બે દિવસ પહેલા ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયા ( Mahesh Kanodiya ) નું અવસાન થયું અને તેના ત્રીજા જ દિવસે તેમના નામા ભાઈ ગુજરાતી ફિલ્મ ( Gujarati Film Industry ) જગતના સુપરસ્ટાર નરેશ કનુડિયાનું ( Naresh Kanodiya ) પણ કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું છે.
છેલ્લા બે-દિવસથી કનોડિયા પરિવારના સમાચાર મીડિયામાં આવી રહ્યા છે. પહેલા કોરોનાની સારવાર લઈ રહેલા નરેશ કનુડિયાનો એક ફોટો વાઈરલ થયો આ ફોટોની થોડા સમય પછી એક સમાચાર સોશિયલ મીડિયામાં વાઈરલ થયા કે કોરોનાના કારણે નરેશ કનુડિયાનું અવસાન થયું. પણ આ સમાચાર ફેક હતા. તેમના પુત્ર હિતુ કનુડિયાએ ખુદ સોશિયલ મીડિયા ( Social Media ) પર આવી ને કહેવું પડ્યું કે મારા પપ્પા જીવે છે અને સ્થિતિ સુધારા પર છે.
હિતુ કનુડિયાના ( Hitu Kanodiya ) આ બહાન પછી બીજા એક સમાચાર આવ્યા કે લાંબી માંદગી બાદ ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનુડિયાનું અવસાન થયું છે. આ સમાચાર પહેલાતો ફેક લાગ્યા પણ તે સાચા હતા. સાચે જ નરેશ કનુડિયાના મોટાભાઈ મહેશ કનુડિયાનું અવસાન થયું હતું. બીજા દિવસે સમાચાર પાત્રોમાં અહેવાલ પણ છપાયા કે મહેશ-નરેશની જોડી થઈ ખંડિત… મહેશ કનુડિયાનું અવસાન.
આ બન્ને ભાઇએ તેમના સંઘર્ષનું એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે જેનું નામ છે સૌના દિલમાં હર હંમેશ – મહેશ- નરેશ…તેમણે સાથે જ જીવવા મરવાનો સંકલ્પ લીધો હતો. ૭૦ વર્ષ સાથે સંઘર્ષ કરી સામાન્યથી અસામાન્ય સુધીની સફર પૂરી કરી હતી. પણ અચાનક મહેશ કનુડિયાના અવસાન થવાથી લાગ્યું કે આ જોડી ખંડિત થઈ પણ મહેશ કનુડિયાના અવસાન પછી બે દિવસમાં જ એક દુઃખદ સમાચાર આવ્યા કે કોરોનાના કારણે નરેશ કનુડિયાનું પણ અવસાન થયુ છે…
સાચે જ આ અમર જોડીને કોઇ ખંડિત કરી શક્યું નહી. મૃત્યુ પણ નહી. આ ભાઇઓ પોતાના પ્રોગ્રામમાં હંમેશાં એક ગીત ગાતા કે “સાથે રહીશું , સાથે મરશુ” અને સાચે જ તેઓ સાથે જીવ્યા અને સ્વર્ગમાં પણ સાથે જ ગયા.
તેમના અવસાનથી ગુજરાતી ફિલ્મ જગતના એક યુગનો અંત આવ્યો છે. સુપરસ્ટાર હોવા છતાં આ મહાન વ્યક્તિઓની સાદગી આપણને પ્રેરણા આપે તેવી હતી. આજના ગુજરાતી કલાકારોએ, આપણી યુવા પેઢીએ આ ભાઇઓમાંથી પ્રેરણા લેવા જેવી છે.
તેમની આ વિદાઈ શરીરથી ભલે થઈ હોય પણ તેમણે જે કામ કર્યું છે તેનાથી, તેમની સાદગીથી, તેમના ફિલ્મો, સંગીતથી તેઓ સૌના દિલમાં હર હંમેશ રહેશે છે. ઈશ્વરને એમની સદ્દગતિ માટે પ્રાર્થના…