વેવાઈ – વેવાણે Vevai Vevan ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી લીધી

 

 

વેવાઈ – વેવાણ Vevai Vevan લોકડાઉન દરમિયાન પણ એકવાર બંને ભાગી ગયા હતા. ઘટના સ્થળે મળેલી બરણીને આધારે લાશની ઓળખ થઈ.

ગત વર્ષે ૨૦૧૯માં સુરત (Surat) ના વેવાઈ અને વેવાણનો ( vevai vevan  )  કિસ્સો આખા યે ગુજરાતમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. તે બંને પ્રેમમાં પડ્યા અને ભાગી ગયા હતા. આ વરસે જૂન – ૨૦૨૦માં પણ એવી જ એક ઘટના બની અને તેનો કરૂણ અંજામ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આ ઘટનાથી ભારે ચકચાર છે.

વાત છે જૂન મહિનાની એક સવારની. સોમવારનો દિવસ હતો. વહેલી સવારે એક મજુર સાંબરકાંઠાના દીધીયા ગામના જંગલ જેવા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને અચાનક એક લીમડાના ઝાડ નીચે એક પુરુષ અને સ્ત્રીની લાશ લટકતી જાેઈ. આસપાસના લોકોને પણ ભેગા થઈ ગયા પણ એ બંને લટકતા માણસોને કોઈ ઓળખતું નહોતું. આથી તરત જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી બરણી જેવુ એક વાસણ મળી આવ્યુ. જેના પર જયંતીભાઈ ઠાકરડા એવું નામ કોતરેલું હતું.

પોલીસે એ નામને આધારે આસપાસના ગામોમાં તપાસ કરતાં ખબર પડી કે એ પુરુષ અને સ્ત્રી તો વેવાઈ વેવાણ હતા અને ખેડબ્રહ્મા તાલુકાના જ થેરાસણા ગામના હતા. નામ અને ગામ મળી જતાં પછી તો આખુ રહસ્ય ઉકેલાઈ ગયું. મરનાર પુરુષનું પુરુ નામ હતુ જયંતિભાઈ મોહનભાઈ ઠાકરડા અને સ્ત્રીનુ નામ હતું જાગૃતીબહેન કચરાભાઈ ઠાકરડા. જયંતિભાઈના દીકરા અને જાગૃતીબહેનની દીકરીનું સગપણ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યુ હતું અને બંને વેવાઈ – વેવાણ બન્યા હતા.

વેવાઈ – વેવાણ Vevai Vevan બનતા બંનેનો એકબીજાના ઘરે અવરો-જવરો શરૂ થયો અને જયંતિભાઈ અને જાગૃતિબહેનની આંખ મળી ગઈ હતી. બંનેએ સાથે જ જીવવા મરવાના સોગંધ ખાધા. જેમના સંતાનો એકમેકના સહજીવનના સપના જાેતા હતા એમની કોઈ જ પરવા કર્યા વિના આ આધેડ યુગલ પ્રેમમાં પડ્યુ. લોકાડાઉન દરમિયાન બંને ઘર છોડીને ભાગી પણ ગયા હતા. એ પછી સમાજના કેટલાંક લોકોની મધ્યસ્થીથી બંનેને પાછા લાવવામાં આવ્યા અને સમજાવીને દૂર કરવામાં આવ્યા.

પણ ચોરી છૂપી તેમની મુલાકાતો ચાલુ જ હતી. આખરે તેમની લાશ મળી એના બે દિવસ પહેલાં ફરીવાર તેઓ બંને પોત-પોતાના ઘરેથી ભાગી ગયા અને ત્રીજા દિવસે ઝાડ સાથે લટકેલી હાલતમાં તેમની લાશ મળી. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને કેસ દાખલ કર્યો અને પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપી દીધી. આને પ્રેમ કહેવાય? કે વાસના? કે પછી બીજુ કંઈ? એ ખબર નથી પણ એ ચોક્કસ છે કે જે થયું તે ખોટું છે? મા-બાપ આ ઉંમરે આ પગલાં ભરશે તો સંતાનોને શું શીખામણ આપશે? સંતાનોને પરણાવવાની ઉંમરે જ એકમેકના સગા-સંબંધીઓમાં જ આવા અણછાજતા સંબંધો બંધાય તો સમાજને એમાંથી કેવો દાખલો મળે? બેશક ખોટો જ દાખલો બસે. સંસ્કારનો હ્રાસ જ થાય.

આ ક્રાઈકમ કથા આપને કોઈ પણ પ્રકારના અવિચારી પગલાંથી કે સમાજ વિરોધી કાર્ય કરવાથી દૂર રહેવાનો પાઠ શીખવે છે. સરુક્ષિત રહો… સચેત રહો.

ગુજ્જુલોજી વાંચતા રહો અને સમાજમાં બનતા ગુનાઓનો ભોગ બનતા અટકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *