આયોજન એટલે શું? What is Management ?

 

What is Management | આયોજન સફળતાનું રહસ્ય છે.

 

 

આયોજન એટલે જીવનનું ઘડતર કરવાની જડીબુટ્ટી, આયોજન એટલે લક્ષ્યો પૂરા કરી આપતો પારસ મણી અને આયોજન એટલે મંજિલ સુધી લઈ જતો રસ્તો.

આયોજન એટલે સુખી જીવન જીવવા માટે દોરવો પડતો નકશો, આયોજન એટલે જીવનના ઘડતરનો નશો. આયોજન કરવું એટલે વહી રહેલી નદીને સુંદર કિનારો આપીને એને સજાવવી, આયોજન એટલે જીવનમાં શું કરવું છે એનું સરવૈયુ, આયોજન એલે જીવનમાં કઈ રીતે આગળ વધવું છે એની યોજના.

આયોજન એટલે પ્લાનિંગ અને આયોજન એટલે સક્સેસનું ક્લોનિંગ. આયોજન એટલે તમારા જ માટે તમે બિછાવેલી લાલ જાજમ અને આયોજન સફળતાનું સત્યમ્‌, શિવમ્‌ અને સુંદરમ્‌.

આયોજન એટલે કોઈ પણ ક્ષેત્રમાં જીત મેળવી આપતી જાદુઈ છડી અને આયોજન એટલે કોઈ પણ સફળતાનું શિખર સર કરાવી દેતી પગદંડી.

આયોજન મનુષ્યના ધ્યેયને પૂર્ણ કરી શકે છે અને આયોજન મનુષ્યના સપનાને સંપૂર્ણ પણ કરી શકે છે.

આયોજન એ છે જે મનુષ્યને હળવો ફુલ રાખે છે. આયોજન એટલે ક્યાં પહોંચવું છે એનો ગ્રાફ અને આયોજન એટલે કેવી રીતે પહોંચવું છે એનું માપ.

અયોજન યોજના છે, આયોજન સફળતા અને કર્મની સંયોજના છે. આયોજન સુખી થવાનો રસ્તો છે, આયોજન શાંતિ પ્રાપ્ત કરવાની રીત છે અને આયોજન સમૃદ્ધિ સાથેની પ્રીત છે.

આયોજન છે એ ઈમારત છે જે તમારે ચણવાની છે. આયોજન એ ખાલી તળાવ છે જે તમારે ભરવાનું છે અને આયોજન એ કાગળ પરનો સિંહ છે જેને તમારે ડણકતો કરવાનો છે.

આયોજન સફળતાનું રહસ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *