દો. સાંજે એ દાણા ઉઠાવી લો અને મંદીરમાં મુકેલા ફુલને પણ લઈ લો. પછી એ બધું જ કોઈ વહેતા જળમાં પધરાવી દો. આ કાર્ય શ્રદ્ધા પૂર્વક કરવાથી તમારું કોઈ પણ પ્રકારનું ટેન્શન દૂર થઈ જશે. તમે માનસિક રીતે મુકત થઈ જશો.

 

સાત પેઢીને તારતો અદ્‌ભૂત સિદ્ધ પ્રયોગ

તમે તમારા પરિવારના શુભ ચિંતક છો. તમારે તમારા વર્તમાન પરિવારજનોને જ નહીં પણ આવનારી સાત પેઢીઓને સુખી કરવી છે તો એક ઉપાય મંગળવારે ખાસ કરો. મંગળવારે બાહ્મ મૂહુર્તમાં ઉઠીને ઠંડા જળથી સ્થાન કરો. ત્યારબાદ જાતે જ પીપળાના વૃક્ષ પાસે જઈને એના અગિયાર પાન તોડી લાવો. એ પાનને સ્વચ્છ જળથી ધૂઓ. ત્યારબાદ લાલ વસ્ત્રો પહેરીને તમારા ઘરમાં જે મંદિર હોય તેની પાસે બેસો. સૌ પ્રથમ ભગવાન ગણેશજીનો દીવો પ્રગટાવો, પછી તમારા કુળદેવતા કે કુળદેવીનો દિપક સળગાવો અને પછી હનુમાનજીનો તેલનો દીપક પ્રગટાવો. આમ કર્યા બાદ પીપળાના પાંચ પાન પર ‘ઓમ શ્રી ગણેશાય નમઃ ’ લખો, બીજા ત્રણ પાન પર તમારા કુળદેવી કે કુળદેવતાનું નામ લખો, એક પાન પર ‘ઓમ શ્રી હનુમંતયે નમઃ’ લખો અને દસમાં એક પાન પર ‘જય શ્રી રામ’ લખો. હવે તમારી પાસે જે એક પાંદડુ બાકી રહ્યું તેના પર લખો કે ‘હે ઈશ્વર મારી સાત પેઢીને સુખી અને સમૃદ્ધ બનાવજે.’ આમ અગિયાર પાંદડાઓ પર આ રીતે લખીને તેને મંદીરમાં મુકી દો અને પછી ગણેશજી, હનુમાનજી, તમારા કુળદેવતા-કુળદેવી અને શ્રીરામના નામની એક એક માળા જપો. પછી આ પાંદડાને વહેતી નદીમાં પધરાવી દો. આ પ્રયોગ સતત એકવીસ મંગળવાર સુધી કરો. આ ઉપાયથી તમારી સાત પેઢીઓ રાજ કરશે.

 

મિત્રો, આ કાર્યો કરવાથી તમારા પર ઈશ્વર રાજી થશે અને તમારી સાત પેઢી સુધી કોઈને કોઈ જ તકલીફ નહીં પડે.

***

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/tuesday-prayer-tips-in-gujarati/feed/ 0