ભારતના એ શાનદાર બીચ ( Beach ) જ્યાં જતા જ તમે બોલી ઊઠશો : ઓએમજી

બીચ (  Beaches ) ની કે દરિયા કિનારાની વાત આવે એટલે આપણને વિદેશ જ યાદ આવે. આપણે એવું માનીએ છીએ ક વિદેશના બીજ જ જોવા જેવા હોય છે પણ અહી ભારતના એવા બીજની વાત કરવી છે જેની તમે એકવાર મુલાકાત લેશો તો નક્કી આશ્ચર્યચકિત થઈ જશો…

 

પ્રતિકાત્મક તસવીર

જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભૂરુ… ભુરું પાણી, હિલ્લોળા મારતા પાણી પાછળ ઉગતો અને આથમતો સૂર્ય, અને એ સૂર્યની લાલાશ પડતા કિરણોને કારણે સિંદુરી બનતો સમુદ્ર આ દૃશ્યની કલ્પના માત્રથી જ દૃશ્ય વિશે સાંભળીને જ સૌ કોઈના પણ મનમાં આવા સમુદ્ર કિનારે ફરવા જવાનું મન થઈ જાય. પરંતુ આવું અદ્ભુત કુદરતી વાતાવરણ ભારતમાં ક્યાં હોવાનું ? પરંતુ જો કોઈ તમને કહેતો આ બધુ જ તમને ભારતમાં જ મળી શકે છે તો ? જીહાં ચાલો અહીં ભારતનાં આવા જ કેટલાક કુદરતી સૌંદર્યની સાક્ષાત અનુભૂતિ કરાવતા કેટલાક સમુદ્રી કિનારા (બીચ)ની વાત કરીએ.

અંડમાન નિકોબારનો ‘રાધાનગર’ બીચ

ભારતના ટાપુઓના પ્રદેશ તરીકે જાણીતા અંડમાન-નિકોબારમાં ‘હેવલોક’ નામનો એક ટાપુ આવેલો છે. આ ટાપુથી માત્ર ૧૨ કિલોમીટરના અંતરે રાધાનગર બીચ આવેલો છે. અહીંનું કુદરતી સૌંદર્ય અને ચોખ્ખો ચણાક સમુદ્ર તેને વિશ્ર્વના સૌથી સુંદર સમુદ્ર કિનારાઓમાં એક નબાવે છે. એક તરફ લીલા-ઘાઢ-મીઢ જંગલો તો બીજી તરફ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી હિલોળા મારતું લીલા રંગનું પાણી, અહીં આવનાર પર અમીટ છાપ છોડે છે. જો કે અહીં જવા માગતા ખાવા-પીવાની સામગ્રી પોતાની સાથે જ લઈ જવી પડે છે. કારણ કે અહીં કોઈ હોટલ કે સ્ટોલને પરવાનગી નથી.

ગોવાનો અંગોડા બીચ

ભારતના બીચ પસંદ લોકો માટે ગોવા એ સૌથી પસંદગીનું સ્થાન છે. અહીં તમને અનેક એવા સમુદ્રી કિનારા બીચ મળી જશે. જ્યાં તમે મિત્રો-પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકો છો. આવા જ સમુદ્ર કિનારામાંનો એક ‘અંગોડાબીચ’ છે. અહીંના અંગોડા નામના ગામમાં આ બીચ આવેલો છે. કિનારા પરની ચમકતી રેતી અને એ રેતીને ભીંજવી જતી રહેતી સમુદ્રની લહેરો અને અહીંના કોટેજ કોઈપણ ને દિવસ-રાત અહીં રોકાવા માટે મજબૂર કરી દેવા પુરતા છે. એમાં પણ રજાઓના સમયગાળામાં તો અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. ફાસ્ટ મ્યૂઝિકના શોખીનો માટે આ બીચ ઉત્તમ છે.

કેરલનો કર્કલા બીચ

કેરલના તિરુવનંતપુરમથી બાવન કિલોમીટર અને કોલ્લમથી ૩૮ કિલોમીટર દૂર કર્કલા નામનું એક સ્થળ છે. જે તેના દરિયા કિનારાને કારણે ભારતીય પ્રવાસીકોના ગુડલીસ્ટમાં છે. ઊંચી ઊંચી ચટ્ટાનો અને ચટ્ટાનોમાં ટકરાતા સમુદ્રી મોજાઓનો અવાજ મુલાકાત લેનારના કાનમાં દિવસો સુધી પડઘાયા કરે છે. અહીં જાઓ તો અહીં ૨૦૦૦ વર્ષ પુરાણા ભગવાન વિષ્ણુના પ્રાચીન મંદિર અને શિવગીરી આશ્રમનાં મઠની મુલાકાત જરૂરથી લેજો. આ મુલાકાત તમને આધ્યાત્મિકતાનો અનેરો અનુભવ કરાવશે.

ગોવાનો કેવલોસીમ બીચ

ગોવાના પાટનગર પણજીથી ૪૭ કિલોમીટર દૂર આવેલો આ એક શાંન્દાર સમુદ્ર કિનારો છે. જે કેવલોસિમ બીચ તરીકે પ્રસિદ્ધ છે. આ બીચની ચારેય તરફ કાળા રંગની ચટ્ટાનો અને સફેદ ચમકતી રેતી દૂર દૂર સુધી પથારાયેલી છે. ભારતના કેટલાક એક દમ શાંત અને સ્વચ્છમાં કેવલોસીમનો નંબર આવે છે. માટે જ અહીં ન માત્ર દેશી, વિદેશી પ્રવાસીઓ પણ ખેંચાઈ આવે છે. અહીં તમને સનબાથિગ લેવાની પણ મજા આવશે. આ ઉપરાંત અહીંની રેતી વિવિધ રમતો અને કલાકૃતિઓ બનાવવા માટે પણ સાનુકૂળ છે. ‘ડોલ્ફિન’, ‘સ્પોટિંગ’, ‘વિડસર્ફિંગ’, ‘પૈરાસેલિંગ’, ‘જેટ સ્કીઇગ’, ‘સ્પીડ બોટીંગ’, ‘બોટ રાઇડ્સ’ના રશિયો અહીં આવી બિલકુલ નિરાશ નહીં થાય.

ગોવાનો બેનોલીમ બીચ

ભારતના સૌથી સુંદર બીચ (સમુદ્ર કિનારા)ની વાત આવે ત્યારે ગોવાના બેનોલીમ બીચને જરૂરથી યાદ કરવો પડે. દક્ષિણી ગોવા કોલ્વા બીચથી ખૂબ જ નજીક એટલે કે માંડ બે કિ.મી.ના અંતરે આ બીચ આવેલો છે. અહીં અનેક મંદિરો, ચર્ચ અને પોર્ટૂગિઝ શૈલીમાં બનેલા ઘરો પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે. અહીં આરામદાયક ખુરશીઓ પર બેસી સૂર્યાસ્તનો નજારો જોવાની પણ એક મોજ છે. આ ઉપરાંત તમે અહીં અનેક વોટર સ્પોટનો આનંદ લઈ શકો છો. આ બીચ ડોલફિંગ સ્પોટિંગ માટે ખૂબ જ જાણીતો છે. સ્વાદના શોખીનો માટે અહીં અનેક રેસ્ટોરન્ટ પણ છે. જે સ્વાદીષ્ટ સમુદ્રી ભોજન પીરસે છે. અહીં રવિવારના દિવસે યોજાતી બોનાન્ઝ પાર્ટી અને પાર્ટીનું લાઇવ મ્યૂઝિક અને ડાંસ તમને દિવાના બનાવી દેશે.

ઓરિસ્સાનો ‘પુરી બીચ’

ધાર્મિક નગરી ઓરિસ્સા સ્થિત જગન્નાથ પુરી ચાર ધામોમાં એક છે. આ ધાર્મિક મહત્ત્વને કારણે જ તે વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ આ સિવાય પણ આની એક ઓળખ અહીંનો સમુદ્ર કિનારો છે. મજાની વાત એ ચે કે પૂરી બીચ તમે એક કિલોમીટર અંદર સુધી આરામથી જઈ શકો તેટલો છીછરો છે. સમુદ્રની લહેરોનો આનંદ લેવા માગતા અને મોજાઓ સાથે મસ્તી કરવા માગતા લોકો માટે આ બીચ આદર્શ છે. તો બીચ બજારોમાં ઓરિસ્સાના અદ્ભુત હસ્તશિલ્પ, સમુદ્રમાંથી મળી આવતા શંખ અને છીપલાં ખૂબ જ સસ્તામાં તમને મળી જશે.

અંડમાન નિકોબારનો ‘એલિફેન્ટા બીચ’

રોમાંન્ટિક લોકોએ અંડમાન નિકોબારના આ બીચની મુલાકાત એક વારતો લેવી જ રહી. આ બીચ અહીંના હેવલોક આઇલેન્ડ પર આવેલો છે. જેની ગણના રોમાંન્ટિક બીચોમાં થાય છે. પ્રકૃતિના નયનરમ્ય નજારાની સાથે સાથે તમે તમારા જીવન સાથી સાથે હાથી પર બેસી સમુદ્રના ઊંડા પાણીમાં ફરવાની મજા પણ લઈ શકો છો. અહીં સીલ શિરસની યુગલબંધી તમારા મનને રોમેન્ટિક બનાવી, શરારત કરવા મજબૂર કરી દે છે. અહીંના રિસોર્ટની વાત જ અલગ છે.

તમિલનાડુનો ‘ધનુષકોડી’ બીચ

તમિલનાડુ રાજ્યના પૂર્વી કિનારે આવેલ રામેશ્વરમ્ ટાપુ પર સ્થિત આ સમુદ્ર કિનારો અહીં સ્થિત શ્રીરામ સેતુને કારણે પૌરાણિક મહત્વ ધરાવે છે. આ બીચથી શ્રીલંકા માત્ર ૧૭ કિલોમીટર જ દૂર છે. હિન્દ મહાસાગરના ઊંડા અને તોફાની પાણીનો અહીં બંગાળની ખાડીના છીછરા સાંત પાણી સાથે સંગમ થાય છે. જે આ બીચની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. અહીં તમને સ્ટાર ફિશ, મૂંગ ફિશ, સમુદ્રી શૈવાળ અને કેકડા વગેરે પણ જોવા મળશે.

તમિલનાડુનો ‘કન્યા કુમારી બીચ’

ડોલફિન સાથે મસ્તી કરવા માંગતા લોકો માટે આ બીચ ઉત્તમ છે. અહીં તમારી ડોલફિન જોવાની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. પાટનગર પણજીથી ૭૬ કિ.મી. ના અંતરે આ બીચ આવેલો છે. એક માઇલ લાંબા આ બીચમાં અર્ધ ચંદ્ર આકારમાં પથરાયેલી સફેદ રેતી અહીં આવનારને દિવાના બનાવી દે છે. અહીના કિનારા પર નાળિયેરનાં જંગલો વિશ્વભરના લોકોનું ધ્યાન ખેંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *