World Test Championship માટે ભારતીય ટીમ જાહેર થઈ છે ગુજરાતના આ ખેલાડીને ન મળી જગ્યા

World Test Championship | વિરાટ કોહલીના નેતૃત્વમાં કુલ ૨૪ સભ્યોની ટીમ ઇગ્લેન્ડ જવાની છે. આ ૨૪ પ્લેયર્સમાં ૨૦ પ્લેયર્સની ટીમ જાહેર થઈ છે અને અન્ય ચાર ખેલાડીઓને સ્ટેન્ડ બાય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

 

જૂન મહિનામાં World Test Championship ની ફાઈનલ રમાવાની છે અને આ મેચ માટે શુક્રવારે ભારતીય ટીમના ૨૦ સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીના નેતૃત્વમાં કુલ ૨૪ સભ્યોની ટીમ ઇગ્લેન્ડ જવાની છે. આ ૨૪ પ્લેયર્સમાં ૨૦ પ્લેયર્સની ટીમ જાહેર થઈ છે અને અન્ય ચાર ખેલાડીઓને સ્ટેન્ડ બાય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ મેચ ન્યઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાવાની છે. આગામી ૧૮ થી ૨૨ જૂન દરમિયાન ઇન્ગલેન્ડના સાઉથેમ્પ્ટનમાં આ ટેસ્ટ મેચ રમાશે. તમને જણવી દઈએ કે આખા વર્ષ દરમિયાન આ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું જેમાં સૌથી આગળ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ રહી અને હવે આ ચેમ્પિયનશિપ માટે આ ફાઈન રમાવાની છે. આ પહેલો ટેસ્ટ વર્લ્ડ કપ છે.

ઉલ્લેખનીય છે આજે આ મેચ માટે ભારતીય ટીમ જાહેર જાહેર કરવામાં આવી છે પણ તેમા ગુજરાતનો ધુરંધર ખેલાડી હાર્દિક પંડયા (Hardik Pandya) નો સમાવેશ થયો નથી. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ (KL Rahul) અને રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) ને પણ આ ટીમ જગ્યા મળી છે. જોકે બન્ને ખેલાડી મેચ માટે હાલ ફિટ નથી કેમ કે રાહુલનું એપેન્ડિસનું ઓપરેશન થયું છે અને સાહાને કોરોના છે. મેચ પહેલા આ બન્ને ખેલાડીને પોતાની ફિટેનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. આ ટેસ્ટ પાસ કરશે તો જ તેમને ટીમમાં જગ્યા મળશે.

 

 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમ – Team India Announced for WTC 2021

વિરાટ કોહલી (કેપ્ટન), અજિક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મો, શામી, સિરાજ, શર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ, રિદ્ધિમાન સાહા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *