Site icon Gujjulogy.com

True Story | પિતાની આ હિમંત જોઇને સોશિયલ મીડિયા આ પિતાના વખાણ કરી રહ્યું છે…

 

 

# આ તસવીર કેમ ખૂબ વાયરલ થઈ રહી છે? આ હિંમતવાન પિતાને સલામ છે…

# રહેવા છત નથી, માતા નથી, આવક નથી છતાં પિતાએ બાળકોને ભણાવવાનું ન છોડ્યુ

# બે નાના બાળકો, ખાવાનું નથી, ઘર નથી, મમ્મી નથી, નોકરી નથી છતા પિતાની આ હિમંત જોઇને સોશિયલ મીડિયા આ પિતાના વખાણ કરી રહ્યું છે…

બાળકો માટે પપ્પા એટલે સુપરમેન. પિતાનો સાથ હોય એટલે કોઇ પણ બાળકને ડર ન લાગે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટામાં એક પિતાની વ્યથા દેખાય છે. આ ફોટામાં એક સંવેદનશીલ સત્યકથા છે. આ કથા છે એક ગરીબ પણ આશાવાન, હિમંતવાન પિતાની. પિતાનું નામ છે ગણેશ સાહૂ. ઉમર તેમની છે ૩૮ વર્ષ. છત્તીસગઢના બિલાસપુરમાં તેઓ રહે છે. સાયકલ રીક્ષાના સહારે તેઓ ફૂટપાથ પર રહે છે. તેઓ સાયકલ રીક્ષા ચલાવે છે. દબાણમાં તેમની ઝૂપડી ટૂટી ગઈ છે. આ પિતાને બે બાળકો છે. ૯ વર્ષની ગંગા નામની દિકરી અને ૭ વર્ષનો અરૂણ નામનો દિકરો. દુઃખની વાત છે કે આ બન્ને બાળકોને છોડીને તેની માતા ચાલી ગઈ છે.

પિતા પાસે બાળકોની ફી ભરવાના પૈસા નથી. એટલે બાળકો શાળાએ જઈ શકતા નથી. બાળકોને ભણવું છે અને પિતાને પણ તેમને ભણાવવા છે પણ સ્થિતિ જ એવી છે કે પિતાથી કઈ થઈ શકે એવું નથી. પણ પિતા હિંમત હારતા નથી. ફૂટપાથ પર જ પોતાની પાસે રહેલી ચાદર પાથરી દે છે અને બાળકોનો ક્લાસ અહીં જ શરૂ કરી દે છે. તે આ રીતે પોતાના બાળકોને રોજ ભણાવે છે. ગણેશ સાહૂ રોજ આ રીતે જ પોતાના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપી રહ્યો છે.

બાળાકોને A, B, C, D અને ક, ખ, ગ શીખવી વાંચતા લખતા કરવાનો વિચાર છે આ પિતાને. આ પિતાની મજબૂરી છે કે તેને બાળકોને ભણાવવા છે અને મોટા પણ કરવાના છે. આ માટે તેને સાયકલ રીક્ષા ચલાવવી પડે છે.

આ હિંમતવાન પિતાને સલામ છે…

Exit mobile version