દુઃખ દૂર અને સુખ નજીક રાખવા રાત્રે સૂતા પહેલાં શું કરવું શું ન કરવું? What not to do before you go to sleep

What not to do before you go to sleep | થોડી નાની નાની ટિપ્સ યાદ રાખશો તો રાત્રે ઊંઘ ના આવવી ( not sleeping well at night ), તણાવમાં રહેવું આવી સમસ્યા નહી રહે અને આનંદમાં રહેશો. તો આટલું કરો (what to do before sleeping)

  • શું તમને માનસિક તણાવ રહે છે?
    શું તમારે સુખ શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે?
    શું તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી તો સુતા પહેલાં આટલું જરૂર કરો.

 

ઉંઘતા પહેલાં તમે શું વિચારો છો? – Sleep Through Night

નીંદર લેતા પહેલાંનો દસ મીનીટનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે. એ દરમિયાન તમે શું વિચારો છો એની અસર તમારા સમગ્ર જીવન પર પડે છે. માટે કદી પણ ઉંઘતા પહેલાં નકારાત્મક વિચાર ના કરો. તમે જીવનમાં જે સારી વસ્તુઓ મેળવવા માંગો છો, તમે કોઈને મદદ કરવા માંગતા હો, એવી પોઝિટીવ વાતો જ યાદ કરતાં કરતાં સૂઈ જાવ. નીંદ્રાધિન અવસ્થામાં જાગ્રત થતાં તમારા અચેતન મનમાંથી આખી રાત પોઝિટીવ વિચારો જ પ્રગટ થશે અને તમે સવારે એકદમ ફ્રેશ થઈને નવી ઉર્જા સાથે ઉઠશો.

તમારા પગ કઈ દિશામાં છે એના પર તમારી સમૃદ્ધિનો આધાર છે

રાત્રે ઉંઘતી વખતે તમારા પગ કઈ દિશામાં છે એનું પણ ખૂબ જ મહત્વ છે. એક વાત હંમેશાં યાદ રાખો કે દક્ષિણ અને પૂર્વમાં કદી પણ પગ રાખીને ના ઉંઘો. એનાથી નેગેટિવિટી ફેલાય છે. ઉપરાંત કદી પણ ઓરડાંના દરવાજા તરફ પગ આવે તે રીતે પણ ના ઉંઘો. કારણ કે એવી રીતે સુવાથી તમારુ સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થઈ શકે છે, તમને કોઈ ગંભીર બીમારી થઈ શકે. તમારો તણાવ વધે છે અને તમને આર્થિક પણ ખૂબ મોટુ નુકસાન થઈ શકે છે.

તમારુ મસ્તક પૂર્વમાં હશે તો જ્ઞાનના પટારા ખૂલી જશે.

આપ હંમેશાં પૂર્વ દિશામાં મસ્તક રાખીને સુવાનો જ આગ્રહ રાખો. ખાસ કરીને વિદ્યાર્થીઓએ પૂર્વ દિશામાં મસ્તક રાખીને સુવું. આમ કરવાથી તમારી બુદ્ધિશક્તિ અપૂર્વ રીતે ખીલે છે. જ્ઞાનની દેવી સરસ્વતીની તમારા પર અપાર કૃપા વરસે છે અને તમે જ્ઞાનવાન બનો છો.

તમારુ મસ્તક દક્ષિણ દિશામાં હશે તો થશે આ ફાયદો

જે રીતે પૂર્વ દિશામાં મસ્તક રાખીને ઉંઘવાથી જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે. તેવી જ રીતે તમારે જાે સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા હોય તો હંમેશાં દક્ષિણ દિશામાં મસ્તક રાખીને ઉંઘો. આમ કરવાથી તમે ધારી પણ નહીં હોય એટલી અપાર સમૃદ્ધિ અને શાંતિ આપને પ્રાપ્ત થશે અને તમારુ સ્વાસ્થ્ય પણ હંમેશાં સારુ રહેશે.

 

એઠું મોં અને પગ ધોયા વિનાની ઉંઘ

સુતી વખતે ખાસ ત્રણ વાતોનું ધ્યાન રાખવાનું છે તેમાં છે એઠુ મોં રાખીને, પગ ધોયા વિના તથા ઉંધા મોઢે કદી ના સુવું જાેઈએ. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે અને પરિવારમાં ઝઘડા થાય છે. માટે કદી આ રીતે ના ઉંઘશો.

તૂટેલા પલંગમાં ન ઉંઘશો કદી.

તમે કેવી પથારીમાં ઉંઘો છો એનું પણ ખુબ જ મહત્વ છે. તમારી પથારી કદી ફાટેલી ના હોવી જાેઈએ, ખાટલા કે પલંગ પર સુતા હોય તો એ તૂટેલો ના હોવો જોઈએ. જો તમે ફાટેલી-તૂટેલી પથારીમાં ઉંઘશો તો તમારા જીવનમાં પણ એવી જ તોડફોડ થશે. આવી પથારીમાં ઉંઘવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. ઉપરાંત કદી બીજાની પથારીમાં પણ ના ઉંઘશો. એમ સુવાથી પણ ગરીબી આવે છે.

ઘર અને મંદીરના દ્વાર ખુલ્લા હશે તો થશે અનર્થ

રાત્રે ઉંઘતી વખતે કદી પણ ઘરના દ્વાર ખુલ્લા ના રાખો. ઉપરાંત ઘર મંદિરમાં પણ સાંજે ઉંઘતા પહેલાં પરદો ઠાંકી દો. આમ કરવાથી ભગવાનને પણ વિશ્રામ મળે છે અને બીજા દિવસે એ તમારુ વધારે સારુ ધ્યાન રાખી શકે છે. જો તમે મંદીરને આડશ નહીં કરો તો ઈશ્વર તમારા પર કોપાયમાન થશે અને ઘરમાં દરિદ્રતા આવશે.

મુખડા ના દેખો દર્પણ મેં…

કદી પણ રાત્રે ઘરમાં એઠા વાસણો મુકીને ઉંઘી ના જાવ. એઠા વાસણો મુકીને ઉંઘનારા લોકોના ઘરમાં ખરાબ શક્તિઓનો વાસ થાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે. એવી જ રીતે સુતા પહેલાં અને સવારે ઉઠીને તરત કદી પર અરીસામાં ના જોશો. રાત્રે સુતી વખતે આઈનો જાેવાથી ડરામણા સપના આવે છે અને સવારે આળસથી ભરેલો ચહેરો આયનામાં જોવાથી નકારાત્મક ઉર્જા ઉત્ત્પન્ન થાય છે.

કપૂર સળગાવો

રાત્રે સૂતા પહેલાં તમે જે ઓરડામાં સૂતા હો એમાં કપુર અવશ્ય સળગાવો. ઓરડામાં કપૂરની સુવાસ પ્રગટશે તો એનાથી તમને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે ફાયદો થશે. કપૂર ખૂબ જ પવિત્ર વસ્તુ છે. એને પ્રગટાવવાથી ઘરની અંદર હકારાત્ક ઉર્જાનો સંચાર થાય છે. નિંદ્રાદેવી પણ રાજી થાય છે અને તમને શાંતિની ઉંઘ આવે છે. વૈજ્ઞાનિક દૃષ્ટીએ કપુરથી તમારા ઓરડામાં ઓક્સિજનનું પ્રમાણ સારુ રહે છે, તમારો માનસિક તણાવ એની સુવાસથી સો ટકા દૂર થઈ જાય છે અને તમે સવારે ફ્રેશ થઈને ઉઠશો.

મિત્રો, તમે તમારા જીવનમાં સુતા પહેલાં આટલા નિયમો પાળશો તો સુખ તમારા સાત જન્મો સુધી તમારી સાથે રહેશે.

***

ગુજ્જુલોજી ( Gujjulogy ) તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જાેડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *