શું ભાજપ હિન્દુત્વના મુદ્દા પર ચૂંટણી લડવાની છે? તો ગુજરાતનાં મુખ્યમંત્રી આ બની શકે છે?

 

Who will be next Gujarat CM? આ ભાજપ છે. પત્રકારોને ખોટા પાડવામાં તેમને ગમે છે. આ લેખમાં તો મળેલા સંકેતો પરથી માત્ર ધારણા કરવામાં આવી છે.

 

“જ્યાં સુધી આ દેશાં હિન્દુઓની વસ્તી બહુમતીમાં છે ત્યાં સુધી જ આ દેશમાં બંધારણ-કાયદા-કાનૂન સુરક્ષિત છે. જો દેશમાં હિન્દુઓની વસ્તી ઘટી ગઈ તો બધું જ નષ્ટ થઈ જ્શે”

આ વાક્ય કોણ બોલ્યું હતું યાદ છે ને! થોડા દિવસ પહેલા જ ગાંધીનગરમાં ભારતમાતાના મંદિરના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ (Nitin Patel) આ વાક્ય જાહેરમાં બોલ્યા હતા. આનો અર્થ શું થાય? નાયબ મુખ્યમંત્રીએ આટલું ખુલીને કેમ બોલવું પડ્યુ? શું એવું નથી લાગતું કે ક્યાંકને ક્યાંક સંદેશ સ્પષ્ટ છે કે ભાજપ ગુજરાતમાં આગામી ચૂંટણી હિન્દુત્વના મુદ્દા પર લડવાના મૂળમાં છે. લવ-જેહાદનો કાયદો હોય કે ગૃહમંત્રીના નિવેદનો હોય આ બધું જ એક સંકેત તો આપે જ છે.

હવે આ વાતોને વિચારો. ગોરધન ઝડફિયા ( Gordhan Zadafia )નું નામ મુખ્યમંત્રી તરીકે અચાનક કેવી રીતે સામે આવ્યું? પ્રફુલ્લ પટેલ ( Praful Patel ) નું નામ કેવી રીતે આવ્યું? નીતિન પટેલે આવું સ્ટેટમેન્ટ કેમ આપવું પડ્યું?

૨૦૦૧માં ગોધરામાં અને ત્યાર પછી જે બન્યુ તે વખતે ગુજરાતનાં ગૃહમંત્રી કોણ હતા? ગોરધન ઝડફિયા ( Gordhan Zadafia ). ભાજપમાં જોડાયા એ પહેલા ૧૫ વર્ષથી તેઓ વિશ્વ હિન્દુ પરિષદના નેતા હતા. અહે આજે તેઓ હિન્દુત્વ માટે ફના થઈ ગયેલા વ્યક્તિ. ગોધરમાં જે બન્યુ તે પછી થોડીવાર પક્ષથી ચૂપચાપ દૂર રહી અલગ પક્ષ રચ્યો અને થોડા સમય પછી પાછા ભાજપમાં જોડાઇ ગયા. અને કોઈ પણ વિરોધ કર્યા વગર ભાજપમાં પાછલા બારણે ચૂપ રહી કામ કર્યુ. આ માટે નરેન્દ્રભાઈની ગુડ લિસ્ટમાં તેઓ છે. માટે જો આગામી ચૂંટણી ભાજપ હિન્દુત્વના મુદ્દે લડવાની હોય તો હિન્દુત્વનો સૌથી મજબૂત પહેરી – ચહેરો ભાજપ માટે ગોરધન ઝડફિયા જ છે. અને બીજી વાત પટેલ પણ છે. એટલે મુખ્યમંત્રીની રેસમાં ગોરધનભાઈ સૌથી આગળ છે.

બીજા નંબરે આવે છે પ્રફુલ્લભાઈ પટેલ ( Praful Patel ). હિન્દુત્વમાં ખૂબ માને છે એ તો બધાને ખબર જ છે. પક્ષના બધા જ નિર્ણયને માન આપી તેને સ્વીકારી એક આદર્શ કાર્યકર્તા તરીકે તેઓ કામ પણ કરે છે. કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષ્યાદીપના પ્રશાસક તરીકે જે હિન્દુત્વનો તેમણે ત્યાં મિજાજ બતાવ્યો, તે બધાને ખબર છે. થોડા દિવસ પહેલાની જ વાત છે. મુસ્લિમ બહુલ લક્ષ્યદીપમાં તેમણે જે નવા કાયદાને મંજૂરી આપી છે તેનાથી અહીંનો બહુમતી સમાજ નારાજ છે. કેમ નારાજ છે એ બધાને ખબર છે. માટે હિન્દુત્વના ચહેરા તરીકે પ્રફુલ્લભાઈનું નામ પણ આ રેસમાં છે.

વાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ (Nitin Patel) ની કરીએ તો તેમણે પણ આવું સ્ફોટક નિવેદન કરી પક્ષના હાઇકમાન્ડને સંકેત આપી દીધો છે કે હિન્દુત્વના મુદ્દે હું પણ આગામી ચુંટણી લડવા તૈયાર છુ.

અને આ બધાની વચ્ચે મહ્ત્વની વાત એ છે કે આ ત્રણેય ચહેરા પટેલ સમાજના છે. એટલે કે જે રીતે સંકેત મળી રહ્યા છે એ ઉપરથી લાગે છે કે ગુજરાતના આગામી મુખ્યમંત્રી આ ત્રણ લોકોમાંથી કોઇ બની શકે છે. જેમાં ગોરધનભાઈનું નામ મોખરે છે…

બાકી તો આ ભાજપ છે. પત્રકારોને ખોટા પાડવામાં તેમને ગમે છે. આ લેખમાં તો મળેલા સંકેતો પરથી માત્ર ધારણા કરવામાં આવી છે. બાકી ગુજરાતનો આગામી મુખ્યમંત્રી કોણ બનશે એ તો સત્તાવાર જાહેરાત પછી જ ખબર પડવાની છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *