૨૦૦ કરોડ વેક્સિન । બે અરબ વેક્સિનના ડોઝ….લગભગ ૨૧૬ કરોડ વેક્સિનના ડોઝ આગામી પાંચ મહિનામાં ભારતમાં દેશના લોકો માટે તૈયાર કરવામાં આવશે. નીતિ આયોગના સભ્ય વીકે પોલના જણાવ્યા મુજબ વેક્સિન દેશમાં બધા માટે ખૂબ ઝડપથી ઉપલબ્ધ હશે.
કોરોનાકાળ દરમિયાન આ વર્ષે ઓગષ્ટથી ડિસેમ્બર માસ દરમિયાન ૨૦૦ કરોડ કરતા વધારે વેક્સિન બની ગઈ હશે. અને બધા વેક્સિન મળી રહે તેવી સંભાવના છે. સરકારના એક મુખ્ય સલાહકારે આ માહિતી આપી છે. વેક્સિનના આ ઉત્પાદનથી હાલ ભારતમાં વેક્સિનેશનના કામમાં જે અવરોધ સર્જાયો છે તે દૂર થશે. સરકારના આ મુખ્ય સલાહકાર વીકે પોલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ વેક્સિનમાં ૭૫ કરોડ કોવિશીલ્ડ હશે જેનું ઉત્પાદન ભારતમાં જ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત કોવેક્સિનની ૫૫ કરોડ ડોઝ પણ આમાં સામેલ છે. કોવેક્સિનનું ઉત્પાદન ભારત બાયોટેક દ્વારા આઈસીએમઆરના સહયોગથી કરવામાં આવશે.
આ ૨૧૬ કરોડ જેટલી વેક્સિન આગામી પાંચ મહિનામાં દેશના લોકો માટે બનાવવામાં આવશે. વીકે પોલે એ પણ જણાવ્યું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં આ આંકડો ૩૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. તેમણે આગળ જણાવ્યું કે મને એ વાતનો આનંદ છે કે રશિયાની વેક્સિન સ્પૂતનિક – વી પણ આગામી અઠવાડિયાથી ભારતમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. અમે આશા રાખી રહ્યા છીએ કે રશિયાથી જે વેક્સિન મળી છે તેનું વિતરણ આગામી અઠવાડિયાથી થશે. તેમણે જણાવ્યું કે રશિયાથી સમયઅંતરે વેક્સિન આવતી રહેશે અને તેનું દેશમાં ઉત્પાદન આગામી જુલાઈથી થશે.
ઉલ્લેખનીય છે કે વેક્સિન ઉત્પાદનનું હબ હોવા છતાં ભારતમાં અત્યાર સુધીમાં ખૂબ ઓછા નાગરિકોને વેક્સિન અપાઈ છે. આ માટે કેન્દ્ર સરકારે વિપક્ષની આલોચના પણ સહન કરવી પડી રહી છે. જો કે અત્યાર સુધીમાં ભારતમાં ૧૭ કરોડ કરતા વધારે વેક્સિનના ડોઝ અપાઈ ગયા છે. સરકાર આ ગતિને વધારવા કોશિશ કરી રહી છે.
]]>આગામી 16 જાન્યુઆરીથી વિશ્વના સૌથી મોટા રસીકરણ vaccination અભિયાનના આરંભ થાય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Narendra Modi ની અધ્યક્ષતામાં 11 જાન્યુઆરી 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી પ્રશાસકો સાથે કોવિડ-19 રસીકરણની સ્થિતિ અને પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી હતી. જેમા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવેલા આ 3 કરોડ લોકોની રસીનો કોઇપણ પ્રકારનો ખર્ચ રાજ્યોએ નહીં ભોગવવો પડે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખર્ચ કેન્દ્ર દ્વારા ઉપાડવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી 16 જાન્યુઆરીથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનના આરંભ સાથે દેશ આ વાયરસ સામેની જંગમાં હવે નિર્ણાયક તબક્કે આવી ગયો છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે, ભારતમાં બંને રસીને ઇમરજન્સીમાં ઉપયોગની અધિકૃતતા આપવામાં આવી છે તે ગૌરવની વાત છે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, બંને માન્યતા પ્રાપ્ત રસી સમગ્ર દુનિયામાં અન્ય રસીઓની સરખામણીએ ઘણી સસ્તી છે અને તેમણે ઉમેર્યું હતું કે, જો કોઇ વિદેશી રસી પર નિર્ભર રહેવાનું થયું હોત તો ભારતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો સાથે વિચારવિમર્શ કર્યા પછી નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સમુદાયે આપેલી સલાહના આધારે રસીકરણની પ્રાથમિકતા નિર્ધારિત કરવામાં આવી છે. બંને સરકારો અને ખાનગી ક્ષેત્રોના આરોગ્ય કર્મચારીઓને સૌથી પહેલાં રસી પ્રાપ્ત થશે. તેમની સાથે સાથે, સફાઇ કર્મચારીઓ, અગ્ર હરોળમાં સેવા આપતા અન્ય કામદારો, પોલીસ અને અર્ધ લશ્કરી દળના જવાનો, હોમગાર્ડ્સ, આપદા વ્યવસ્થાપન સ્વયંસેવકો અને નાગરિક સંરક્ષણમાં જોડાયેલા અન્ય જવાનો, કન્ટેઇન્મેન્ટ અને દેખરેખ સાથે સંકળાયેલા મહેસૂલ અધિકારીઓને પણ પ્રથમ તબક્કામાં રસી પ્રાપ્ત થશે. પ્રથમ રાઉન્ડમાં આવા 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, પ્રથમ તબક્કામાં રસીકરણ માટે આવરી લેવામાં આવેલા આ 3 કરોડ લોકોની રસીનો કોઇપણ પ્રકારનો ખર્ચ રાજ્યોએ નહીં ભોગવવો પડે. તેમણે ઉમેર્યું હતું કે, આ ખર્ચ કેન્દ્ર દ્વારા ઉપાડવામાં આવશે.
બીજા તબક્કામાં, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, સહ-બિમારી ધરાવતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો અથવા જેમને સંક્રમણનું અતિ જોખમ હોય તેવા લોકોને રસી આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેરફેર માટેની તમામ તૈયારીઓ દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરી લેવામાં આવી છે તેમ કહેતા પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં રસીકરણની ડ્રાય રન પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણી નવી તૈયારીઓ અને કોવિડ માટેની SOPને દેશમાં સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમો અને ચૂંટણી યોજવાના જૂના અનુભવો સાથે સાંકળી લેવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે, ચૂંટણીમાં જે પ્રકારે બૂથ સ્તરની વ્યૂહનીતિ અપનાવવામાં આવે છે જેવી જ વ્યૂહનીતિનો અહીં પણ ઉપયોગ કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ રસીકરણ કવાયતનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ જેમને રસીકરણની જરૂર હોય તેવા લોકોની ઓળખ અને દેખરેખનું છે. આ માટે, Co-WIN ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આધારની મદદથી લાભાર્થીઓને ઓળખી કાઢવામાં આવશે તેમજ સમયસર બીજો ડોઝ પણ સુનિશ્ચિત થઇ શકશે. પ્રધાનમંત્રીએ Co-WIN પર રસીકરણના વાસ્તવિક સમયના ડેટા અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાના મહત્વનો પણ વિશેષરૂપે ઉલ્લેખ કર્યો હતો.
કોઇપણ વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત થયા પછી, Co-WIN તાત્કાલિક ડિજિટલ રસીકરણ પ્રમાણપત્ર ઇશ્યુ કરશે. આ પ્રમાણપત્ર બીજા ડોઝ માટે વ્યક્તિને રિમાઇન્ડર આપવાનું કામ કરશે અને બીજા ડોઝ પછી તેમને ફાઇનલ પ્રમાણપત્ર આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં રસીકરણ કવાયતનું મહત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે અન્ય ઘણા દેશો આપણને અનુસરીને આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 રસીકરણ છેલ્લા 3-4 અઠવાડિયાથી અંદાજે 50 દેશોમાં ચાલી રહ્યું છે અને હજુ સુધીમાં માત્ર 2.5 કરોડ લોકોને રસી આપી શકાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનું લક્ષ્ય આગામી થોડા મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાનું છે.
.
]]>