એક જ ગામમાં સો ક્રિકેટ ગ્રાઉન્ડ હોય ખરા? Village Of Cricket in india

 

 

Village Of Cricket in india | શું તમે માનશો કે એક જ ગામમાં સો ક્રિકેટ ગ્રાઉન્ડ ( Cricket Grounds ) હોય? વાત માનો યા ના માનો પણ સાચી છે. એક જ ગામમાં ફુલ્લી પ્રોફેશનલ સોથી પણ વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને એ પણ ઈન્ડિયામાં જ. હરિયાણાના ગુરુગ્રામ ( Cricket grounds in gurugram ) પાસે બલિયાવાસ ગામમાં આ માન્યામાં ના એવા ગ્રાઉન્ડ બન્યા છે.

ગામ ખૂબ મોટુ અને ફેલાયેલી જમીન પણ ઘણી વધારે. પણ જમીન બિન ઉપજાઉ. ગામના લોકો મજુરી કરીને પેટીયુ રળે. ગામના યુવાનોને ક્રિકેટનો ગાંડો શોખ. પણ સરખું ગ્રાઉન્ડ ક્યાંય ન મળે. ગામમાં રહેતા એક ખેડૂતનો પુત્ર ઋષિરાજ પણ આવો જ ક્રિકેટનો ગાંડો શોખીન. એને એક દિવસ વિચાર આવ્યો કે આપણી પોતાની જ જમીન છે તો એનું ક્રિકેટ ગ્રાઉન્ડ શા માટે ના બનાવવું? એણે આ આઈડિયા બધા સાથે શેર કર્યો પણ શરૂઆતમાં કોઈ રાજી ના થયું. આથી એણે પહેલાં પોતાની જમીનમાં નાનુ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યુ. એ પછી ૨૦૧૪માં બીજા એક ખેડૂતે ગ્રાઉન્ડ માટે જમીન આપી અને પછી ધીરે ધીરે બીજા ખેડૂતો પણ જાેડાતા ગયા.

આજે સ્થિતી એ છે કે આ ગામની આસપાસ સો કરતાં પણ વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગયા છે. આ બધા જ ગ્રાઉન્ડને એક સાથે ભેગા કરીને તેની બાઉન્ડ્રી બનાવવામાં આવે તો તેની લંબાઈ દિલ્હીથી આગ્રા જેટલી એટલે કે ૨૩૩ કિલોમીટર જેટલી અધધ થાય. એન્ડ, યેસ સૌથી મોટી વાત એ છે કે આ ગ્રાઉન્ડ ફુલ્લી પ્રોફેશનલ કક્ષાના બન્યા છે અને ભાડે આપવામાં આવે છે. કમ ઉપજાઉ જમીનને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવીને ઋષિએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ શૉટથી ગામવાળા માટે રોજગારના નવા ઓપ્શન ખુલ્યા છે. ૧૦૦૦થી વધારે લોકોને રોજગાર પણ મળ્યો છે. અહીં ગ્રાઉન્ડ મેન, ગ્રાઉન્ડ એમ્પાયર, થર્ડ એમ્પાયર, સ્કોરર, કોમેન્ટેટર બધી જ વ્યવસ્થા છે અને આ બધી જવાબદારીઓ ગામના યુવાનો જ પૂરી પાડે છે.

આ તમામ ગ્રાઉન્ડ ક્રિકેટના કાયદા નિયમો મુજબ બન્યા છે. આખા દિવસની કે આખા વિકની જાેબ પછી થાકેલા માટે અહીં ડે-નાઈટ ટૂર્નામેન્ટની વ્યવસ્થા પણ છે. હરિયાણા, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી ૪૦૦ કરતાં વધારે ટીમો અહીં ક્રિકેટ રમવા માટે આવે છે.

આ ગામનાં લોકો મજૂરી કરીને પેટીયુ રળતા હતા એના બદલામાં હવે એક જગ્યા પર આ લેવલના આટલા બધા ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket grounds ) હોય એવું દુનિયામાં બીજે ક્યાંય નથી. માનો યા ના માનો પણ આ એક અનોખી ઉપલબ્ધિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *