WhatsApp – Gujjulogy.com https://gujjulogy.com Sat, 24 Oct 2020 08:48:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 https://gujjulogy.com/wp-content/uploads/2020/10/cropped-Untitled-1-copy-32x32.png WhatsApp – Gujjulogy.com https://gujjulogy.com 32 32 WhatsApp માં હવે તમે કોઇના પણ નંબરને લાઈફટાઇમ માટે મ્યૂટ કરી શકો છો! https://gujjulogy.com/whatsapp-new-feature-always-mute/ https://gujjulogy.com/whatsapp-new-feature-always-mute/#respond Sat, 24 Oct 2020 08:48:02 +0000 https://gujjulogy.com/?p=417 WhatsApp માં કોઇને મ્યૂટ કરવા હોય તો હવે તમે ‘Always Mute’ ના ફીચરથી હંમેશાં માટે મ્યૂટ કરી શકો છો. પહેલા ૮ કલાક માટે, ૧ અઠવાડિયા માટે કે ૧ વર્ષ માટે મ્યૂટનો વિકલ્પ હતો પણ હવે WhatsApp એ Always Mute નું ફિચર ઉમેર્યું છે જેનાથી તમે કોઇ પણ WhatsApp યુઝર્સનો નંબર આજીવન મ્યૂટ કરી શકો છો.

 

પહેલા તમારે કોઇ યુઝર્સને આજીવન મ્યૂટ કરવો હોય તો શક્ય ન હતું કેમ કે WhatsApp એ આ ઓપ્શન જ નહોતું આપ્યુ, તમે જોઇને મ્યૂટ કરો ત્યારે WhatsApp પૂછતું કે કેટલા સમય માટે તમારે આ યુઝર્સને મ્યૂટ કરવો છે, ૮ કલાક માટે, ૧ અઠવાડિયા માટે કે ૧ વર્ષ માટે. પણ હવે WhatsApp એ Always Mute નું ફિચર ઉમેર્યું છે જેનાથી તમે કોઇ પણ WhatsApp યુઝર્સનો નંબર આજીવન મ્યૂટ કરી શકો છો.

Always Mute. WhatsApp એ આ ફિચર ઉમેરી દીધું છે. આ ફીચરનું Whatsapp દ્વારા છેલ્લા ઘણા સમયથી ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. અને અવે તે Whatsapp ના તમામ યુઝર્સ માટે જાહેર કરી દેવાયું છે. આની જાણકારી ખુદ વોટ્સએપે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા લોકોને આપી છે.

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા Android માટે WhatsApp 2.20.201.10 બીટામાં આ ફિચર એડ કરવામાં આવ્યું હતું. આ ફિચરના માધ્યમથી તમે કોઇ પણ ચેટા તથા ગૃપ ચેટને હંમેશાં માટે મ્યૂટ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આ Always Mute ના ફીચરને એક વર્ષના વિકલ્પની જગ્યાએ ઉમેરવામાં આવ્યું છે. પહેલા તમે કોઇ પણ વોટ્સએપ ચેટને વધારેમાં વધારે એક વર્ષ માટૅ મ્યૂટ કરી શકતા હતા. એક વર્ષ પૂર્ણ થાય એટલે ફરી આ મ્યૂટ કરવાની પ્રોસેસ કરવી પડતી પણ હવે તમે ૮ કલાક માટે, એક અઠવાડિયા માટે કે આજીવન માટે પણ કોઇના નંબરને પોતાના મોબાઇલમાં મ્યૂટ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે આ ફીચર હાલ whatsapp ના લેટેસ્ટ બીટા વર્જનમાં જોવા મળી રહ્યું છે. આ ફીચરની સાથે સાથે એવી માહિતી પણ છે કે whatsapp આગામી ટૂંક સમયમાં વેબ વર્જનમાં વોઇસ અને વીડિઓ કોલ સપોર્ટનું ફિચર લઈને આવી રહ્યું છે.

]]>
https://gujjulogy.com/whatsapp-new-feature-always-mute/feed/ 0