આ નેતા બનશે ગુજરાતના મુખ્યમંત્રી! શું વિજયભાઈ રૂપાણીએ આપ્યો સંકેત?

 

Vijay Rupani Resign  | ગુજરાતના રાજકરણમાં આજનો દિવસ ભારે ચર્ચાસ્પદ રહ્યો. અનેક ચર્ચાઓ વચ્ચે અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. મીડિયામાં હવે ચર્ચા થઈ રહી છે કે કયા કારણો સર વિજયભાઈએ રાજીનામું આપ્યુ અને હવે ગુજરાતનું નેતૃત્વ કોન સંભાળશે?

 

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મનસુખભાઇ માંડવિયા, ગોરધન ઝડપિયા અને પૂરૂષોત્તમભાઈ રૂપાલાનું નામ આ માટે ચર્ચાઈ રહ્યું છે. જો કે આ મીડિયામાં ચર્ચાતા નામ છે. યાદ એ પણ રાખવું જોઇએ કે વજુભાઈ વાળા ગુજરાતના રાજકરણમાં પાછા આવી ગયા છે અને કોરોનાકાળમાં આનંદીબહેનને પાછા લાવવાની માંગ પણ ઊઠી હતી. કહેવાનો અર્થ એ છે કે આ ભાજપ છે જે છેલ્લી ઘડીએ અચાનક ચોંકાવનારો નિર્ણય લેવા માટે જાણીતો પક્ષ છે. એટલે થોડા દિવસમાં આ બધુ સત્તાવાર ક્લિયર થશે.

વિજયભાઈએ આપેલા સંકેતની વાત કરીએ તો વિજયભાઈના રાજીનામાંની સૌથી પહેલા ન્યુઝ અકિલાના કિરીટભાઈ ગણાત્રાએ વિજયભાઈને ફોન થકી વાત કરીને જાહેરાત કરી હતી. કિરીટભાઈ સાથે વિજયભાઈની વાત થઈ તે સંદર્ભે કિરીટભાઈએ વીટીવી ન્યુઝ સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગોરધનભાઈ ઝડફિયા ગુજરાતાના મુખ્યમંત્રી બની શકે છે.

વિજયભાઈ સાથેની વાતમાં મનસુખભાઈ માંડવિયા અને ગોરધનભાઈ ઝડફિયા આ રેસમાં આગળ હોય તેવું જણાય છે. કિરીટભાઈ વિવાદથી દૂર રહેનારા ગુજરાતના સત્યનિષ્ઠ વરિષ્ઠ પત્રકાર છે. તેમાના પત્રકારત્વ જગતના અનુભવથી તેમણે આ વાત મીડિયા સમક્ષ મૂકી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *