વિરાટ કોહલી Virat Kohli કેપ્તનશીપ છોડી શકે છે એવું આ ખેલાડીનું માનવું છે…
ઓસ્ટ્રેલિયામાં શાનદાર જીત મેળવ્યા પછી ભારતીય ટીમ (Indian Cricket Team) ની ભારતની ધરતી પર ઇગ્લેન્ડ સામે હાલ ટેસ્ટ સિરીજ ચાલી રહી છે. જેમાં પહેલી ટેસ્ટ મેચમાં ભારતની ખૂબ ખરાબ રીતે હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે આ હાર પછી કેટલાક લોકો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ( Virat Kohli ) પણ કેપ્ટનશીપ છોડવાનું પ્રેસર ઉભા કરી રહ્યા છે.
આવું એટલા માટે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વિરાટ ( Virat Kohli ) ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ (Indian Cricket Team) પહેલી ટેસ્ટ મેચ હારી ગઈ હતી અને એક ઇનિગમાં તો ૩૬ રનમાં ઓલઆઉટ પણ થઈ ગઈ હતી. આ પછી પત્ની અનુશ્કા ની પ્રસુતાના સમયે સાથે રહેવા વિરાટ રજા લઈને ભારતમાં પરત ફર્યો હતો. અને આ પછી ટીમનું નેતૃત્વ અજિંક્યા રહાણે ( Ajinkya rahane ) એ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે તેના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ અને ભારતીય ટીમે એક ઐતિહાસિક જીત ઓસ્ટ્રેલિયા સામે મેળવી હતી. આ પછી જ વિરાટની કેપ્ટનશીપ પર દેશાના અને ખાસ કરીને વિદેશી ક્રિકેટના નિષ્ણાંતો અને પૂર્વ ક્રિકેટરો પ્રશ્નાર્થ કરવા લાગ્યા હતા. એક મહાનુભાવે તો એવું પણ કહ્યું હતું કે વિરાટા કોહલી ( Virat Kohli ) ના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓ ડર સાથે રમે છે જ્યારે રહાણેના નેતૃત્વમાં ખેલાડીઓ કોઇપણ ડર વગર મેદાનમાં ઉતરે છે. આ બધાની વચ્ચે હવે જ્યારે ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ પહેલી ચેન્નઈમાં રમાયેલી મેચ હારી ગયુ છે તો ઇગ્લેન્ડના પૂર્વ સ્પીનર મોન્ટી પાનેસર (Monty Panesar) નું પણ આ સંદર્ભે એક બયાન આવ્યું છે
ઇગ્લેન્ડના પૂર્વ સ્પીનર મોન્ટી પાનેસર (Monty Panesar) નું કહેવું છે કે જો ઇગ્લેન્ડ સામે ભારત બીજી ટેસ્ટ મેચ પણ હારી જશે તો ભારતીય ટીમ (Indian Cricket Team) નો વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી( Virat Kohli ) ટીમનું નેતૃત્વ છોડી શકે છે, એટલે કે તે કેપ્ટનશીપ છોડી શકે છે. પાનેસરનું માનવું છે કે વિરાટ દબાવમાં હશે. ભારત આ પહેલા વિરાટ કોહલીના નેતૃત્વમાં ચાર ટેસ્ટ મેચ હારી ચુક્યું છે. જો આગામી મેચમાં આ હારની સંખ્યા પાંચ થશે તો વિરાટ કેપ્ટનશીપ છોડી શકે છે.
If India don’t win the series it could be the end of @imVkohli‘s captaincy, says @MontyPanesar as captaincy debate is reignited
INTERVIEW: https://t.co/0mJ00HrXFs pic.twitter.com/ZRlO4puPKS
— TOI Sports (@toisports) February 10, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ હાલ સૌથી મજબૂત છે અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે જે રીતે અદાભુત પ્રદર્શન કર્યુ છે તેનાથી ક્રિકેટજગત અચબિંત છે. કોહલી પર પ્રશ્ન ઉભો કરનારા આ ક્રિકેટરો ભૂલી ગયા છે કે વિરાટની કેપ્ટનશીપમાં જ આ ટીમે અનેક સફળતા પ્રાપ્ત કરી છે. વિરાટ ( Virat Kohli ) ની આક્રમકતાના કારણે જ ભારતીય ટીમને જીતવાનો જુસ્સો રહે છે. કદાચ વિરાટની ક્ષમતા અને તેની આક્રમકતાથી ડરીને જ ભારતીય ટીમને તોડવાનો આ પ્રયાસ થઈ રહ્યો હોય. પણ દરેક મહાન ક્રિકેટર આવા લોકોને જીભથી નહી પણ પોતાના ખેલથી જ જવાબ આપતા હોય છે. વિરાટ કોહલી ( Virat Kohli ) મહાન ખેલાડી છે અને તેનું બેટ બોલશે ત્યારે નક્કી આ ટીકા અને કાવતરા ખોરોની બોલતી બંધ થઈ જશે.