Wednesday – Gujjulogy.com https://gujjulogy.com Wed, 04 Nov 2020 06:39:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png Wednesday – Gujjulogy.com https://gujjulogy.com 32 32 બુધવારના દિવસે આ કાર્યો કરશો તો ખુલી જશે તમારા નસીબના તાળા   https://gujjulogy.com/wednesday-prayer-ideas/ https://gujjulogy.com/wednesday-prayer-ideas/#respond Tue, 03 Nov 2020 16:22:55 +0000 https://gujjulogy.com/?p=645 નસીબ સાથ નથી આપતુ? જીવનમાં અશાંતી છે? અનેક પ્રકારના દુઃખોથી ઘેરાયેલા છો? તો આ અચૂક વાંચો

આપણે ત્યાં એક સુંદર ઉક્તિ છે કે, ‘બુધ કરે શુદ્ધ’. આપણા વડવાઓનું આ અનુભવ કથન છે. બુધવારના દિવસે કરેલાં કાર્યો શુદ્ધ હોય છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ બુધવારના દિવસે કરવાના કાર્યોથી થનારા લાભાલાભનો ઉલ્લેખ જોવા મળે છે. આજે આપણે અહીં એવી કેટલીક બાબતો જાણીએ જેના દ્વારા આપણને સફળતા મળે. બુધવારના દિવસે કયા કાર્યો કરવાથી તમારી કિસ્મતના તાળા ખુલી જશે એ અહીં રજુ કરવામાં આવ્યુ છે.

ગણેશજીને લાડૂ અને ધતૂરો ચડાવો.

બુધવારે ગણેશજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. કારણ કે ગણેશજી ખુદ રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે.  ગણેશજી તમારા રોગ, દોષ તથા દરિદ્રતા જેવા વિઘ્નોને દૂર કરે છે. આ દિવસે વહેલા ઉઠી પ્રાતઃ કાળે ગણેશજીના મંદિરે જાવ અને ગણેશજીના શ્રી ચરણોમાં લાડુ તથા ધતૂરો ચડાવો. મંદીરે બેસીને જ અથર્વશિર્ષના પાઠ કરો. તમારી શક્તિ હોય ત્યાં સુધી આ રીતે બુધવારના દિવસે ભગવાન ગણેશના આશિર્વાદ લો. આ પ્રયોગ તમારા પર સદાય ગણેશજીના આશિર્વાદ વરસાવ્યા કરશે અને વિઘ્નો દૂર કરશે.

ગણેશજીની પૂજા અને ગણેશ રૂદ્રાક્ષ

તમે ખૂબ જ મહેનત કરતાં હો પણ તમને એનું યોગ્ય ફળ ના મળતું હોય તો જરાય મુંઝાશો નહીં. ગણેશજીની પૂજા અને ગણેશ રૂદ્રાક્ષ તમને તમારી મહેનતનું વિશેષ ફળ આપશે. એના માટે તમારે બુધવારના દિવસે ગણેશ રુદ્રાક્ષની પૂજા કરીને તેને ધારણ કરવાનું છે. આમ કરવાથી તાત્કાલિક તમારી મહેનતનું બે ગણુ ફળ તમને મળવા માંડશે.

માતા દુર્ગાની વિશેષ પૂજા

બુધવાર એટલે માતા દુર્ગાનો પણ વાર. આ દિવસે લીલા રંગના વસ્ત્રો ધારણ કરીને માતા દુર્ગાના મંદિરે જાવ અને માતાજીને લીલાં રંગની કાચની બંગડીઓ ચડાવો. ત્યાં બેસીને માતા દુર્ગાનું સ્મરણ કરો. આવુ માત્ર પાંચ જ બુધવાર કરશો તો તમને માતાના દુર્ગાના આશિર્વાદ પ્રાપ્ત થશે. માતા દુર્ગા આસુરી શક્તિઓનો નાશ કરનાર છે. બુધવારના દિવસે માતા દુર્ગાની આ રીતે પૂજા કરવાથી તમારા નસીબમાં રહેલી તમામ પ્રકારની આસુરી શક્તિઓનો નાશ થાય છે. પાંચ બુધવારથી વધારે પણ તમારી ઈચ્છાશક્તિ હોય તો તમે આ પ્રયોગ કરી શકો છો.

બુધવારે ગણેશજી મંદીરમાં પાન – સોપારીનો ભોગ લગાવો

બુધવારના દીવસે ગરીબ લોકોને ગોળનું દાન કરો અથવા તો ગોળમાંથી બનતી કોઈ પણ ચીજ ખવરાવો. આ દાનથી તમારી ગરીબી દૂર થઈ જશે. જો તમને આવક થતી હોય પણ તમારી પાસે પૈસા જ ના ટકતા હોય તો તમે બુધવારે ગણેશજી મંદીરમાં પાન – સોપારીનો ભોગ લગાવો. આ ભોગ તમારે સતત સાત બુધવાર લગાવવાનો છે. આ બંને પ્રયોગથી તમારા નસીબમાંથી ગરીબી અને પૈસાની તંગી નાબૂદ થઈ જશે.

અરધો કીલો મગ અને ખાંડ

બુધવારના દિવસે અરધો કીલો મગ લઈને તેને બાફી નાંખો. પછી એમાં ખાંડ નાંખીને તેની રબડી બનાવી દો. આ મિશ્રણ બુધવારે ગાય માતાને ખવરાવો. આવો પ્રયોગ અગિયાર કે એકવીસ બુધવાર સુધી નિયમિત કરો. યાદ રહે તમારે એક પણ બુધવાર પડવો ના જોઈએ. અગિયાર જ થઈ શકે તેમ હોય તો એમ રાખો પણ એકધારો આ પ્રયોગ કરવો. આ પ્રયોગથી તમારા માથે કોઈ દેવુ હશે તો એ ઉતરી જશે.

કિન્નરોને દાન અને પૈસારૂપી આશીર્વાદ.

બુધવારે કરવા જેવો એક અચૂક પ્રયોગ એટલે કિન્નરો પાસેથી સામુ દાન લેવાનો. આ પ્રયોગ ખૂબ અઘરો છે પણ ખૂબ જ અસરકારક પણ છે. આપણે ત્યાં કિન્નરોને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે કિન્નરોના આશીર્વાદ ફળે છે. બુધવારના દિવસે તમે કિન્નરોને તમારી યથાશક્તિ દાન કરો અને તેમને વિનંતી કરો કે એ દાન આપેલા પૈસામાંથી જ થોડી રમત તમને આશિર્વાદ સ્વરૂપે પાછી આપે. ભલે તમારા હજાર રૂપિયાના દાનમાંથી એક જ રૂપિયો આશિર્વાદ તરીકે આપે. પણ એ એક રૂપિયો તેમના હાથે લઈને તેમના ચરણ સ્પર્શ કરો. કિન્નર પાસેથી આશિર્વાદ રૂપે મેળવેલ આ પૈસાને લીલા કપડામાં બાંધીને તમારા ઘરે મંદીરમાં મુકો. ધૂપ-દીપ કરો અને તમારા કુળદેવી તથા બહુચરમાતાનું સ્મરણ કરો. આ પ્રયોગ કરવાથી તમારા વિવિધ પ્રકારના દુઃખોનો નાશ થશે અને ધનમાં બરકત આવશે.

વાદ-વિવાદ અને લડાઈ-ઝઘડાથી દૂર રહો.

વાદ – વિવાદ અને લડાઈ-ઝઘડા જીવનને બરબાદ કરે છે. કદી પણ એ ના કરવા જોઈએ. પણ બુધવારે કરેલા વાદ-વિવાદ અને ઝઘડા તો અત્યંત બુરુ ફળ આપે છે, કારણ કે બુધવાર શાંતિનો દિવસ છે. માટે ભુલથી પણ આ દિવસે કોઈ સાથે વાદ-વિવાદ, ઝઘડો, હુંસાતુસી ના કરો. બુધવારે મનને એકદમ શાંત રાખો. બને તો મૌન જ રહો. કોઈ ભુલ કરે તો પણ તેને વઢો નહીં. બુધવારના દિવસે રાખેલી શાંતિ તમને આખી જિંદગી શાંતિ આપશે. જીવનમાં શાતા લાવશે.

નસીબનુ તાળુ ખોલવાની ચાવી

બુધવારે કરવા માટેનો એક તાંત્રિક ઉપાય પણ છે. આ ઉપાય તાંત્રિક છે પણ મેલી વિદ્યા ના કહી શકાય. આ ઉપાય એટલો સિદ્ધ છે કે તમારા નસીબના તાળા ખુલી જશે. બુધવારના દિવસે તમારે આ વિશેષ પ્રયોગ કરવાનો છે. આગલા દિવસે બજારમાંથી સાત કોડી ( જેના વડે જુના જમાનામાં લોકો રમત રમતા હતા તે) અને અરધો મીટર લીલા રંગનું કપડું ખરીદી લો. બંને વસ્તુ પૂજન સામગ્રી વેચનાર પાસેથી અચૂક મળી જશે. ઉપરાંત કરિયાણાની દુકાનેથી સો ગ્રામ જેટલાં લીલા મગ ખરીદી લો. બુધવારના દિવસે સવારે બ્રાહ્મ મૂહુર્તમાં ઉઠી, સ્નાન કરી સ્વચ્છ સફેદ વસ્ત્રો ધારણ કરી તમારા ઘરમાં પૂર્વ દિશા તરફ મુખ રાખી બેસો. લીલા કપડાંમાં પચાસ ગ્રામ કે એક મુઠ્ઠી લીલા કાચા મગના દાણા નાંખો. એ પછી એમાં સાત કોડી પણ નાંખો અને એ કપડાને કસીને ગાંઠ બાંધી દો. એ પછી સવારે જ કોઈ પણ નજીકના મંદીરે પગપાળા જઈને એ પોટલી મંદીરની સીડીઓ પર મુકીને પાછા આવી જાવ. આવીને ફરી સ્નાન કરી લો. યાદ રહે મંદીરની સીડીઓ પર આ વસ્તુઓ મુકતા તમને કોઈ જોઈ ના જાય તથા નીકળો અને પરત આવો ત્યાં સુધી તમારે કોઈ સાથે વાત નથી કરવાની. આ કાર્ય તમારા નસીબનું તાળુ ખોલવાની ચાવી બની રહેશે.

મિત્રો, અહીં આપેલા પૂજા અને વિધિના પ્રયોગોથી તમારા નસીબમાં જોઈ પણ અડચણ હશે તો એ દુર થશે અને તમે એક સારી અને સુખી લાઈફ જીવી શકશો.

 

***

 

ગુજ્જુલોજી Gujjulogy તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

]]>
https://gujjulogy.com/wednesday-prayer-ideas/feed/ 0