ચન્દ્રયાન ૩ માત્ર ૧૪ દિવસ સુધી જ કેમ કામ કરશે? પછી તેનું શું થશે! What happens after 14 days of Chandrayaan-3?

What happens after 14 days of Chandrayaan-3? ચન્દ્રયાન ૩ ચન્દ્રની સપાટી પર માત્ર ૧૪ દિવસ જ કામ કરશે ત્યાર પછી તે બંધ થઈ જશે. આવું કેમ?

What will happen after Chandrayaan-3?

ચન્દ્ર પર પૃથ્વીની સરખામણીએ ૧૪ દિવસની એક રાત અને ૧૪ દિવસનો એક દિવસ હોય છે. ૨૩ ઓગષ્ટે જ્યારે ચન્દ્રયાન ૩ ચન્દ્રની સપાટી પર ઉતર્યુ ત્યારે ૧૪ દિવસની રાત પૂર્ણ થઈ અને દિવસની શરૂઆત થઈ હતી. હવે ૧૪ દિવસ સુધી અહીં અજવાળું હશે એટલે કે સૂર્ય ૧૪ દિવસ સુધી ડૂબશે નહી.

હવે ચન્દ્રયાન ૩ ના પ્રજ્ઞાન રોવર ( Pragyan Rovar ) અને વિક્રમ લેન્ડર ( Vikram lander ) ને ચન્દ્રની સપાટી પર કામ કરવા માટે વીજળીની જરૂર પડે છે. આ વીજળી ક્યાંથી મળશે?

When rover will come out of lander Chandrayaan-3?

તો આ માટે વિક્રમ લેન્ડર ( Vikram lander ) અને પ્રજ્ઞાન રોવર ( Pragyan Rovar )પર પાવરફૂલ સોલાર પેનલ લગાવવામાં આવી છે. જે સૂર્યના કિરણોથી ચાર્જ થશે અને તેનાથી લેન્ડર અને રોવરને ઉર્જા મળશે. આ ઉર્જા ૧૪ દિવસ સુધી મળતી રહેશે પણ ૧૪ દિવસ પછી ચન્દ્રયાનના રોવર અને લેન્ડરને ઉર્જા મળતી બંધ થઈ જશે. આ રોવર અને લેન્ડરને જ્યાં સુધી ઉર્જા મળી રહે ત્યાં સુધી જ તે કામ કરી શકે તેમ છે. ૧૪ દિવસ પછી ચન્દ્ર પર સૂર્ય આથમી જશે. રોવર અને લેન્ડરને ઉર્જા મળતી બંધ થઈ જ્શે એટલે તે કામ કરતા બંધ થઈ જશે.
હવે પ્રશ્ન થાય તો શું ૧૪ દિવસ પછી પાછો સૂર્ય ઉગશે તો આ રોવર અને લેન્ડર કામ કરવા લાગશે. આવું શક્ય નથી. કેમ કે સૂર્ય આથમી ગયા પછી ચન્દ્ર પર રાત્રે તાપમાન માઈનશ ૧૬૦ સેલ્સિયસ જેટલું થઈ જાય છે. આટલી ઠંડી ૧૪ દિવસ સુધી રહેશે તો રોવર અને લેન્ડરના બધા જ પાર્ટ ઠંડીના કારણે ખરાબ થઈ જશે. પછી તે કામ કરવા જેવા નહી રહે અને પછી તે જાતે જ બંધ થઈ જશે! એટલે ચન્દ્રયાન ૩ નું રોવર અને લેન્ડર ૧૪ દિવસ જ કામ કરશે.

એટલે એવું કહી શકાય ઇસરોના વિજ્ઞાનીઓ માટે આગામી ૧૪ દિવસ ખૂબ જ મહત્વના રહેશે..!!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *