Tandav Controversy: તાંડવની ટીમનો જેલવાસથી બચવા તાંડવ, સુપ્રિમ કોર્ટમાંથી રાહત નહી

Tandav Controversy: વેબ સીરીઝ તાંડવ (Tandav) ના નિર્માતા, લેખક, અભિનેતાને આજે સુપ્રિમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. તાંડવની ટીમ સામે દેશના અનેક રાજ્યોમા કેસ નોંધાયા છે. આ કેસ સામે રક્ષણ આપવાની સુપ્રિમ કોર્ટે ના પાડી દીધી છે અને જણાવ્યું છે કે રાહત મેળવવી હોય તો હાઈકોર્ટમાં જાવ.

વેબ સીરીઝ તાંડાવ (Tandav web series) વિવાદોમાં ફસાઈ ગઈ છે, વિષેશ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો તેની ટીમ પર આરોપ છે.

Tandav ની ટીમ સામે અનેક રજ્યોમાં નોંધાયા કેસ

તમને જણાવી દઈએ કે નિર્દેશક અલી અબ્બાસ દ્વારા નિર્દેશિત વેબ સીરીઝ તાંડવને લઈને દેશના અનેક રાજ્યોમાં પોલીસ કેસ નોંધાયા છે. જેના કારણ તેનાથી રાહત મેળવા તાંડવની આખી ટીમે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પણ અહીં તેમને રાહત મળી નથી અને હાઇકોર્ટમાં જવાનો ઓર્ડર મળ્યો છે. તાંડવની ટીમે સુપ્રિમ કોર્ટને તેમના વિરુધ્ધ થયેલી એફઆઈઆર FIR રદ કરવાનો આગ્રહ કર્યો હતો. અમેઝોન પ્રાઇમ ઇન્ડિયાના પ્રમુખ અપર્ણા પુરોહિત, નિર્માતા હિમાંશુ કૃષ્ણ મેહરા, લેખક ગૌરવ સોલંકી અને એક્ટર જીશાન આયુબે સુપ્રિમ કોર્ટમાં આરજી કરી હતી.

Tandav Controversy : શું છે આખી બાબત ?

તાંડવની ટીમ સામે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને મહારાષ્ટ્રમાં એફઆઈઆર ( FIR ) નોંધાઈ હતી તેની વિરુધ આ ટીમ સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. આ FIR રદ્દ કરવા તાંડવની ટીમ સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. તમને જણાવી દઈએ કે ઓટીટી (OTT) પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ પર ગઈ ૧૬ જાન્યુઆરીએ આ તાંડવ નામની વેબ સીરીઝ રીલીજ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ સીરીઝ વિવાદોથી ઘેરાયેલી રહી છે. નિર્માતા પર આરોપ છે કે આ સીરીજના માધ્યમથી સમુદાય વિષેશની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *