Benefits of black pepper in ayurveda | મરી – મરીચ – બ્લેકપેપર એક સુંદર ઔષધ

Benefits of black pepper in ayurveda | મરી – મરીચ – બ્લેકપેપર એક સુંદર ઔષધ । કફ કે ગળાનો રોગ અપચો કે આફરો તરત કરે છે દૂર

મરી – મરીચ – બ્લેકપેપર એક સુંદર ઔષધ । ગુણ જાણશો તો રોજ ખાતા થઈ જશો |Benefits of black pepper in ayurveda

ગરમ મસાલામાં, રસોઈમાં મરીને સ્થાન તેના ઔષધીય ગુણોને લીધે મળ્યું છે. ગુણોનો ભંડાર હોવા છતાં આપણે ટૂંકાણમાં જોઈશું.

મરી મૂળ ભારતીય છે. સંસ્કૃતમાં મરીચ, અંગ્રેજીમાં બ્લેકપેપર, લેટીનમાં પાઇપર નાઇગ્રમ; કૂળ-પાઇપરેસી. સૂકવેલા ફળ વાટીને કે ચાવીને વાપરીએ છીએ. ફળનું તેલ સીધું વિદેશ મોકલાય છે અને ત્યાંથી આપણને પુન: પ્રાપ્ત થાય છે. આયુર્વેદના દરેક ગ્રંથમાં તેનું વર્ણન છે. સૌથી જાણીતા યોગોમાં મરી ચૂર્ણ, ત્રિકટુ ચૂર્ણ, ચતુરુષ્ણ અને ષડુષ્ણ ચૂર્ણ સાથે લીલાં મરીનું અથાણું છે.

સ્વાદમાં તીખાં, પચ્યા પછી ગળ્યાં મરીના બે પ્રકારો સફેદ અને કાળા છે. કાળાં મરીને પલાળી ઉપરની છાલ દૂર કરતાં સફેદ રંગ નીકળતો હોય છે આથી આપણે અહીં કાળા મરી વિશે જ વાત કરી છે.

મરીચૂર્ણ | Benefits of black pepper in ayurveda

સૂંઘવાથી નાકનો, માથાનો, ગળાનો ભરાવો દૂર થાય. કાન, નાક, ગળાનો સોજો દૂર થાય. બેભાનપણું, વાઈ, ફેફરુંનો આવેશ શમે. વધુ પડતી ઊંઘ દૂર થાય. આ જ ગુણો ત્રિકટુચૂર્ણ નસ્યમાં પણ મળે છે. ચૂર્ણની માત્રા વધારે પડે અથવા વ્યક્તિ તેને સહન ન કરી શકે તો
મધ સાથે ચાટવાથી – ગળામાં કફ જામવો, ખરેરાટી બાઝવી, અપચો, આફરો, સાંધાની જકડન, સાંધાનો દુ:ખાવો, સાંધાનો સોજો દૂર થાય.

આખાં મરી – પાચન સુધારનાર હોઈ વાટી દાળનાં વડાં, ભજિયાં, ઢોકળાં, ખમણ, ખમણી, ઈડલી-ઢોસાની ચટણી, મેદુવડામાં જરૂર નાખવામાં આવે છે. સૂપમાં, ફળોના રસમાં ચૂર્ણ ઉમેરીને પીવું સલાહભર્યું છે.

ત્રીજે ચોથે દિવસે નિયમિત આવતા તાવમાં, ટાઢ વાઈને આવતા તાવમાં તુલસીનાં તાજાં ધોયેલાં ૬ પાન વચ્ચે ૪ મરી મૂકી તાવ આવવાના સમયથી એક કલાક પહેલાં ચાવી જવાં. તાવ આવ્યા પછી મરી કામ ઓછું કરે છે.

મરીને પાણીમાં વાટી લેપ કરવાથી ઠંડા પડેલા, જડ થયેલા, ખાલી ચડેલા અંગમાં રુધિરાભિસરણ પ્રસ્થાપિત થાય છે.

ધાર્યું ફળ કેમ નથી મળતું ? કાળાં મરી જેવાં જ દેખાતાં પપૈયાનાં સૂકાં બીનો ભેગ તથા મરીમાંથી તેલ કાઢી લીધા પછી આપણા સુધી પહોંચે છે.
દુષ્પ્રભાવ : એક સમયે ૫૦૦ મિ.લી. ગ્રામથી વધારે લેતા કેટલાંકને ત્વચામાં રક્તિમા, વૃક્ક (કિડની)માં ઉત્તેજનાથી વારંવાર મૂત્રત્યાગની સમસ્યા થાય છે. ત્વચા પર ઘી લગાવવું વક્કની સમસ્યા વાળા, સગર્ભા માતા અને બાળકોમાં નિષ્ણાતની દેખરેખ હેઠળ વાપરીને ગુણોનો લાભ લઈ શકાય છે.

 

નોંધ – અહીં માત્ર આપની માહિતી આપવાના હેતુથી આ લેખ લખાયો છે. ઔષધિઓનો ઉપયોગ જાણકાર વૈદ્યના માર્ગદશન હેઠળ કરવો વધુ યોગ્ય છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *