University of Cambridge – Gujjulogy.com https://gujjulogy.com Mon, 14 Aug 2023 07:14:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png University of Cambridge – Gujjulogy.com https://gujjulogy.com 32 32 Manas Vishwavidyalay | કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કૉલેજમાં મોરારિ બાપુની રામકથા https://gujjulogy.com/manas-vishwavidyalay/ https://gujjulogy.com/manas-vishwavidyalay/#respond Mon, 14 Aug 2023 07:14:23 +0000 https://gujjulogy.com/?p=1554

 

Manas Vishwavidyalay |  રામાયણ એક યુનિવર્સિટી હતી અને તેના 11 કુલપતિ હતા મોરારિબાપુએ જણાવ્યા આ ૧૧ કુલપતિના નામ..પુજ્ય શ્રી મોરારી બાપુની ઐતિહાસિક રામ કથાનો કિંગ ચાર્લ્સ ત્રીજા ના શુભ સંદેશ સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો

કેમ્બ્રિજ, 12મી ઓગસ્ટ- જાણીતા રામાયણના કથાકાર પૂજ્ય મોરારી બાપુએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કૉલેજના મેદાનમાં 9 દિવસની કથાનો શુભારંભ કર્યો છે, જે પરિસરમાં અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલ હિન્દુ આધ્યાત્મિક કાર્યક્રમનું ઉત્તમ પ્રતીક છે. જેણે વિશ્વ માટે અનેક નોબેલ પુરસ્કાર વિજેતાઓને તૈયાર કર્યાં છે તેવી આ પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રાંગણમાં પુજ્ય બાપુશ્રી દ્વારા તેમની આ 921મી કથા પ્રસંગે ‘માનસ વિશ્વવિદ્યાલય’ નામ આપવામાં આવ્યું છે.

જીસસ કોલેજની વર્ષ 1496માં સ્થાપના થઈ ત્યારબાદના 41મી માસ્ટર અને સૌ પ્રથમ મહિલા તરીકે નેતૃત્વ કરનાર સોનિતા એલેને OBE તથા હાઉસ ઓફ લોર્ડ્સ ખાતેના કન્ઝર્વેટીવ સભ્ય લોર્ડ ડોલર પોપટ તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવા સાથે પુજ્ય બાપુ દ્વારા આ કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

પોતાના અભિવાદન પ્રવચનમાં લોર્ડ પોપટે મહામહિમ કિંગ ચાર્લ્સ તૃતિયના શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું.
કેમ્બ્રિજની જીસસ કોલેજના માસ્ટર સોનિતા એલેને કહ્યું કે “આ વિસ્તારનું વાતાવરણ અસાધારણ છે. અહીં દરેકે દરેક વ્યક્તિ સાથે જોડાવાનો અહેસાસ કરવો તે સૌભાગ્ય અને ગૌરવની વાત છે. શાંતિની આ ક્ષણો ખરેખર ઉદ્દેશપૂર્ણ યોગ્ય ચિંતન માટે એક દુર્લભ છે.”
સમગ્ર સંસારમાં “સત્ય, પ્રેમ અને કરુણા”ના સંદેશ માટે ખૂબ જ જાણીતા અને ગૌરવપૂર્ણ પ્રતિષ્ઠા ધરાવતા પૂજ્ય બાપુશ્રીએ ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામ ચરિત માનસને એક વૈશ્વિક યુનિવર્સિટી તરીકે ગણાવેલ છે.

આ પ્રસંગે પૂજ્ય બાપુશ્રીએ જણાવ્યું હતું કે રામાયણ એક યુનિવર્સિટી હતી, જે સાત પર્વ વિવિધ ભાગોના સ્વરૂપમાં કાર્ય કરતા હતા, તેમનું નેતૃત્વ કુલપતિઓ દ્વારા કરવામાં આવતુ હતું,જેઓ અતુલનીય હતા. તેમણે આ પવિત્ર ગ્રંથમાંથી ઋષિ વિશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્ર, મહર્ષિ ગૌતમ, ઋષિ વાલ્મિકી, ઋષિ અગસ્ત્ય, ઋષિ યાજ્ઞવલિકા, કાક ભુસુંદી, કૈલાશ પર્વત, પ્રયાગરાજ, નીલગિરિ પર્વત તથા ગોસ્વામી તુલસીદાસ જેવા 11 કુલપતિ તથા યુનિવર્સિટીના નામ રજૂ કર્યાં હતા.

પુજ્ય મોરારી બાપુશ્રીએ એ વાત પર વિશેષ ભાર આપ્યો હતો કે એક પ્રબુદ્ધ વ્યક્તિ સાથે વિતાવેલ એક કલાકનો સમય પણ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની તુલનામાં વધુ સારું શિક્ષણ આપે છે. “હું એ યુનિવર્સિટી કે વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી છું કે જેના કુલપતિ શ્રી તુલસીદાસ ગોસ્વામી હતા, તેઓ “આધિ ઘડી, આધિ મે ભી આધા, તુલસી સંગત સાધ કી, કાટે કોટિ અપરાધ” (અનેક પાપોને દૂર કરવા અડધી ક્ષણ, કે અડધાથી પણ ઓછી ક્ષણની જરૂર હોય છે).” પૂજ્ય બાપુએ એ વાત પર ભાર આપ્યો હતો કે યુનિવર્સિટીઓ પાપોને દૂર કરવા માટે હોવી જોઈએ નહીં કે ગુના કે અપરાધનું કેન્દ્ર બનવા માટે.

પૂજ્ય બાપુએ વધુમાં કહ્યું કે, “હંમેશા શુભ ક્ષણ એ હોય છે કે જ્યારે આપણે કોઈ સંતને મળી છીએ અને રામાયણ જેવી મહાન રચનાનું અધ્યયન કરી છીએ. તેમા કોઈ લાંબા અભ્યાસક્રમની ઓફર કરતી નથી અને તેમા અનેક વિષયો નથી. બસ તમારો તેમા અટલ વિશ્વાસ હોય તે જરૂરી છે!”

એક યુનિવર્સિટીમાં પોતાના વ્યાખ્યાનથી પ્રેરણા લેતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે ભારતમાં દરેકે દરેક સંત એક યુનિવર્સિટી છે, પૂજ્ય બાપુ શ્રીએ રામ ચરિત માનસનું એક મોબાઈલ યુનિવર્સિટી તરીકે વર્ણન કર્યું અને તેમની કથાથી એડમિશન ટેસ્ટ એટલે કે પ્રવેશ પરીક્ષા વગર પ્રવેશ મેળવી શકાય છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશે થોડી વાત! University of Cambridge

કેમ્બ્રિજ યુનિવર્સિટી યુકે તથા વિશ્વની સૌથી જૂની તથા સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પૈકીની એક છે. તેના ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ત્રણ ભારતીય વડાપ્રધાનનો સમાવેશ થાય છે-જવાહરલાલ નેહરું, રાજીવ ગાંધી તતા મનમોહન સિંહ. આ ઉપરાંત શ્રી અરવિંદો, અમર્ત્ય સેન, સીઆર રાવ, સુભાષ ચંદ્ર બોઝ, સરોજિની નાયડુ જેવા વિચારકોએ પણ આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આ શહેરે વિશ્વના અન્ય કોઈ શહેરોની તુલનામાં સૌથી વધારે નોબેલ પુરસ્કાર વિજેતા ધરાવે છે.

બ્રિટનમાં મોરારિ બાપુ | Morari Bapu

બ્રિટનમાં પુજ્ય બાપુની સૌ પહેલી કથા વર્ષ 1979માં યોજાઈ હતી; વર્ષ 2017માં વેમ્બલી એરિનામાં છેલ્લે કથાનું આયોજન થયું હતું, જેમાં દરરોજ આશરે 10,000 લોકો કથા સાંભળવાનો લાભ લેતા હતા. હવે જ્યારે છ વર્ષ બાદ પૂજ્ય બાપુ બ્રિટન પરત ફર્યાં છે ત્યારે પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શ્રી રામ ચરિત માનસ કથાનું આયોજન થયું છે.

]]>
https://gujjulogy.com/manas-vishwavidyalay/feed/ 0