Unfinished book – Gujjulogy.com https://gujjulogy.com Tue, 09 Feb 2021 10:44:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Unfinished book – Gujjulogy.com https://gujjulogy.com 32 32 જ્યારે Priyanka Chopra ડાયરેક્ટરે કહ્યું ફિલ્મમાં કામ કરવું છે તો Breast અને Butt Surgery કરાવવી પડશે https://gujjulogy.com/priyanka-chopra-book-unfinshed/ https://gujjulogy.com/priyanka-chopra-book-unfinshed/#respond Tue, 09 Feb 2021 10:44:26 +0000 https://gujjulogy.com/?p=792 પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે કેમ કે તેણે એક બૂક લખી છે અનફિનિશ્ડ (Unfinished) , જેમા તેણે અનેક ખુલાસાઓ કર્યા છે. આ ખુલાસાઓ હેરાન કરનારા છે.

Priyanka chopada Unfinished book

તે આ પુસ્તકમાં લખે છે કે “ જ્યારે હું એક પ્રોડ્યુસર\ડિરેક્ટરને મળી તો થોડી વાતચીત પછી તેણે મને ઉભા થઈને ગોળ ફરવાનું કહ્યું , મે એવું જ કર્યુ. પછી ઘણા સમય સુધી તે મને એકી નજરે જોતો રહ્યો. પછી તેણે કહ્યું કે મારે બ્રેસ્ટ સર્જરી ( Breast Surgery ) કરાવવી જોઇએ અને જબડું અને બટ્ટ ( Butt Surgery ) પણ કરાવી તેનો આ આકાર પણ…..”

પોતાના બોલ્ડ અંદાજ અન રવૈયાના કારણે અનેકવાર વિવાદોમાં રહેતી બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડાએ પોતાના ૨૦ વર્ષના ફિલ્મી કરિયરમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી છે. વર્ષ ૨૦૦૦માં વિશ્વ સુંદરીનો એવોર્ડ મેળવ્યા પછી તેનું કરિયર આગળ જ વધતું ગયુ. અને હવે ૨૦ વર્ષના પોતાના આ કરિયરમાં તેણે જે અનુભવ મેળવ્યો, જે મેળવ્યું છે તેને એક પુસ્તકરૂપે પ્રગટ કરી રહી છે. પુસ્તકનું નામ છે અનફિનિશ્ડ (Unfinished). જે આજે રીલિજ થઈ છે.

ઉલ્લેખનીય છે કે “ધી ઇન્ડિપેન્ડેન્ટ”માં આ પુસ્તકમાંથી પ્રિયંકા ચોપડા સાથે જોડાયેલા કેટલાંક અંશો પ્રકાશિત થયા છે. જ્યા પ્રિયંકાએ લખ્યું છે કે એક ડિરેક્ટરે શરૂઆતમાં તેને પ્લાસ્ટિક સર્જરી કરાવાની સલાહ આપી હતી.

આ રીપોર્ટ અનુસાર પ્રિયંકા પુસ્તકમાં લખે છે કે,

 

 “ જ્યારે હું એક પ્રોડ્યુસર\ડિરેક્ટરને મળી તો થોડી વાતચીત પછી તેણે મને ઉભા થઈને ગોળ ફરવાનું કહ્યું , મે એવું જ કર્યુ. પછી ઘણા સમય સુધી તે મને એકી નજરે જોતો રહ્યો. પછી તેણે કહ્યું કે મારે બ્રેસ્ટ સર્જરી ( Breast Surgery ) કરાવવી જોઇએ અને જબડું અને બટ્ટ ( Butt Surgery ) પણ કરાવી તેનો આ આકાર પણ…..જો તું અભિનેત્રી બનવા માગે છે તો આ તારે કરાવવું જોઇએ, એણે એ પણ કહ્યું કે હું લોસ એન્જલોસમાં એક ડોક્ટરને ઓળખું છુ તેની પાસે હું તમને મોકલી આપીશ.આ ઘટના પછી હું ખુદને કમજોર ગણવા લાગી હતી”

 

આ સંદર્ભે પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) ને ધ એશિયન સ્ટાઈલ મેગેજિને પ્રશ્ન કર્યો તો પ્રિયંકા જણાવે છે કે “મે કોઇ પણ બાબતે કોઇને પણ જવાબ કે સફાઈ આપવા માટે આ પુસ્તક નથી લખી. હું મારા જીવનમાં એવી જગ્યાએ પહોંચી છુ જ્યા મે કેટલીક ઉપલબ્ધિઓ મેળવી છે. આ બધું એટલા માટે શક્ય બન્યું કેમ કે મે આ બધી વાતોને મનમાં રાખી અને તેનાથી પ્રભાવિત ન થઈ.”

પ્રિયંકા (Priyanka Chopra) કહે છે કે “હું મનોરંજન જગતની મહિલા છું. આ જગતમાં ગોડ ફધર હોવો જરૂરી છે માટે અહીં મારે ખૂબ સખત બનવું પડ્યું, આ જગતના લોકોને તમને તમારી ખામીઓ બતાવી તમને નીચા દેખાડવાનું ખૂબ ગમે છે. આમા જ તેમને મજા આવે છે. પણ હું આ બધામાં ન પડી અને મેં માત્ર મારું કામ કર્યુ.”

પ્રિયંકા (Priyanka Chopra) કહે છે કે “હું હવે મોટી થઈ ગઈ છું અને હું આત્મવિશ્વાસી પણ છું. માટે ભુતકાળની વાતો કરવી હવે મારા માટે સરળ છે. આ પુસ્તક કોઇ પણ પ્રકારની સફાઈ આપાવા માટે નથી, આ મારી આંખોથી જોવાયેલા જીવનની કહાની છે.”

]]>
https://gujjulogy.com/priyanka-chopra-book-unfinshed/feed/ 0